National

નાણામંત્રીએ ટેક્સ રિજીમમાં આપી આટલી છૂટ, યુવાઓને મળશે બમ્પર નોકરી, જાણો બજેટની ખાસ જાહેરાત

નવી દિલ્હી: દેશમાં સામાન્ય ચૂંટણી બાદ પીએમ મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત એનડીએ સરકાર બની છે. તેમજ ગયા સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયું છે. ત્યારે આજે મંગળવાર 23 જુલાઈ, 2024 ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) લોકસભામાં મોદી 3.0નું પ્રથમ સામાન્ય બજેટ રજૂ કર્યુ હતું. દરમિયાન સમગ્ર દેશની નજર આ બજેટ અને તેમાં કરવામાં આવેલી જાહેરાતો પર ટકેલી છે.

બજેટ પહેલા શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. અસલમાં બજેટની રજૂઆત પહેલા મંગળવારે સેન્સેક્સ 236 પોઈન્ટના વધારા સાથે 80738.54 ના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના નિફ્ટી પણ 51 પોઈન્ટના ઉછાળા સાથે 24,560.30 ના સ્તરે પહોંચ્યો હતો.

બજેટમાં ટેક્સ સ્લેબ આ રીતે જાહેર કરવામાં આવ્યા છે:

  • 0 થી 3 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નહીં
  • 3 થી 7 લાખ રૂપિયાની આવક પર 5 ટકા ટેક્સ
  • 7 થી 10 લાખ રૂપિયાની આવક પર 10 ટકા ટેક્સ
  • 10 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા ટેક્સ
  • 12 થી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા ટેક્સ
  • રૂ. 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ

હવે 3 લાખ રૂપિયા સુધી ટેક્સ નહીં
નાણામંત્રીએ આવકવેરા અંગે પણ મોટી જાહેરાત કરી છે. હવે 75 હજાર રૂપિયા સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શન. હવે 3 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં લાગે.

કેપિટલ ગેઇન્સ મુક્તિ, એન્જલ ટેક્સ નાબૂદ
નાણામંત્રીએ બજેટમાં જાહેરાત કરી હતી કે મધ્યમ વર્ગને મૂડી લાભમાં મુક્તિ મળશે. સ્ટાર્ટઅપ્સને મોટી રાહત મળી છે. એન્જલ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે. નાણાકીય અને બિન નાણાકીય અસ્કયામતો પર લાંબા ગાળાનો મૂડી લાભ 10% થી વધીને 12.5% ​​થયો છે.

GSTથી સામાન્ય માણસ પર ટેક્સનો બોજ ઓછો થયો – નાણામંત્રી
નાણામંત્રીએ લોકસભામાં કહ્યું કે GSTથી સામાન્ય માણસ પર ટેક્સનો બોજ ઓછો થયો છે, ઉદ્યોગ માટે લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થયો છે, જે એક મોટી સફળતા છે.

નાણાકીય વર્ષ 2025 માં કુલ રસીદો રૂ. 32.07 લાખ કરોડ
સરકારનું લક્ષ્ય 2025-26માં રાજકોષીય ખાધને ઘટાડીને 4.5 ટકા કરવાનું છે. નાણામંત્રીએ બજેટમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2025માં કુલ પ્રાપ્તિ 32.07 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે, જ્યારે ખર્ચ 48.21 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે.

નાણાકીય વર્ષ 2025 માં કુલ રસીદો રૂ. 32.07 લાખ કરોડ
સરકારનું લક્ષ્ય 2025-26માં રાજકોષીય ખાધને ઘટાડીને 4.5 ટકા કરવાનું છે. નાણામંત્રીએ બજેટમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2025માં કુલ પ્રાપ્તિ 32.07 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે, ખર્ચ 48.21 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે.

રાજકોષીય ખાધ જીડીપીના 4.9 ટકા હોવાનો અંદાજ છે
બજેટમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2025માં ગ્રોસ અને નેટ માર્કેટ બોરોઇંગ રૂ. 14.01 લાખ કરોડ અને રૂ. 11.63 લાખ કરોડ હોવાનો અંદાજ છે. રાજકોષીય ખાધ જીડીપીના 4.9 ટકા હોવાનો અંદાજ છે. તે જ સમયે, નાણાકીય વર્ષ 2025 માં ચોખ્ખી કર પ્રાપ્તિ 25.83 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ ઘટશે
નાણામંત્રીએ વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી છે. બજેટમાં કહેવામાં આવ્યું છે કે વિદેશી કંપનીઓનો કોર્પોરેટ ટેક્સ 40 થી ઘટાડીને 35 ટકા કરવામાં આવશે.

