સુરત: સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Surat chamber of commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી સાથેના વેબિનાર (webinar)ને સંબોધતા કેન્દ્રના કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મિનિસ્ટર મનસુખ માંડવિયા (manshukh mandvia) એ જણાવ્યું હતું કે કોરોના (corona) સંક્રમણ દરમિયાન સૌથી વધુ જે ઇન્જેક્શન (remdesivir injection)ની ભારત (India)માં અને વિદેશ (foreign)માં ડિમાન્ડ રહી છે તે રેમડેસિવિર ઇન્જેક્શનનું 95 ટકા 7 ભારતીય કંપનીઓ કરે છે પરંતુ એક સમયે તેનું ઉત્પાદન ખુબ ઓછુ હોવાથી કેન્દ્ર સરકારે જ્યાં 20 પ્લાન્ટમાં ઉત્પાદન થતુ હતુ ત્યાં હવે 60 પ્લાન્ટમાં ઉત્પાદનની મંજૂરી આપી છે.
મોદી સરકાર કોરોનાની ત્રીજી વેવ માટે સજ્જ છે અને તે કારણોસર ત્રીજી વેવ માટે 55 લાખ રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક રાખવાનો નિર્ણય લીધો છે. એટલુજ નહીં ઇન્જેક્શન ઉત્પાદક કંપનીઓને કેન્દ્ર સરકારે સમજાવ્યું હતું કે કેડિલા-ઝાયડ્સને જો 3500 રૂપિયામાં ઇન્જેક્શન વેચવાનું પરવડતું હોય તો બીજી કંપનીઓ શા માટે 5500 પર ઇન્જેક્શન વેચી રહી છે. સરકારની સમજાવટ પછી બધીજ કંપનીઓએ ભાવ ઘટાડ્યા હતા હવે કોરોનાના કેસો ઘટ્યા છે પરંતુ ઇન્જેક્શનું ઉત્પાદન કંપનીઓએ 3.50 લાખ વાયલ સુધી કર્યુ છે. તેથી સરકારે વિતરણની વ્યવસ્થા માટે તૈયારી દર્શાવી છે. 15 એપ્રિલ સુધી સરકાર અપીલ કરતી રહી કે લોકો વેક્સિન માટે આગળ આવે પરંતુ વેક્સિન વિશે એવો અપપ્રચાર કરાયો કે આ ભાજપની વેક્સિન છે તેને લીધે અવળી અસર પણ થઇ.
કોરોનાની બીજી લહેરમાં કેસો વધ્યા ત્યારે લોકોએ વેક્સિન લેવા એક સાથે ધસારો કર્યો તેને લીધે બધાને વેક્સિન આપી શકાઇ નથી.પરંતુ સરકારે હવે રશિયાની સ્પુટનિક ભારતની ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમની કોવિશિલ્ડ વેક્સિનનું ઉત્પાદન વધારવા કંપનીઓને સબ લાઇસન્સ આપવા જણાવતા હવે 10 કંપનીઓમાં ઉત્પાદન થઇ રહ્યું છે. મે માસમાં 8.50 કરોડ,જૂનમાં 10 કરોડ, જુલાઇમાં 11 કરોડ, એપ્રિલમાં 15, સપ્ટેમ્બરમાં 19, ઓક્ટોબરમાં 10 તેમજ નવેમ્બર-ડિસેમ્બરમાં 50-50 કરોડ વેક્સિનનું ઉત્પાદન થશે. તે સાથે 18 વર્ષની ઉપરની વયના તમામ લોકોને વેક્સિન આપવામા આવશે. સરકાર બધાજ કામદારોને રસી આપવાનું વિચારી રહી છે. ચેમ્બર વતી પ્રમુખ દિનેશ નાવડિયા, અપકમિંગ પ્રમુખ આશિષ ગુજરાતીએ રજૂઆતો કરી છે. ગુજરાતમા ઓક્સિજન ની કમી હવે રહી નથી. બલ્કે ઉત્પાદન સરપ્લસ છે.
મ્યુકર માઇકોસિસના વર્ષમાં 5000 કેસો આવતા હતા, ત્યાં મે મહીનામાં 19 હજાર કેસો થઇ ગયા
મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાને મ્યુકર માઇકોસિસના વધી રહેલા કેસો અંગે ચિંતા વ્યક્ત કરી છે આ રોગ નવો નથી. ભૂતકાળમાં વર્ષે 5000 કેસો આવતા હતા અને ભારતની 6 કંપનીઓ મહીને માંડ 6000 ઇંજેક્શનો બનાવતી હતી. આ રોગમાં ઇન્જેક્શનની જરૂરિયાત વધારે રહે છે. 10 મેંથી 25 મે સુધી સામટા 19 હજાર કેસો આવી જતી ચિંતા સ્વાભાવિક છે. ગુજરાતમાં કેસોની સંખ્યા વધુ છે. ભારતમાં આ પ્રકારના કેસો 1લાખ સુધી જવાનો અંદાજ હોવાથી અમે કંપનીઓને રો મટીરિયલ્સ આપવા સાથે અન્ય ફાર્મા કંપનીઓને સબ લાઇસન્સ આપવા તથા ઇંજેક્શનની કેપેસિટી વધારી 2.50 લાખ કરવા આયોજન કર્યુ છે.