સાહિત્યકાર કોંકણી હોય, પંજાબી હોય કે ગુજરાતી પણ તેની કલમ બાળક માટે કંઈ આલેખે છે ત્યારે તેનું મહત્ત્વ ઊતરતું બની જાય છે. ભાષા ઉર્દૂ હોય, બંગાળી કે હિન્દી, બાળવાચકોને હંમેશા વડીલોની પસંદગી ઉપર આધાર રાખવાનો હોય છે. આથી ખુદ રાષ્ટ્રીય અકાદમી માટે પણ બાળસાહિત્ય સર્જન દ્વિતીય દરજજાના સ્થાને રહ્યું છે. બાળકો જ દેશનું ભવિષ્ય છે તેમ ૭૫ વર્ષથી કહીએ તો છીએ પણ રાષ્ટ્રના ભાવિઘડતર માટે સાહિત્ય ક્ષેત્રે કંઈ રોકાણ થતું જોવા મળતું નથી. આ સ્થિતિ વચ્ચે પણ ગુજરાતી ભાષાએ બાળકોની વકીલાત કરનાર ગિજુભાઈ બધેકાને દેશ સમક્ષ મૂક્યાં. સ્થાનિક પર્યાવરણને જાળવી માતા-પિતાની હૂંફ અને પ્રેમભાવને જ પ્રાથમિક્તા આપી મૂછાળી માએ બાળઉછેરનું ગાન કર્યું અને ડંકાની ચોટે કહ્યું કે, “સ્વસ્થ સમાજની રચનાનો મૂળભૂત આધાર સ્વસ્થ બાળક છે.”
સ્વતંત્ર ભારતના બંધારણે અને પછી ભારતની સંસદે બાળકોને શિક્ષણ, પોષણ અને વિકાસની સમાન તકને આધાર આપ્યો. આથી આજકાલ ભારતમાં નાના પરિવારમાં બાળક કેન્દ્રસ્થાને આવતું થયું છે. કુટુંબમાં બાળક પ્રશંસાને પાત્ર બની રહ્યું છે. બદલાતો સમય બાળસાહિત્યના વિકાસ માટે ઊર્જાવાન દેખાઈ રહ્યો છે ત્યારે બાળસાહિત્ય તેમજ બાળકોની સર્જનશીલતાને પ્રોત્સાહન વધુ આવકારદાયક બને છે.
છેક હિતોપદેશ અને પંચતંત્રના સમયથી આપણો વાર્તાવૈભવ દીપ્તમાન છે. પરંતુ સમયાંતરે સામાજિક મૂલ્યો બદલાતાં રહે છે. આથી કેટલીક પ્રચલિત વાર્તાઓનો બોધ હવે અ-પ્રસ્તુત જણાય છે. સમયાંતરે સમાજ સામે વૈજ્ઞાનિક તથ્યો ઉજાગર થતાં જાય છે. આથી “રાજા સીડી ઉપર પગથિયાં ચડતો ચડતો સ્વર્ગમાં પહોચ્યોં.’’ તેવું આજનું બાળક માનવા તૈયાર થશે નહીં. રામાયણ અને મહાભારત તો ભારતીયતાનો આધાર બન્યાં છે. આમ છતાં ૨૧મી સદીના બાળસમાજના ઘડતર માટે હવે પુરાણો પ્રેરણાની ગળથૂથી બની રહે તેવું શક્ય જણાતું નથી.
માનવશરીરની જૈવિક રચનાઓ, તેથી વિશેષ માનવ-મસ્તિષ્ક દ્વારા થતું સંકલન અને તેથી પણ જટિલ એવાં રાસાયણિક સંયોજનોને સમજવા માટે આજે પણ વિજ્ઞાન મર્યાદિત સાબિત થઈ રહ્યું છે ત્યારે સમાજઘડતર માટેની બાળ-વાર્તાઓની વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ તૈયાર કરવાનું કાર્ય સિદ્ધહસ્ત સાહિત્યકારો માટે પણ કપરું બને છે. આમ છતાં પરંપરા, શ્રદ્ધા, સ્થાપિત મૂલ્યો કે સહભાગી અવલોકનથી આગળ વધી હવે વૈજ્ઞાનિક તથ્યોના આધારે બાળવાર્તાનું ઘડતર કરવું પડશે.
