અમેરિકાના નવા પ્રમુખે, હમણાં સુધી જે આંતરરાષ્ટ્રીય સંબંધોનો ક્રમ ચાલ્યો આવતો હતો, તેમાં ફાચર મારી છે. એ વર્લ્ડ ઓર્ડરને નવું સ્વરૂપ આપવા મથી રહ્યા છે, જેમાં અમેરિકાના સ્વાભાવિક બની ગયેલા, મુખ્યત્વે ગોરી પ્રજાના પશ્ચિમી દેશો સાથેના સંબંધોના ભોગે ટ્રમ્પ રશિયા અને ચીનની વધુ નજીક જવાના પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ ચીન અને રશિયાને પોતાના બનાવવાનું ટ્રમ્પ માટે એટલું આસાન નથી. એ બંને દેશોને ટ્રમ્પનું આ ફલટિંગ ગંભીર જણાતું નથી. બંને ટ્રમ્પની નવી નીતિને શંકાથી જોઇ રહ્યા છે. ખાસ કરીને ચીન ડોનાલ્ડ ટ્રમ્પ ચાર વરસ પ્રમુખપદે ટકશે, જયારે વિદેશ નીતિ અને દેશો વચ્ચેના સંબંધો લાંબા સમયગાળાનો વિષય છે. ખૂબ જૂની ઠંડી પ્રછન્ન દુશ્મનીના મોડમાંથી દોસ્તીના મૂડમાં આવવાનું મુશ્કેલ છે છતાં ટ્રમ્પ પ્રયત્નો કરી રહ્યા છે. તેનો શી ઝિનપિંગ ધારે તો ફાયદો ઉઠાવી શકે તેમ છે, તે સામે શી ઝિનપિંગના ચીનને કેટલીક શંકાઓ પણ છે. નવા સંબંધ જોખમરૂપ પણ નિવડી શકે છે.
અમેરિકાની ચીન અને રશિયા સાથેના સંબંધો સુધારવાની ઇચ્છાને આવકાર ત્યારે મળ્યો જયારે યુનાઇટેડ નેશન્સની સિકયોરિટી કાઉન્સીલમાં અમેરિકાએ તાજેતરમાં રજૂ કરેલા ઠરાવને બંને દેશોએ સમર્થન આપ્યું. યુક્રેન-રશિયા વચ્ચેના યુધ્ધનો તત્કાળ અંત આણવાની દરખાસ્તનો તે ઠરાવ હતો અને તેમાં યુધ્ધ શરૂ કરવાનો આક્ષેપ રશિયા પર મૂકવામાં આવ્યો ન હતો. આ કારણથી રશિયા અને ચીન બંનેએ એ ઠરાવને સમર્થન આપ્યું. આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં આ એક સારી બાબત એટલા માટે ગણાય કે આખરે કોઇકને દોષિત સાબિત કરવાને બદલે શાંતિને મહત્ત્વનો ઉદે્શ ગણવામાં આવ્યો. જો રશિયાને ગુનેગાર ગણાવવામાં આવ્યું હોત તો શાંતિની દિશામાં પ્રગતિ સંભવી ન શકે. જો કે આ મુદ્દાને ફ્રાન્સ અને યુકે તત્કાળ મહત્ત્વ આપવા માગતા ન હતા અને ઠરાવને મોડો રજૂ કરવા માગતા હતા. તે કારણથી આ બંને દેશો મતદાનથી દૂર રહ્યા હતા.
આ ઠરાવ પરની સહમતીમાંથી એક તારણ એ મળે છે કે વેપાર અને એકસાઇઝના મુદ્દા પર પ્રમુખ ટ્રમ્પ વાટાઘાટો કરવા માગે છે અને તે માટે તૈયાર છે. શકય છે કે અગાઉ તાઇવાનના મુદ્દા પર અમેરિકા નિર્લિપ્ત હતું અને મૌન રહીને ચીનને સમર્થન આપતું હતું. એ નીતિ અમેરિકાએ હમણાંનાં વરસોમાં ત્યજી દીધી હતી અને તાઇવાનની સ્વતંત્રતાની તરફેણમાં અમેરિકા ખડું રહી ગયું હતું. શકય છે કે ચીન સાથેની મંત્રણામાં અમેરિકા સ્વતંત્ર તાઇવાનનો મુદ્દો ફરીથી નેવે મૂકે અને વેપાર વાણિજય સંબંધમાં નવા કરારો થાય. પરંતુ ચીની રાજકીય નિષ્ણાતો અને વિશ્લેષકોનું કહેવું છે કે અમેરિકા દ્વારા ચીન અને રશિયાના સંબંધોમાં તિરાડ પાડવા માટેનું આ એક કારસ્તાન છે.
