24 ડિસેમ્બર, 1999નો દિવસ. ઈન્ડિયન એરલાઇન્સની ફ્લાઈટ IC 814ને કાઠમાંડૂ, નેપાલના ત્રિભુવન એરપોર્ટ પરથી ટેકઓફ થયું હતું. વિમાનમાં ટોટલ 180 યાત્રી અને ક્રુ મેમ્બર સવાર હતા. વિમાન એરબસ A 300 હતું. જેવું જ વિમાન સાંજ સાડા પાંચ વાગ્યે ભારતીય હવાઈ ક્ષેત્રમાં દાખલ થયું કે ત્યારે બંદૂકધારી આતંકીઓએ વિમાનનું અપહરણ કરી લીધું. જે બાદ આ વિમાનને અમૃતસર, લાહોર અને દુબઈ થઈ અફઘાનિસ્તાનના કંદહાર લઈ જવાયું હતું. કંદહાર લઈ જતાં પહેલાં દુબઈમાં 27 જેટલાં યાત્રિકોને ઉતારવામાં આવ્યા હતા. તે સમયે અપહરણકર્તાઓએ શરૂઆતમાં ભારતીય જેલોમાં બંધ 35 ઉગ્રવાદીઓને છોડાવવા અને 200 મિલિયન અમેરિકી ડોલર કેસની માગ કરી હતી.
તે સમયે ભારતે મૌલાના મસૂદ અઝહરઃ આ આતંકીએ વર્ષ 2000માં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની રચના કરી હતી તેને પત્રકાર ડેનિયલ પર્લની હત્યા કરનાર અહમદ ઉમર સઇદ શેખ અનેમુશ્તાક અહમદ ઝરગરને મુક્ત કર્યા હતા. 2008ના મુંબઈ હુમલા, જેને 26/11ના હુમલા તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભારતમાં આતંકવાદના સૌથી ભયાનક ઉદાહરણોમાંનું એક છે. આ હુમલાઓ 26 નવેમ્બરથી 29 નવેમ્બર 2008 સુધી ચાર દિવસ સુધી ચાલ્યા. આ સમય દરમિયાન લશ્કર-એ-તૌયબા નામના પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનના 10 આતંકવાદીઓએ મુંબઈ શહેરમાં અનેક સ્થળોએ હુમલો કર્યો હતો.
આ સ્થળોમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, લિયોપોલ્ડ કેફે, ટેક્સી બોમ્બ વિસ્ફોટ, તાજમહેલ પેલેસ હોટલ, ઓબેરોય ટ્રાઇડેન્ટ હોટેલ અને નરીમન હાઉસનો સમાવેશ થાય છે. આ હુમલાઓમાં 9 આતંકવાદીઓ સહિત 175 લોકો માર્યા ગયા અને 300થી વધુ ઘાયલ થયા હતા. 2019માં પુલવામામાં એક મોટો આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. તાજેતરમાં 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં એક ભયાનક આતંકવાદી હુમલો થયો, જેમાં 26 થી 28 લોકો માર્યા ગયા હતા.
ત્યાર પછી તો ભારતની સંસદ પર પણ હુમલો થયો હતો અક્ષરધામ મંદિર પર હુમલો થયો હતો અને એવા અનેક સંખ્યાબંધ હુમલા કે અટકવાનું નામ જ નથી લેતા અને હજી પણ ચાલું જ છે. હાલમાં પહલગામના હુમલાનો બદલો લેવા માટે ભારતે જે પગલું ભર્યુ તે યથાયોગ્ય જ છે. જેમાં 9 જેટલા આતંકવાદીના ઠેકાણા નેસ્તનાબૂદ કરવામાં આવ્યા હતાં. પરંતુ આ લડાઇની સાથે સાથે ભારતે ભારતમાં જ આતંકવાદને પ્રોત્સાહન આપનાર સ્થાનિક આતંકવાદીઓને પણ બક્ષવા નહીં જોઇએ અને તેની શરુઆત થઇ ચૂકી છે.
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં સામેલ આતંકવાદીઓને શોધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં ભારતીય સેના સર્ચ ઓપરેશન માટે આતંકવાદીના ઘરે પહોંચી હતી. જાેકે ઘરની અંદર વિસ્ફોટક મળી આવતા સેનાના જવાનો ત્યાંથી બહાર નીકળ્યા અને એવામાં જ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં આતંકવાદી આદિલ હુસૈન થોકર અને આસિફ શેખનું ઘર નષ્ટ થયું છે. અહેવાલો અનુસાર, સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોને એક શંકાસ્પદ બોક્સ મળ્યું હતું. શરૂઆતની તપાસમાં તે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ હોવાની શંકા હતી.