આજથી ર૬૦૦ વર્ષ પહેલાં પૂર્વના એક બૌધ્ધ ફિલસૂફ લાઓત્ઝેએ પોતાની વિચારપોથીમાં નોંધ્યું કે, “હકીકત સરી જાય છે ત્યારે તત્ત્વ પેસી જાય છે.’’ અહીં હકીકત એટલે વિજ્ઞાન અને તત્ત્વ એટલે ઉપદેશ. આ વિચારે આપણાં બાળસાહિત્યનું તટસ્થ મૂલ્યાંકન થાય તો ખ્યાલ આવશે કે પાણી અથવા હવાના દબાણ કે ગુરુત્વાકર્ષણ વિષયે કોઈ વિચારવિનિમય થતો નથી, પરંતુ સત્ય-પ્રેમ-કરુણા બાબતે કેટલું તત્ત્વજ્ઞાન પીરસાયું છે? વાર્તાઓમાં તો ઠાંસી-ઠાંસીને ઉભરાયું છે. આપણી બાળ-રામાયણનાં રીંછ રાજા, કાગ ભૂશંડીજીએ પૃથ્વીની ૧૪ પરિક્રમા કરી તેવું સાંભળીને આપણે મોટાં થયાં છીએ પણ ગુગલમાં સંસ્કૃત શબ્દ પૃથ્વીનો અર્થ ‘જમીન’ તેવો છે. આથી વિકસિત મસ્તિષ્ક સાથેનું બાળક એમ કેવી રીતે માને કે રીંછભાઈએ આ ગ્લોબ (પૃથ્વી)ની ૧૪ પ્રદક્ષિણા પગપાળા કરેલી !!!
ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનથી આગળ વધી વૈશ્વિક અણુવિજ્ઞાન કેન્દ્રની તાજેતરની જાહેરાત મુજબ સૂક્ષ્મદર્શક યંત્રો હવે મિત્રો સુધી પહોંચ્યું છે. ૨૭૦૦ વર્ષ પહેલાં ચિંતન્ય જગતમાં પ્રવેશી જૈન ધર્મથી ઘોષણા થએલ કે “આત્મા જ્ઞાની છે.’ આ હકીકત હવે વિજ્ઞાન દ્વારા જીન્સના રંગસૂત્રોના સ્વભાવ પારખીને કહેવામાં આવી રહી છે ત્યારે ગિજુભાઈની વાર્તાને આનંદી કાગડો તેના જીન્સમાં રહેતા આનંદ, સૌંદર્ય, સ્નેહ પ્રકારનાં રંગસૂત્રોના પ્રભાવથી મજામાં રહ્યો, ગીત ગાતો રહ્યો તેવું કહેવું પડશે. મનુષ્ય અને ઉંદરના રંગસૂત્રોમાં ૯૬% સામ્ય છે. આ તથ્યને સ્વીકારી આ૫ણી વાર્તાના ઉંદરમામાને માન-સન્માન આપવું પડશે. હિંદુ કે મુસલમાન અંતે એક જ તત્ત્વને ચાહે છે તેવી ભાવનાત્મક્તાના સ્થાને આ પૃથ્વી ઉપરના તમામ મનુષ્યનાં જીન્સ એક જ છે તેમ કહી ભાઈચારાનો સંદેશ નવી પેઢી સુધી પહોંચાડીએ.