TDS ભરવામાં વિલંબ પર કોઈ કાનૂની કાર્યવાહી નહીં
નાણામંત્રી સીતારમણે બજેટમાં જાહેરાત કરતી વખતે TDSમાં છૂટ આપી છે. નાણામંત્રીએ કહ્યું કે હવે TDS ભરવામાં વિલંબ પર કોઈ ફોજદારી કાર્યવાહી થશે નહીં.

માતા-પિતા દ્વારા પેન્શન યોગદાન માટે એનપીએસ વાત્સલ્ય
નાણા પ્રધાન સીતારમણે બજેટમાં જાહેરાત કરી છે કે માતા-પિતા અને વાલીઓ દ્વારા પેન્શન યોગદાન આપવા માટે સરકાર ‘NPS વાત્સલ્ય’ શરૂ કરશે.

અર્થતંત્રની જરૂરિયાતો માટે 5 વર્ષનો વિઝન દસ્તાવેજ
નાણામંત્રીએ કહ્યું છે કે સરકાર અર્થતંત્રની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે 5 વર્ષનો વિઝન ડોક્યુમેન્ટ લાવશે. તેમજ વિદેશી રોકાણ માટે ભારતીય રૂપિયાનો ઉપયોગ કરીને ખાનગીકરણને પ્રોત્સાહન આપવા સહિત FDI અને વિદેશી રોકાણના નિયમોને સરળ બનાવવામાં આવશે. આ સાથે જ સરકાર અર્થતંત્રના ડિજિટલાઇઝેશન માટે ટેક્નોલોજી અપનાવશે.

મૂડી ખર્ચ રૂ. 11,11,111 કરોડ થશે
યુનિયન બજેટ 2024-25 પ્રસ્તાવિત કરે છે કે સરકાર આગામી 5 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મજબૂત નાણાકીય સમર્થન જાળવી રાખવાનો પ્રયાસ કરશે. મૂડી ખર્ચ રૂ. 11,11,111 કરોડ હશે જે ભારતના જીડીપીના 3.4% છે. આ સાથે રાજ્ય સરકારો દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણને ટેકો આપવા માટે લાંબા ગાળાની વ્યાજમુક્ત લોન માટે રૂ. 1.5 લાખ કરોડની પણ જાહેરાત કરવામાં આવી છે.

સોનું અને ચાંદી સસ્તું થશે – નાણામંત્રીની જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી છે કે ચામડાના ચંપલ, ચપ્પલ અને પર્સ સસ્તા થશે. આ સાથે સોનું અને ચાંદી પણ સસ્તું થશે. તેમજ આયાતી જ્વેલરી પણ સસ્તી થશે.

ઇલેક્ટ્રિક વાહનો, મોબાઈલ ફોન, ચાર્જર સસ્તા થશે
ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સોલાર પેનલ, સોલાર, ઇલેક્ટ્રિક વાહનો, મોબાઈલ ફોન, ચાર્જર વગેરે સસ્તા થશે.

મેડિકલ કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત
નાણામંત્રીએ ઘણી દવાઓ અને સ્વાસ્થ્ય સંબંધિત વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવા અથવા દૂર કરવાની જાહેરાત કરી છે. તેનાથી એક્સ-રે મશીન સસ્તું થશે. કેન્સરની દવાઓ પણ સસ્તી થશે.

સરકાર જમીન સુધારા અંગે રાજ્યો સાથે ચર્ચા કરશે
બજેટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર જમીનના વહીવટ, આયોજન અને મકાન પેટા-નિયમોને આવરી લેતા જમીન સુધારણા અંગે રાજ્યો સાથે પરામર્શ કરશે. શહેરી વિસ્તારોમાં જમીનના રેકોર્ડનું ડિજીટાઈઝેશન શહેરી સંસ્થાઓની નાણાકીય સ્થિતિ સુધારવામાં મદદ કરશે.

સિંચાઈ કાર્યક્રમ અને અન્ય સ્ત્રોતો હેઠળ રૂ. 500 કરોડની સહાય
11,500 કરોડના અંદાજિત ખર્ચ સાથેના પ્રોજેક્ટ માટે સરકાર એક્સિલરેટેડ ઇરિગેશન પ્રોગ્રામ અને અન્ય સ્ત્રોતો હેઠળ સહાય પૂરી પાડશે.