ઘટનાસ્થળે પહોંચેલી ભારતીય સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સની એન્જિનિયરિંગ ટીમે તે બોમ્બ હોવાની પુષ્ટિ કરી હતી. આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી. આસિફ શેખને પહલગામ હુમલાનો મુખ્ય કાવતરાખોર માનવામાં આવે છે, જેમાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓના જીવ ગયા હતા. ટીઆરએફ દ્વારા જવાબદારી સ્વીકાર્યા પછી, સુરક્ષા દળોએ પાકિસ્તાન પ્રાયોજિત આતંકીઓના નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવાની વ્યૂહરચના અપનાવીને આક્રમક કાર્યવાહી શરૂ કરી છે. આવી જ બીજી એક કાર્યવાહીમાં, બે વર્ષ પહેલાં લશ્કરમાં જોડાયેલા શાહિદ અહેમદના ઘરને શોપિયાના છોટીપોરા વિસ્તારમાં ઉડાવી દેવામાં આવ્યું હતું. પહેલગામ હુમલા પછી, છેલ્લા 48 કલાકમાં કુલ 6 આતંકવાદી ઘરો તોડી પાડવામાં આવ્યા છે.
આ ઉપરાંત, ગઈકાલે રાત્રે કુલગામના ક્વિમોહમાં સુરક્ષા દળો દ્વારા 2023 માં લશ્કરમાં જોડાયેલા ઝાકિર ગનીનું ત્રીજું ઘર તોડી પાડવામાં આવ્યું હતું. પહેલગામ આતંકવાદી હુમલા બાદ સક્રિય લશ્કર કેડરના આતંકવાદીઓના કુલ 5 ઘરોને ઉડાવી દેવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ કુલગામના ક્વિમોહમાં ઝાકિર ગનીના ઘરને ઉડાવી દીધું, તે 2023 માં લશ્કરમાં જોડાયો હતો. આ સાથે, સુરક્ષા દળોએ બિજબેહરામાં આદિલ થોકરના ઘરને ઉડાવી દીધું. દરમિયાન, ગઈકાલે ત્રાલમાં, સુરક્ષા દળોએ આસિફ શેખના ઘરને ઉડાવી દીધું.
એટલું જ નહીં છેલ્લા અઠવાડિયામાં ત્રાલ અને શોપિયાંમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓ ઠાર મરાયા. એક ઓપરેશન ગ્રામીણ વિસ્તારમાં, જ્યારે બીજું પહાડી વિસ્તારમાં હાથ ધરાયું. સેનાએ સ્થાનિક લોકોના સહયોગ અને સુરક્ષા દળો વચ્ચેના ઉત્તમ સંકલનને આ સફળતાનું શ્રેય આપ્યું. આ ઓપરેશનો કાશ્મીર ખીણમાં આતંકવાદનો સફાયો કરવાના સતત પ્રયાસોનો ભાગ છે. અગાઉ ઓપરેશન સિંદૂર હેઠળ સેનાએ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી અડ્ડાઓ પર હુમલા કરી, 100થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
આ ઓપરેશને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના માળખાને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું. ઓપરેશન બાદ પાકિસ્તાનના હુમલાઓથી પણ સેનાએ દેશના સૈન્ય ઠેકાણાઓને સુરક્ષિત રાખ્યા. સુરક્ષા દળો કાશ્મીરમાં છૂપાયેલા આતંકવાદીઓ અને તેમના સહયોગીઓને નિશાન બનાવી રહ્યા છે. સેના અને પોલીસનું સંયુક્ત અભિયાન આતંકવાદના મૂળ નેસ્તનાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં સ્થાનિક સમુદાયનો સહયોગ મહત્વપૂર્ણ રહ્યો છે. હવે ભારત પાસે આ એક આક્રમક રસ્તો જ બચ્યો છે કે, પાકિસ્તાનના અથવા તો સ્થાનિક આતંકવાદીઓને જે પણ સીધી કે આડકતરી મદદ કરે તે તમામના મકાનોને નેસ્તનાબૂદ કરી નાંખવા જોઇએ.