ગાંધીનગર : યુસીસી બિલ પરની ચર્ચા દરમ્યાન કોંગ્રેસના સીનીયર સભ્યો અમીત ચાવડા અને શૈલેષ પરમારે ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહયું હતું કે , હવે ચૂંટણીઓ નજીક આવી છે એટલે સરકાર યુસીસીનું બિલ લાવી છે, હકીકતમાં સરકારે પહેલા તો જસ્ટીસ રંજના દેસાઈ કમિટીએ આપેલો આખો રિપોર્ટ ગૃહની વિચારણા સમક્ષ મૂકવો જોઈએ, જે સરકારે મૂકયો જ નથી, આ રિપોર્ટ છુપાવવાનું શું કારણ છે ?
તેની પણ સરાકરે સ્પષ્ટતા કરવી જોઈએ, ત્યાં સુધી આ બિલ પ્રવર કમિટી (સિલેકટ કમિટી)ને સોપવું જોઈએ. આ કમિટી રિપોર્ટ આપે તે પછી સરકારે તેના પર વિચારણા કરીને વિધેયક ગૃહમાં રજુ કરવુ જોઈએ.ચાવડાએ કહયું હતું કે ભાજપની સરાકર પોતાનો રાજકિય એજન્ડા સેટ કરવા આ વિધેયક લાવી છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે પણ આ વિધેયક પાછળનો હેતુ રાજકિય હોવાનું જણાવ્યું હતું.