ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હતી. સાંજે 5 વાગ્યાથી સીઝફાયર લાગું થયું હતું. જોકે પાકિસ્તાને 3 કલાકમાં જ સીઝફાયરનો ભંગ કર્યો છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરના અખનૂર, પૂંછ, નૌશેરા, શ્રીનગર, આરએસપુરા, સાંબા, ઉધમપુરમાં ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. રાજૌરીમાં તોપમારો કરવામાં આવ્યો છે. આ વાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઇ સામાન્ય વ્યક્તિની વાત નથી. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું- આ કેવા પ્રકારનો યુદ્ધવિરામ છે? શ્રીનગરમાં વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે. પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે ભારતે નિયંત્રણ રેખા પર ઘણી જગ્યાએ કોઈપણ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો છે, જેનો પાકિસ્તાન જોરદાર જવાબ આપી રહ્યું છે. PoKના અનેક શહેરોમાં વીજળી ગુલ થઈ જતાં LoC પર ફરી એકવાર પરિસ્થિતિ તંગ બની ગઈ છે. સેનાનું પેટ્રોલિંગ ચાલુ છે.
આ પહેલા સાંજે લગભગ 5:30 વાગ્યે પાકિસ્તાને ભારત સાથે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે સોશિયલ મીડિયા પર લખ્યું- ભારત અને પાકિસ્તાન તાત્કાલિક યુદ્ધવિરામ પર સહમત થયા છે. પાકિસ્તાન હંમેશા તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કર્યા વિના શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે. પાકિસ્તાનનો દાવો છે કે ભારત દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યા પછી નિયંત્રણ રેખા પર પરિસ્થિતિ ફરી તણાવપૂર્ણ બની ગઈ છે.
આવી સ્થિતિમાં, પીઓકેના ઘણા શહેરોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે ભારતે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને કહ્યું છે કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ પેશાવર એરપોર્ટ નજીક એક ભારતીય ડ્રોનને તોડી પાડ્યું છે. રાત્રે 8 વાગ્યાથી, જમ્મુ-કાશ્મીરના અખનૂર, પૂંછ, નૌશેરા, શ્રીનગર, આરએસપુરા, સાંબા, ઉધમપુરમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. રાજૌરીમાં તોપમારો (તોપ અને મોર્ટાર) કરવામાં આવ્યો. ઉધમપુરમાં ડ્રોન હુમલો થયો હતો. ગોળીબાર બાદ જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, પંજાબ અને ગુજરાતના સરહદી જિલ્લાઓમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું- આ કેવા પ્રકારનો યુદ્ધવિરામ છે? શ્રીનગરમાં વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે. યુદ્ધવિરામની જાહેરાત પછી જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન અને પંજાબના સરહદી જિલ્લાઓમાં બ્લેકઆઉટ રદ કરવામાં આવ્યો, પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર બાદ ફરીથી બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. સરહદી જિલ્લાઓમાં વીજળી કાપી નાખવામાં આવી છે.
લોકોને ઘરોમાંથી બહાર ન નીકળવા માટે સલાહ આપવામાં આવી છે. સીઝફાયર વચ્ચે પણ પાકિસ્તાની સેનાના હુમલા ચાલું રહ્યાં છે તેનો સીધો અર્થ એ થાય છે કે, પાકિસ્તાનની સેના ત્યાંની સરકારનું સાંભળતી નથી પરંતુ બહાવલપુરથી જ ત્યાંની સરકાર ચાલે છે. સીઝફાયર એ એક એવા પ્રકારની સમજૂતી છે, જેમાં કોઈ એક ચોક્કસ ક્ષેત્રમાં એક ચોક્કસ સમય માટે તમામ મિલિટ્રી એક્ટિવિટીને નિયંત્રિત કરીને કે ખતમ કરવામાં આવે છે. આને એક તરફી જાહેર પણ કરી શકાય છે, કે પછી સંઘર્ષમાં સામેલ બંને પક્ષો વચ્ચે મધ્યસ્થીથી પણ કરી શકાય છે. ક્યારેક ક્યારેક આ ખૂબ જ ટૂંકી અવધી માટે પણ હોય છે તો ક્યારેક લાંબા સમય સુધી સીઝફાયર સ્થાયી શાંતિ બહાલીનો રસ્તો પણ ખોલે છે.
ઘણા લોકો સીઝફાયર અને યુદ્ધ વિરામને એક જ સમજે છે. પણ હકીકતમાં બંનેએ અલગ અલગ હોય છે. યુદ્ધ વિરામ શબ્દનો પ્રયોગ ક્યારેક ક્યારેક કરવામાં આવે છે, જેનો અર્થ થોડો અલગ થાય છે. યુદ્ધ વિરામ એ એક પ્રકારનો લશ્કરી સમાધાન છે, જેનો પ્રાથમિક ઉદ્દેશ યુદ્ધના પૂરા ક્ષેત્રમાં શત્રુતાને ખત્મ કરીને ચોક્કસ સમય માટે શાંતિ જાળવી રાખવાનો છે. યુદ્ધ વિરામ કે સીઝફાયર બંને દેશની વચ્ચે અસ્થાયી રૂપથી શાંતિ બહાર કરવા જેવો છે, જે લાંબા સમયથી ચાલતા શાંતિ સ્થાપવામાં મદદ કરે છે.
સીઝફાયરની જાહેરાતથી શાંતિ સ્થાપવામાં અને સંઘર્ષમાં સામેલ બંને દેશ વચ્ચે વાતચીતનો માહોલ તૈયાર થાય છે. ઘણી વખત તો બંને દુશ્મન દેશો વચ્ચે વાતચીત અને સમાધાનનો માહોલ તૈયાર કરવા માટે પણ બંને દેશોની સહમતિથી લાગુ કરવામાં આવે છે. અનેક કિસ્સામાં એવું બને છે કે કોઈ ત્રીજા દેશ કે રાજ્યના હસ્તક્ષેપથી સંઘર્ષ વિરામની જાહેરાત કરવામાં આવે છે, જેથી સ્થાયી રૂપે શાંતિ બહાલી માટે વાતચીતનો માહોલ બની શકે. અનેક વખત સીઝફાયર ચાલી રહેલાં યુદ્ધ વચ્ચે ઘાયલ કે બીમાર લોકોને ખસેડવા, આદાન-પ્રદાન કે પરિવહનની અનુમતિ મળી શકે એ માટે પણ લાગુ કરવામાં આવે છે. આ માટે તેને સંપૂર્ણપણે કોઈ સંઘર્ષનો અંત ના માની શકાય. જોકે, છદ્મ યુદ્ધ અને ક્રોસ બોર્ડર ફાયરિંગ જેવી સ્થિતિમાં સીઝફાયર લાંબા સમય સુધી જારી રાખવાનો અર્થ પાછી શાંતિ સ્થાપવાની દિશામાં આગળ વધવું પણ હોઈ શકે છે.