પેકિંગ યુનિવર્સિટીની ‘ઇન્સ્ટિટયૂટ ફોર ગ્લોબલ કો.ઓપરેશન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ’ના એકિઝકયુટિવ ડિરેકટર વાંગ દોંગ કહે છે કે ‘આપણે હવે નવી દુનિયામાં પ્રવેશી રહ્યાં છીએ. ટ્રમ્પની બીજી મુદત શરૂ થવાની સાથે આ લિબરલ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા તૂટી રહી છે.’ પણ વાંગ દોંગને પૂછવા માટે અહીં મહત્ત્વનો પ્રશ્ન એ રહે છે કે જયાં યુધ્ધ ચાલુ રહે તેને લિબરલ વ્યવસ્થા ગણવી કે યુધ્ધો શરૂ રહે તેને? શું ચીનને આર્થિક નુકસાન પહોંચે તો લિબરલ વ્યવસ્થા તૂટી ગઇ તેમ માનવાનું? જો કે ટ્રમ્પ પણ અમીર અમેરિકાને વધુ ને વધુ અમીર બનાવવા માંગે છે અને તે હેતુ સાધવા માટે લિબરલ ઓર્ડરની એ પરવા કરવાના નથી. આમેય દુનિયામાં કયારે લિબરલ ઓર્ડર હતો? દરેક દેશોને પોતપોતાનાં હિતો વહાલાં હોય.
મલેશિયાના એક પૂર્વ પ્રમુખે કહ્યું હતું, ‘શત્રુતા કે મિત્રતા કાયમી હોતાં નથી, પોતાનાં હિતો કાયમી હોય છે.’ ચીનને લાગે છે કે બે ધ્રુવીય વિશ્વને બદલે અનેક ધ્રુવીય વિશ્વમાં અમેરિકા નબળું પડી રહ્યું છે અને ચીન મજબૂત બની રહ્યું છે. ચીનના સરકારી મિડિયામાં નિષ્ણાતો કહી રહ્યા છે કે યુક્રેન-રશિયા વચ્ચેના યુધ્ધનો અંત આણવાના અમેરિકી પ્રયત્નો એ હકીકતની ચાડી ખાય છે કે, ‘પશ્ચિમના દેશો નબળા પડયા છે અને રશિયન પ્રમુખ વ્લાદીમીર પુતીને બળનો ઉપયોગ કર્યો તેથી રશિયાને શિરપાવ મળી રહ્યો છે.’
આ ઠરાવ પસાર થયો તેથી અમેરિકાના સાથી દેશો તેમ જ નાટો દેશોમાં અમેરિકાની મિત્રતા અને અમેરિકા તરફથી મળતા સપોર્ટ બાબતમાં શંકાઓ પેદા થઇ છે. વિદેશી રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ નવી સ્થિતિને પ્રતાપે ચીનના શી ઝિનપિંગને છૂટો દોર અથવા મરજી મુજબ વર્તવાની છૂટ મળશે. તાઇવાન પર ચીનના સાર્વભૌમત્વનો દાવો શી ઝિનપિંગ હવે વધુ મજબૂતાઇથી કરી શકશે. તે સામે ચીની વિશ્લેષકો કહે છે કે રશિયા સાથે દોસ્તી કરવાની અમેરિકાના પ્રયત્નો, રશિયા સાથે મળીને ચીનને કાબૂમાં અને દબાણમાં રાખવા માટેનું એક નાટક હોઇ શકે. રશિયાને મિત્ર બનાવ્યા બાદ અમેરિકાએ માત્ર ચીનને કાબૂમાં રાખવા પર જ ધ્યાન આપવાનું રહે, માત્ર એક જ મોરચે લડવાનું રહે. પુતીન પણ અમેરિકા તરફ ખેંચાઇ રહ્યા છે. યુધ્ધ શરૂ થયા બાદ મેકડોનાલ્ડસ, સહિત લગભગ તમામ અમેરિકન કંપનીઓએ રશિયામાંથી ધંધા સમેટી લીધા હતા. તાજા ખબર પ્રમાણે પુતીને એ તમામ કંપનીઓને રશિયામાં આવી નવેસરથી બિઝનેસ શરૂ કરવાનું જાહેર આમંત્રણ પાઠવ્યું છે.
