અમેરિકામાં ખાલિસ્તાની અલગાવવાદી નેતા Gurpatwant Singh Pannunની હત્યાના કાવતરાને લઈને મોટો ખુલાસો થયો છે.ભારતીય નાગરિક Nikhil Guptaએ અમેરિકાની કોર્ટમાં ગંભીર આરોપો હેઠળ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે.United States Department of Justice દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર,54 વર્ષીય ગુપ્તાએ ‘મર્ડર-ફોર-હાયર’, હત્યાની સાજિશ અને મની લોન્ડરિંગ જેવી ગંભીર ધારાઓ સ્વીકારી છે. આ મામલો 2023 દરમિયાન ન્યૂયોર્કમાં પન્નુની હત્યાનું કાવતરું રચાયું હોવાનો છે.મેનહેટનની ફેડરલ કોર્ટમાં જજ Sarah Netburn સમક્ષ ગુપ્તાએ ગુનો કબૂલ કર્યો.અંતિમ સજા 29 મે 2026ના રોજ જજ Victor Marrero દ્વારા સંભળાવવામાં આવશે.
પ્રોસિક્યુશન મુજબ, ગુપ્તાએ ભારત સહિત અન્ય દેશોમાં રહેલા સાથીદારો સાથે મળી આ કાવતરું રચ્યું હતું. સહ આરોપી તરીકે Vikas Yadavનું નામ સામે આવ્યું છે. અહેવાલોમાં જણાવાયું છે કે તે ભારત સરકારના કેબિનેટ સચિવાલય સાથે જોડાયેલા હતા,જ્યાં Research and Analysis Wing (RAW) કાર્ય કરે છે.અમેરિકી અધિકારી ઓના જણાવ્યા મુજબ,ગુપ્તાએ ઇલેક્ટ્રોનિક સંદેશાઓમાં પોતાને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અને હથિયાર તસ્કર તરીકે ઓળખાવ્યો હતો અને આ નેટવર્ક મારફતે કાવતરું રચાયું હતું.આ સમગ્ર મામલો હવે માત્ર કોર્ટરૂમ પૂરતો સીમિત નથી રહ્યો.આંતરરાષ્ટ્રીય રાજકીય મંચ પર પણ તેની ચર્ચા જોર પકડી રહી છે. ખાસ કરીને ભારત-અમેરિકા સંબંધો પર તેની સંભાવિત અસર અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.હવે તમામની નજર 29 મે 2026ના રોજ આવનારી અંતિમ સજાના ચુકાદા પર ટકેલી છે.