Gujarat

હાઇકોર્ટે રૂપાણી સરકારને ત્રીજી લહેરમાં કોઈ પણ ખામી ન રહેવાના આદેશ સાથે ઇન્જેક્શન અછત મુદ્દે …

હાઈકોર્ટે કોરોના મામલે સુઓમોટો (suomoto)ને લઈ વચગાળાનો હુકમ (order) આપ્યો છે. હાઈકોર્ટે કોરોનાની ત્રીજી લહેર (corona third wave) માટે સરકારને તૈયારી કરવા સૂચનો કર્યા છે. સાથે જ હાઈકોર્ટે કહ્યું કે, નારી સંરક્ષણ ગૃહ, બાળ ગૃહ અને વૃદ્ધાઆશ્રમ માટે મેડિકલ સ્ટાફ (medical staff) તૈનાત કરો. અને રાજ્યમાં ઈન્જેક્શનની અછત મુદ્દે હાઇકોર્ટે રૂપાણી સરકારની ઝાટકણી કાઢતા વધુ ચોક્કસ નીતિ બનાવવાની તાકીદ કરી હતી.

કોરોના અંગે થયેલી સુઓમોટોની અરજીનો મામલામાં ગુજરાત હાઇકોર્ટ (Gujarat high court) માં હાલ સુનાવણી (hearing) ચાલુ છે. કોરોના સંક્રમણ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટ મહત્વનો હુકમ કર્યો છે અને હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે, મેડિકલ એક્સપોર્ટના અનુમાન મુજબની કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર ખડે પગે તૈયાર રહે. ગામડાઓમાં થયેલ નુકશાનને જોતા હાઇકોર્ટે સરકારને ત્રીજી લહેર માટે માળખું (structure) બનાવવા કહ્યું છે, સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનું માળખું મજબૂત કરવા હાઇકોર્ટે સરકારને હુકમ કર્યો છે. હાઈકોર્ટે કહ્યુ કે, ગ્રામીણ વિસ્તારોમાં સબ સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં જરૂરી સાધન સામગ્રી તેમજ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની નિયમિત ભરતી કરવી જરૂરી થઇ પડી છે.

હાઈકોર્ટે ઈન્જેક્શનની અછત મામલે રૂપાણી સરકારની ઝાટકણી કાઢી 

ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસ (mucormycosis)ના ઈન્જેક્શનની વહેંચણીની સત્તા રાજ્ય સરકારે પોતાના હાથમાં લીધી છે. સરકારી હોસ્પિટલના માધ્યમથી ખાનગી હોસ્પિટલોને (amphotericin injection) ઈન્જેક્શન આપવામાં આવે છે. ત્યારે આ વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મ્યુકોરમાઈકોસીસનાં ઈન્જેક્શન હવેથી દરેક જિલ્લામાં મળી શકશે. આરોગ્ય વિભાગે 33 જિલ્લાની સરકારી હોસ્પિટલોને સત્તા આપી છે. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટની ઝાટકણી બાદ સરકાર એક્શનમાં આવી છે. 

મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શનના ડિસ્ટ્રીબ્યુશન માટેની રાજ્ય સરકારની નીતિ સ્પષ્ટ નથી તેવુ જણાવતા હાઈકોર્ટે આકરા શબ્દોમા કહ્યું કે, મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શનની રાજ્યમાં અછત છે. સરકાર દરેક જિલ્લામાં ખાનગી, કોર્પોરેશનની તેમજ સરકારી હોસ્પિટલ્સમાં ઇન્જેક્શનનો જથ્થો મેળવવા માટેનું માળખું અને નીતિ બનાવે તે જરૂરી છે. હોસ્પિટલ્સ પાસે પણ ઇન્જેક્શન બાબતનો નિયમિત રિપોર્ટ લેવામાં આવે. આ માળખું અને નીતિ બનાવવા માટે તજજ્ઞ સમિતિનો પરામર્શ કરે, સાથે જ ઈન્જેક્શનની ઉપલબ્ધિ અને ઉપયોગની વિગતો આરોગ્ય વિભાગની વેબસાઇટ પર મૂકવામાં આવે. મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શનની વહેંચણી વધુ ચોક્કસ, પારદર્શી અને અસરકારક રીતે થાય એ રીતની નીતિ હાલ સરકાર બનાવે એ જ સમયની માંગ છે. 

Most Popular

To Top