ગાંધીનગર: ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) 8 વર્ષના વિદ્યાર્થીની આત્મહત્યા (suicide) બાદ શિક્ષક સામેની FIR કરી હતી. પોલીસ FIR બાદ શિક્ષકે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારે સમગ્ર મામલે શિક્ષકને મોટી રાહત આપતા ગુજરાત હાઈકોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે કોર્ટને પરિવાર સાથે સંપૂર્ણ સહાનુભૂતિ છે પરંતુ નિર્દોષને સજા કરવી યોગ્ય નથી.
વાસ્તવમાં આ મામલો વર્ષ 2016માં એક વિદ્યાર્થીની આત્મહત્યા સાથે જોડાયેલો હતો. આઠ વર્ષ પહેલા સુરતના એક શિક્ષકે એક વિદ્યાર્થીને તેના અભ્યાસ બાબતે થપ્પડ મારી હતી. કોર્ટે કહ્યું કે શિક્ષક વિદ્યાર્થીઓના હિતમાં કડક પગલાં લે છે. શિક્ષક માટે વિદ્યાર્થીનું કલ્યાણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુજરાત હાઈકોર્ટે આઠ વર્ષ જૂના કેસમાં શિક્ષકના હિતમાં મહત્વનો નિર્ણય આપતા અરજદાર શિક્ષક અને ટ્રસ્ટી સામેની પોલીસ ફરિયાદ રદ કરી છે.
આ કેસમાં કોર્ટે કહ્યું હતું કે કોર્ટની સહાનુભૂતિ પરિવાર સાથે હોવા છતાં નિર્દોષને સજા કરવી કે કેસ ચલાવવો એ યોગ્ય નથી. કોર્ટે કહ્યું કે શિક્ષક વિદ્યાર્થીઓના હિતમાં કડક પગલાં લે છે. શિક્ષક માટે વિદ્યાર્થીનું કલ્યાણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમજ આટલુ જણાવી ગુજરાત હાઈકોર્ટે આઠ વર્ષ જૂના કેસમાં શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય આપતા અરજદાર શિક્ષક અને ટ્રસ્ટી સામેની પોલીસ ફરિયાદ રદ કરી છે.
જણાવી દઈએ કે શિક્ષકે માર માર્યા બાદ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાનો આ એકમાત્ર મામલો નથી. ગયા વર્ષે (જુલાઈ 2023)માં ઝારખંડના ધનબાદમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેની ખૂબ ચર્ચા થઈ હતી. ધનબાદની એક શાળામાં અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થીનીએ તેના શિક્ષક દ્વારા માર માર્યા બાદ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
મળતી માહિતી મુજબ વિદ્યાર્થીની ચાંદલો લગાવીને શાળાએ ગઇ હતી. જેના પર શિક્ષકે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. તેમજ શાળાના પરિસરમાં બધાની સામે તેણીને થપ્પડ મારી દીધી હતી. એવું કહેવાય છે કે થોડા જ સમય બાદ આ ઘટનાથી દુઃખી થઈને વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ પરિવારે શાળાના આચાર્ય અને શિક્ષક પર વિદ્યાર્થીની પર અત્યાચાર કરવાનો આરોપ લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ પોલીસે દોષિતો સામે કાર્યવાહીનું આશ્વાસન આપીને માર્ગ પરની નાકાબંધી ખોલાવી હતી.