પરમાણુ રિએક્ટરના વિકાસ પર ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી
દેશમાં નાના અને મોડ્યુલર પરમાણુ રિએક્ટરના વિકાસ પર નાણાપ્રધાન સીતારમણે કહ્યું, “ભારત નાના રિએક્ટર સ્થાપવા, નાના મોડ્યુલર રિએક્ટરના સંશોધન અને વિકાસ અને પરમાણુ ઊર્જા માટે નવી તકનીકોના સંશોધન અને વિકાસ માટે ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી કરશે.’’

ગયામાં વિષ્ણુપદ અને મહાબોધિ મંદિર કોરિડોર બનાવવામાં આવશે
નાણામંત્રી સીતારમણે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે બિહારના ગયામાં વિષ્ણુપદ અને મહાબોધિ મંદિર કોરિડોર બનાવવામાં આવશે. જ્યારે અવકાશ અર્થતંત્ર માટે 1000 કરોડનું વેન્ચર કેપિટલ ફંડ જાહેર કરાયું હતું. તેમજ નાલંદામાં પ્રવાસનને મદદ કરવામાં આવશે. તેમજ શહેરી આવાસ માટે રૂ. 2.2 લાખ કરોડની કેન્દ્રીય સહાયની દરખાસ્ત કરવામાં આવી છે.

1 કરોડ યુવાઓ માટે ઇન્ટર્નશિપ પ્રોગ્રામની જાહેરાત

નાણામંત્રીના બજેટની ખાસ જાહેરાતો

  • 1 કરોડ પરિવારો માટે PM સૂર્ય ઘર યોજના: ઘરોને 300 યુનિટ સુધી મફત સૌર વીજળી મળે છે. યોજનાનો વધુ પ્રચાર કરવામાં આવશે
  • નેપાળથી આવતા પૂર માટે કંટ્રોલ સિસ્ટમ બનાવવામાં આવશે
  • સરકાર વ્યાજ સબસિડી સ્કીમ લાવશે
  • રાજ્યોને સ્ટેમ્પ ડ્યુટીને મધ્યમ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે
  • 1 કરોડ પરિવારો માટે PM સૂર્ય ઘર યોજના: ઘરોને 300 યુનિટ સુધી મફત સૌર વીજળી મળે છે. યોજનાનો વધુ પ્રચાર કરવામાં આવશે
  • 30 લાખથી વધુ વસ્તી ધરાવતા 14 શહેરો માટે ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ પ્લાન
  • બિહારના ગયામાં ઔદ્યોગિક વિકાસને સમર્થન મળશે
  • બિહારમાં રૂ. 21,400 કરોડનો નવો 2400 મેગાવોટ પાવર પ્લાન્ટ
  • PPP મોડમાં ઔદ્યોગિક કામદારો માટે ભાડાના મકાનો આપવામાં આવશે
  • 1 કરોડ યુવાનો માટે 500 પેઢીઓમાં ઇન્ટર્નશિપ માટેની યોજનાઃઇન્ટર્ન્સ માટે રૂ. 5000/મહિનો

30 લાખથી વધુ વસ્તી ધરાવતા 14 શહેરો માટે ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ પ્લાન
આદિવાસી સમુદાયોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નત ગ્રામ અભિયાન શરૂ કરવામાં આવશે. આ યોજના આદિવાસી બહુલ ગામો અને મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં આદિવાસી પરિવારો માટે સંતૃપ્તિ કવરેજ અપનાવશે. આનાથી 63,000 ગામોને આવરી લેવામાં આવશે, જેમાં 5 કરોડ આદિવાસી લોકોને ફાયદો થશે.

મુદ્રા લોન 10 લાખ રૂપિયાથી વધીને 20 લાખ રૂપિયા
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી હતી કે પીએમ મુદ્રા લોનની રકમને 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સાથે જ સરકાર મહિલાઓ અને બાળકીઓનાઓના ઉત્થાન માટે 3 લાખ કરોડ રૂપિયાની યોજનાઓની જાહેરાત કરાઇ છે. બજેટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર 100 શહેરોમાં રોકાણ માટે તૈયાર ઔદ્યોગિક પાર્કને પ્રોત્સાહન આપશે.

