મધ્યપ્રદેશમાં 70 ગામના ખેડૂતો એક સાથે રસ્તા પર ઉતર્યા છે. આ ખેડૂતો ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. વળતરના મુદ્દે ખેડૂતોએ આંદોલન છેડ્યું છે. ન્યાય નહીં મળે તો ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી આ ખેડૂતોએ ઉચ્ચારી છે.
મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના 70 જેટલા ગામના ખેડૂતોએ તેઓની સમસ્યાઓને ઉજાગર કરવા માટે વિરોધ પ્રદર્શન કર્યું છે. આ વિરોધમાં ખેડૂતોએ ટ્રેક્ટર પર તેમના ગામોથી પાચોર મંડી સુધી કૂચ કરી હતી. મંડી પરિસરમાં તેઓએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું પછી તેઓએ તહસીલદારને એક આવેદનપત્ર સુપરત કર્યું. ત્યારબાદ તમામ ખેડૂતો પરિસરમાં બેસી ગયા અને હનુમાન ચાલીસનો પાઠ કરવાનું શરૂ કર્યું હતું.
ખેડૂતોનું કહેવું છે કે ગયા વર્ષે કરા પડવાથી તેમના પાકનો નાશ થયો હતો. પરંતુ સરકાર તરફથી તેમને ન તો કોઈ પણ પ્રકારના વિમાનો દાવો મળ્યો, ન તો કોઈ પ્રકારનું વળતર મળ્યું છે. આ ઉપરાંત આ વર્ષના છેલ્લા ભારે વરસાદે પાકેલા સોયાબીનના પકનો નાશ કર્યો હતો. તેમ છતાં આ વખતે પણ સરકારી વહીવટીતંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ સર્વે કરવામાં આવ્યો નથી.
ખેડૂતોએ આપી ચેતવણી
ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો આગામી 10 દિવસમાં નુકશાન થયેલા પાકનો સર્વે કરીને વળતરની રકમ આપે. જો અમને આ રકમ આપવામાં નહીં આવે તો 70 ગામના તમામ ખેડૂતો ભેગા મળી ભૂખ હડતાળ પર ઉતરી જઈશું.
આ ઉપરાંત ખેડૂતોએ વધુમાં એ પણ કહ્યું છે કે તેમનું આ આંદોલન સંપૂર્ણપણે બિનરાજકીય છે. આ આંદોલન પાછળ અમારો કોઈ પણ રાજકીય પાર્ટી સાથે સંબંધ નથી. આ આંદોલન એ અમારા તમામ ખેડૂતોને થયેલા નુકશાન સામેના વળતરની માગ છે.