માનવવિજ્ઞાને પ્રતિપાદિત કર્યું છે કે, વ્યક્તિ જન્મનાં પ્રથમ ૫ વર્ષમાં જ સર્વાયવલ માટેનું ૮૦ % કૌશલ પ્રાપ્ત કરી લે છે અને બાકીનાં ૮૦-૮૫ વર્ષમાં માત્ર આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ એકત્ર કરવામાં સમય પસાર કરે છે. ગ્લોબલ બ્રેઈન ઈન્સ્ટીટ્યુટનાં હ્યુમન ઇવેલ્યુએશન એન્ડ લાઈફ હીસ્ટ્રી વિભાગના સંશોધન અહેવાલ અનુસાર વર્ષ ૨૦૫૦ સુધીમાં બાયોલોજિકલ કલોક મહદ્ અંશે બદલાઈ જવાની છે. સુપર કમ્પ્યુટરની ગણતરી અનુસાર માણસની સરેરાશ આયુષ્ય ૮૫ વર્ષની પહોંચી જશે. ક્રાઈસીસને ઓપર્ચ્યુનિટીમાં બદલવાના શિક્ષણને જ પ્રાધાન્ય અપાશે. રોબોટિક લાઈફ વ્યક્તિની પ્રથમ પસંદગી બની જતાં સ્ત્રીઓ ૪૦ વર્ષ પછી પ્રથમ બાળકની સંભાવના વિચારશે. આથી નવી-જૂની પેઢી વચ્ચેનું અંતર ૬૦-૬૫ વર્ષનું થઈ જશે. કરંટ એજીંગ સાયન્સના અહેવાલમાં સંશોધક કેડેલ લાસ્ટ નોંધે છે કે, અર્થ ઉપાર્જન સર્વેસર્વા બની જતાં માણસ બાયોનિક ઈમ્પોર્ટ કરવાનું જોખમ ખેડીને પણ દિવસભરના ૧૮-૨૦ કલાક કામ કરશે અને પોતાના હાથ-પગ પાસેથી મશીન પ્રકારે કામ લેશે.
ભાવિ ૫રિવર્તનોને બાળ-સાહિત્યકારો અનદેખાં કરી શકે તેમ નથી કારણ તેમના સાહિત્યસર્જકનો બાળવાચક આજે કમ્પ્યુટર, મોબાઈલ, ટી.વી. પ્રકારના ગેજેટસના પરિચયે વર્ચ્યુઅલ રીયાલીટીના વિશ્વમાં પગ રાખી ચૂક્યા છે ત્યારે સાહિત્યના તમામ પ્રકારે સાથે જોડાએલ નાગરિકો કરતાં બાળ-સાહિત્યકારના ખભે વિશેષ જવાબદારી છે. કારણ તેઓ બાળકનાં બાયો કમ્પ્યૂટરની રેમ મેમરીને ઘડવાના છે અને બાળવાર્તાના સ્વરૂ૫ની યાદદાસ્ત તેના મસ્તિષ્કમાંથી ક્યારેય ડિલીટ થવાનાં નથી ત્યારે બાળસાહિત્યની રચના કરનાર મિત્રો, ‘મનુષ્યદેહને મનુષ્યત્વ આપનાર એકમ મૂલ્ય છે.”
જે પ્રાણીજગતથી આપણને એક અંક ઉપર રાખે છે ત્યારે ભલે નવી પેઢી માટે થઈ વિજ્ઞાનની ભાષામાં સાહિત્યનું સર્જન કરીએ પણ વાત માનવમૂલ્યોની જ કરીએ તેવી અભ્યર્થના. ફ્રાન્સના પ્રોટેસ્ટંન્ટ સુધારક જોન કેલ્વિને વર્ષ ૧૫૦૯માં નોંધ્યું છે જયારે બાળકની આશાઓ નાની હોય તો આપણે ઈશ્વરને કહેવું જોઈએ કે, એને મોટી કરી આપે, જયારે શાંત હોય તો જાગૃત કરવાનું કહેવું જોઈએ, જયારે આશાઓ ઢચુ-પચુ હોય તો દૃઢ અને જયારે નબળી હોય ત્યારે તેને મજબૂત કરવાનું કહેવું જોઈએ. જયારે બાળકની આશાઓ પૂર્ણ ન થાય તે ઈશ્વરને ફરી કહે કે બાળક આગંતુકને ફરી ઊભો કરી આપે. બાળ-સાહિત્યકારો આ ઈશ્વર એટલે તમારી કલમ અને તેની તાકાત.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.