રોજગાર અને કૌશલ્ય માટેની 3 યોજનાઓ

  • પ્રથમ વખત કમાનારાઓ માટે 1 મહિનાનું વેતન
  • EPFO ​​માર્ગદર્શિકા સાથે કર્મચારીઓ અને એમ્પ્લોયરોને પ્રોત્સાહિત કરીને ઉત્પાદનમાં રોજગાર સર્જન
  • વધારાના રોજગારને પ્રોત્સાહન આપીને તમામ ક્ષેત્રોમાં રોજગાર સર્જીને કર્મચારીઓને ટેકો 50 લાખ લોકો

બિહારમાં બે નવા પુલ, 26 હજાર કરોડ રૂપિયાની જાહેરાત
બજેટમાં બિહારમાં બે નવા એક્સપ્રેસ વે બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગંગા નદી પર બે નવા પુલ બનાવવામાં આવશે. બિહારમાં રોડ માટે રૂ. 26 હજાર કરોડનો પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે.

આંધ્રપ્રદેશ માટે વિશેષ પેકેજની જાહેરાત
આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુની મોટી માંગને બજેટમાં ધ્યાનમાં લેવામાં આવી હતી. જેના અંતર્ગત આંધ્રપ્રદેશ માટે વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પુનર્ગઠન સમયે કરેલા તમામ વચનો પૂરા કરવામાં આવશે. આંધ્ર પ્રદેશમાં રોયલ સીમા પ્રકાશમ માટે વિશેષ પેકેજની જાહેરાત કરાઇ છે. તેમજ આંધ્રપ્રદેશની રાજધાનીના વિકાસ માટે સરકાર આ નાણાકીય વર્ષ અને ભવિષ્યના વર્ષોમાં રૂ. 15,000 કરોડની જોગવાઈ કરશે. આ સાથે જ આંધ્રમાં વોટર અને પાવર પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે.

આંધ્રપ્રદેશ અને બિહારને મળ્યા લાભો
નાણા મંત્રી સીતારમણના ભાષણ દરમિયાન જ્યારે તેમણે બિહારમાં હાઇ વે અને નદીઓના બાંધની જાહેર કરી. તેમજ જયારે પીએમ આવાસ યોજનાની જાહેરાત કરી હતી ત્યારે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. આ સાથે જ આંધ્રપ્રદેશમાં પણ કોરીડોર સહિતની અન્ય નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. સીતારમણ રજૂઆત મુજબ પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનો બનાવવામાં આવશે.

પાંચ રાજ્યોમાં જન સમર્થ આધારિત કિસાન ક્રેડિટ કાર્ડ
સીતારમણની રજૂઓત મુજબ, સરકાર કઠોળના ઉત્પાદન, સંગ્રહ અને માર્કેટિંગને મજબૂત બનાવશે. આ સાથે જ ગ્રામીણ અર્થતંત્રનો ઝડપી વિકાસ અને રોજગારીની તકો એ નીતિના ધ્યેયો હશે. તેમજ સરકાર ઝીંગા ઉછેર અને માર્કેટિંગ માટે નાણાં પૂરા પાડશે. જનસમર્થ આધારિત કિસાન ક્રેડિટ કાર્ડ પાંચ રાજ્યોમાં રજૂ કરવામાં આવશે.

રોજગાર સંબંધિત પ્રોત્સાહનો માટેની યોજનાઓ
રોજગાર અને કૌશલ્ય માટે પ્રધાનમંત્રી પેકેજ, રોજગાર સંબંધિત પ્રોત્સાહનો માટે 3 યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.

સ્કીમ A: પ્રથમ ટાઈમર
સ્કીમ B: ઉત્પાદન ક્ષેત્રે રોજગાર સર્જન
સ્કીમ C: નોકરીદાતાઓને સહાય

પાક માટે ઊંચા લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત
બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે ખેડૂતો માટે અમે ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50% માર્જિનનું વચન પૂરું કરીને તમામ મુખ્ય પાકો માટે ઊંચા લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત કરી છે.

સરકારની 9 પ્રાથમિક્તા

  • ખેડૂત
  • રોજગાર
  • સામાજિક ન્યાય
  • ઉત્પાદન અને સેવાઓ
  • શહેરી વિકાસ
  • ઊર્જા સુરક્ષા
  • નવીનતા
  • સંશોધન અને વિકાસ
  • આગામી પેઢીના સુધારા

5 વર્ષમાં 4 કરોડ નવી નોકરીઓની જાહેરાત
નાણા મંત્રીના જણાવ્યા મુજબ રોજગાર, કૌશલ્ય તાલીમ, MSME અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં આવનારા પાંચ વર્ષમાં 4 કરોડ નવા રોજગારો ઉભા કરવામાં આવશે. તેમજ નવા રોજગાર મેળવનાર કેન્ડિડેટ્સને ઓછામાં ઓછું 15000 રૂપિયા અને વાર્ષિક 10 લાખ રૂપિયાથી વધુનું પેકેજ આપવામાં આવશે. આ સાથે જ યુવાઓને 10 લાખથી વધુની એજ્યુકેશન લોન આપવામાં આવશે.