ચીની નેતાઓ એમના અનુભવના આધારે કહે છે કે રશિયા-અમેરિકા વચ્ચેના શીત યુધ્ધનાં વરસોમાં રશિયાને આગળ વધતું અટકાવવા માટે અમેરિકાએ ચીન સાથે દોસ્તી વધારી હતી અને પ્રમુખ રિચર્ડના સમયમાં આ વ્યૂહની શરૂઆત થઇ હતી. એ દિવસોમાં રશિયાને અમેરિકા અને ચીનના કોમન હરીફ તરીકે ગણાવવામાં આવ્યું હતું. હવે આ જ રીતભાતનો ઉપયોગ અમેરિકા રશિયા સાથેના સંબંધો સુધારીને ચીનને આગળ વધતું અટકાવવા માટે કરી રહ્યું છે. ચીની નેતાઓ અને વિશ્લેષકોની આ ચિંતા છે.
અમેરિકા સાથે સંબંધો સામાન્ય બને તો, રશિયા પરનાં આર્થિક નિયંત્રણો દૂર થશે. રશિયાએ હાલમાં આર્થિક સંબંધો માટે માત્ર ચીન પર (અને થોડો ઘણો ભારત પર) આધાર રાખવો પડે છે તે સ્થિતિ દૂર થશે, જે રશિયનોને પણ પસંદ પડશે. એક સર્વેક્ષણ મુજબ બહુમતી રશિયન પ્રજા ઇચ્છે છે કે યુક્રેન સાથેનું યુધ્ધ બંધ થાય. યુધ્ધ શરૂ થયું તે અગાઉ રશિયાનો સૌથી વધુ વેપાર યુરોપના દેશો સાથે થયો હતો. પરંતુ ગયા વરસે રશિયાનો ચીન સાથેનો વેપાર 245 અબજ ડોલરનો થયો હતો. યુક્રેન પર આક્રમણ કર્યું તે અગાઉના પૂરા એક વરસમાં રશિયાનો યુરોપીઅન યુનિયનના દેશો સાથે 270 અબજ ડોલરનો વેપાર થયો હતો. ચીન સાથે રશિયાએ વેપાર વધારવો પડયો તે રશિયાની મજબૂરી હતી. માત્ર ચીન પર કે અમુક ગણ્યાગાંઠયા દેશો પર વેપારવણજનો આધાર ન રાખવો પડે તે રશિયાના પોતાનાં હિતમાં હશે.
નિષ્ણાતો કહે છે કે અમેરિકા રશિયા સાથેના સંબંધો સુધારવા માટે યુક્રેનનો અમુક હિસ્સો રશિયાને શરણે ધરી દે અને પછી રશિયા પાસેથી આગ્રહ રાખશે કે ચીન સાથેનાં સંબંધો તોડી નાંખે, તો તે અમેરિકાની એક ભ્રમણા હશે. ચીન અને રશિયાને હાલનાં વરસોમાં જુદાં પાડી શકાશે નહીં. પુતીન અને શી ઝિનપિંગ ખાસ મિત્રો છે અને રોજ ટેલિફોન પર વાતચીત કરે છે. અગત્યની વાત એ છે અમેરિકામાં ટ્રમ્પનું શાસન માત્ર ચાર વરસ ચાલવાનું છે. તે કારણથી પણ અમુક દેશો ચાર વરસની રાહ જોશે, પણ ટ્રમ્પ માને છે એટલી હદે નમતું જોખશે નહીં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.