એક તરફ સરકાર દ્વારા વન્ય જીવની રક્ષા માટે અનેક આયોજનો કરવામાં આવે છે ત્યાં નવું વર્ષ શરૂ થાય તે પહેલા જ મધ્યપ્રદેશના બાંધવગઢ નેશનલ પાર્કમાં 3 જ દિવસમાં 9 હાથીના મોત થઈ ગયા છે. આ હાથીઓનો મોત કેવી રીતે થયા તેની ચોક્કસ વિગતો હજુ બહાર આવી નથી. ઝેરી પદાર્થ ખાઈ લેવાને કારણે હાથીઓના મોત થયાની પ્રાથમિક માહિતી બહાર આવી છે પરંતુ આ ઘટનાએ સરકારના દાવાઓની પોલ ખોલી નાખી છે. બાંધવગઢના ટાઈગર રિઝર્વના પટ્ટોર રેન્જના ખતૌલી અને સાલખાણીયા વિસ્તારમાં 13 હાથી ફરતાં હતા પરંતુ મંગળવારે તેમાંથી 4ના મોત થયા હતા.
જ્યારે પાંચની તબિયત ગંભીર જોવા મળી હતી. આ પાંચમાંથી વધુ 4ના પણ મોત થઈ ગયા હતા અને જ્યારે બાકીના એકને જેસીબીથી ઉંચકવામાં આવી રહ્યો હતો ત્યારે તેનું પણ મોત થઈ ગયું હતું. આશરે 200 મીટરના વિસ્તારમાં જ આ હાથીઓ બેભાન દેખાયા હતા અને બાદમાં મોતની ઘટના બહાર આવી હતી. હાથીઓના આ મોતની ઘટના પાછળ તેમનો શિકાર કરવાની શિકારીઓની મેલી મુરાદ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
જ્યારે સ્થળ પર તપાસ કરવામાં આવી ત્યારે સાલખાણિયા ગામમાં કોદરીના ખેતરમાં હાથીઓની મૂવમેન્ટ જોવા મળી હતી. 13 હાથીનું ટોળું એક ખેડૂતના ખેતરમાં પહોંચી ગયું હતું. આ ખેતરમાં કોદરીનો પાક ઉગાડવામાં આવ્યો હતો, જેમાંથી કેટલીક કાપણી થઈ ગઈ હતી અને સૂકવવા માટે ખેતરમાં પડી હતી. કેટલાક ભાગમાં લીલી કોદરી હતી, ત્યાં હાથીઓની અવરજવર જોવા મળી હતી. ખેતરમાં હાથીઓ ઘૂસવાને કારણે તેમની લાકડાની વાડ તૂટી ગઈ હતી.
ખેતરોની અંદર પણ હાથીઓના ખાવા અને ચાલવાને કારણે કોદરીના છોડ નાશ અને દબાયેલા જોવા મળ્યા હતા. બાકીનો સૂકો પાક જમીન પર જેમ તેમ પડેલો હતો. પ્રાથમિક રીતે 8 ડોકટરોની ટીમ દ્વારા મૃત હાથીઓનું પીએમ કરવામાં આવ્યું ત્યારે એવું જાણવા મળ્યું કે હાથીઓને ઝેરી ખુરાની અથવા તો કોડો કુટકી જેવા ફળો સાથે ઝેર આપવામાં આવ્યું હતું.
ઘટના પછી ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળ અને એની આસપાસના કેટલાક કિલોમીટરની અંદર તપાસ કરી. આજુબાજુનાં જળાશયોમાં પણ તપાસ કરી. પરંતુ તેમાં કોઈ જ ઝેરી પદાર્થ મળ્યો નહોતો. યુરિયાના વપરાશના સંકેતો પણ મળ્યા નથી. હાથીઓના મોંમાંથી ફીણ કે યુરિયાની કોઈ ગંધ આવતી ન હતી. હાલમાં તો હાથીઓનું પોસ્ટમોર્ટમ કરીને તેમને દફનાવી દેવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતા પારખીને કેન્દ્ર સરકારે તાત્કાલિક તપાસના આદેશો કર્યા. ભોપાલ એસટીએફ ઉપરાંત વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરોએ પણ પોતાની એસઆઈટીની રચના કરી છે. ટીમો દ્વારા ખેતરો અને ઘરોની તલાશી લેવાની સાથે સાથે 5 કિ.મી.ની ત્રિજ્યામાં શિકાર અને ઝેર સહિતના વિવિધ સ્થળોએ પણ તપાસ કરી પરંતુ હજુ સુધી કશું ચોક્કસ જાણવા મળ્યું નથી.
કહેવત છે કે, જીવતો હાથી લાખનો અને મર્યો હાથી સવા લાખનો. આ કારણે જ હાથીઓનો શિકાર કરવા માટે શિકારીઓ તત્પર રહે છે. જંગલોમાં તંત્રને ઉંઘતું રાખીને શિકારીઓ દ્વારા જંગલી પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે. આ જ કારણે હાથીનો પણ શિકાર કરવામાં આવ્યો હોવાની સંભાવના છે. હાથીઓને ઝેર આપીને મારી નાખવાથી શિકારીઓ પર શંકા પણ જતી નથી. કેન્દ્ર સરકારે હાલમાં ગંભીરતા બતાવી છે પરંતુ ઉહાપોહ નહીં થાય તે માટેની આ ગંભીરતા નહીં હોય તે ખૂબ જ જરૂરી છે. જંગલોની સાથે જંગલમાં રહેતા પ્રાણીઓને પણ બચાવવાની ફરજ સરકારની છે અને હાલના તબક્કે તો સરકાર પોતાની આ ફરજમાં ઉણી ઉતરી છે ત્યારે પીએમ રિપોર્ટમાં જે કંઈપણ આવે, હાલમાં તો આપણે 9 હાથી ગુમાવવાનો વારો આવ્યો છે તે નક્કી છે.