નાણા મંત્રીએ કહ્યું કે સરકાર ઘરેલુ સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે વિદ્યાર્થીઓને નાણાકીય સહાય આપશે. સરકાર દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને લોનની રકમના 3 ટકા વ્યાજ સબવેન્શન સાથે સીધા જ ઈ-વાઉચર્સ આપશે.

યુવાઓ માટેની પાંચ યોજના માટે 2 લાખ રૂપિયા જાહેર
બજેટ 2024માં નાણા મંત્રી નિર્મલા સીતારમણે યુવા માટે રોજગાર, સ્કીલ ડેવલોપમેન્ટ માટે 2 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. જ્યારે નાણા મંત્રીના જણાવ્યા મુજબ આ વર્ષે બજેટમાં મહિલાઓ, મિડલ ક્લાસ, યુવાઓ અને અન્નદાતાઓને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. જેમાં આવરા પાંચ વર્ષ માટે અન્નદાતા યોજનાઓ ચાલુ જ રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત આ નેતાઓ સંસદ ભવન પહોંચ્યા
બજેર રજુ થાય પહેલા વડાપ્રધાન મોદી સહિત રાહુલ ગાંધી, અખિલેશ યાદવ તેમજ સ્પીકર ઓમ બિરલા સંસદ ભવન પહોંચ્યા હતા. દરમિયાન અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર ઉપર નીશાન સાધ્યું હતું તેમજ કહ્યું હતું કે દેશમાં આટલા મોટા પાયા પર બેરોજગારી હોય તો 5 નંબરની અર્થવ્યવસ્થાનો શું ફાયદો? પાછલા 10 વર્ષમાં પણ કોઈ આશા નહતી અને આ વર્ષે પણ કોઈ આશા નથી.

બજેટને મંજૂરી આપવા માટે મોદી કેબિનેટની બેઠક યોજાયી
નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા લોકસભામાં બજેટ રજૂ કરવામાં આવે તે પહેલાં PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાયી હતી. જેમાં કેન્દ્રીય બજેટને મંજૂરી આપવા માટે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે સંસદ ભવનમાં મળેલી મોદી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય બજેટને મંજૂરી આપવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણ ટૂંક સમયમાં જ લોકસભામાં બજેટ રજૂ કરશે.

નાણામંત્રી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા
નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સવારે નાણા મંત્રાલયમાંથી બહાર આવીને પત્રકારોને બજેટ ટેબલેટ સાથેની પ્રથમ તસવીર આપી હતી. આ દરમિયાન નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી અને નાણા વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ તેમની સાથે હાજર હતા. ત્યાર બાદ નાણા મંત્રી રાષ્ટ્રપતિ ને મળ્યા હતા. જ્યાં રાષ્ટ્રપતિએ તેમને દહીંખાંડ ખવડાવ્યા હતા.

નાણામંત્રી નિર્મલા સીતારમણના બોક્સમાંથી દેશ માટે કઇ કઇ રાહત, યોજનાઓ અને સુવિધાઓ બહાર આવશે તે જોવાની તમામ દેશવાસીઓ વાટ જોઇ રહ્યા છે. અગાઉ નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંકેત આપ્યો હતો કે તેઓ દેશના વિકાસ એન્જિનનો એક ભાગ એવા સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ને પ્રોત્સાહન આપવા માટે જરૂરી નિર્ણયો રજૂ કરશે. તેમજ MSMEsને રાહત મળવાને કારણે ખાસ કરીને સંરક્ષણ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ઉત્પાદનમાં વૃદ્ધિની શક્યતા છે.

કેન્દ્રીય બજેટ 2024ની રજૂઆતના એક દિવસ પહેલા એટલે કે ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “આ બજેટ અમૃત કાલનું મહત્વનું બજેટ છે. આ બજેટ આપણી પાંચ વર્ષની યાત્રાની દિશા નક્કી કરશે અને તેનો પાયો પણ નાખશે. 2047માં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા આ બજેટ મહત્વપૂર્ણ સાબિત થશે.

Most Popular

To Top