National

નોકરી પર ચાલુ રહેવા ગૃહમંત્રીએ મારી પાસે 50 કરોડ રૂપિયાની માગણી કરી હતી : સચિન વઝે

એન્ટિલિયા કેસમાં ધરપકડ કરાયેલા સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વઝેએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે મુંબઈ પોલીસમાં તેમની સેવા ચાલુ રાખવા માટે તેમની પાસેથી 2 કરોડ રૂપિયાની માગણી કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે અન્ય મંત્રી અનિલ પરબે તેમને કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા લાવવાં માટે કહ્યું હતું.

વાહન વ્યવહાર પ્રધાન પરબે વાઝે કરેલા આક્ષેપોને નકારી કાઢતાં કહ્યું હતું કે આક્ષેપો ખોટા છે અને તેમની ઈમેજને દૂષિત કરવા માગે છે, અને કોઈપણ તપાસનો સામનો કરવા તત્પરતા વ્યક્ત કરી છે. ગયા વર્ષે પોલીસ સેવામાં ફરી વળેલા વઝેએ એક પત્રમાં સનસનીખેજ દાવો કર્યો હતો જેને તેણે અહીંની એનઆઈએની વિશેષ અદાલતમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે, વિશેષ ન્યાયાધીશ પી.આર. સિતેરે તેમનો પત્ર રેકોર્ડ પર લેવાની ના પાડી હતી અને જરૂરી કાર્યવાહીનું પાલન કરવાનું કહ્યું હતું. આરોપી વઝે હાલમાં એનઆઈએની કસ્ટડીમાં છે. વઝેએ લખ્યું કે, જૂન, 2020 માં હું યોગ્ય રીતે સેવામાં પાછો ફર્યો. મારા પુન: સ્થાપન પછી તરત જ કેટલાક વિરોધીઓ હતા જે મને ફરી સેવામાં જોવા માગતા ન હતા. દેખીતી રીતે, પછી શરદ પવાર દ્વારા મને ફરીથી સસ્પેન્શન હેઠળ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે સમયે, તત્કાલીન ગૃહ પ્રધાન (દેશમુખ) એ પણ મને કહ્યું હતું કે તેઓ પવાર સાહેબને મનાવી લેશે અને તે હેતુ માટે તેમણે મને બે કરોડ ચૂકવવા કહ્યું હતું. વઝેએ દાવો કર્યો હતો કે દક્ષિણ મુંબઇના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં થયેલી મીટીંગમાં દેશમુખે તેમને સૈફી બુરહાનિ અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટ (એસબીયુટી) ને લગતી ફરિયાદની તપાસ કરવાનું કહ્યું હતું, જે પ્રાથમિક તપાસ હેઠળ છે. તેની સાથે 50 કરોડ રૂ. કેસ પરત લેવા માટે લેવા કહેવાયું હતું.

વઝેના પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે જાન્યુઆરી 2021 માં, રાજ્યના અન્ય પ્રધાન અનિલ પરબ તેમને બીએમસીમાં સૂચિબદ્ધ છેતરપિંડી કરનારાઓ અને 50 જેટલા કોન્ટ્રાક્ટરો પાસેથી ઓછામાં ઓછા 2 કરોડ વસૂલવા માટે તપાસ કરવા જણાવ્યું હતું.

Most Popular

To Top