બ્રહ્મોસનો ઓર્ડર ભારતના શસ્ત્રોના વેચાણ માટે નવી દિશા ખોલશે

ભારતને શુક્રવારે બ્રહ્મોસ મિસાઈલ માટે પ્રથમ નિકાસ ઓર્ડર મળ્યો હતો, ફિલીપાઈન્સના સંરક્ષણ મંત્રાલયે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ સાથે 374 મિલિયન ડોલરનો કરાર કર્યો હતો, એમ સૈન્ય અધિકારીઓએ કહ્યું હતું. જો કે તેમણે મિસાઈલની સંખ્યા જણાવી ન હતી. ભારત-રશિયાનું સંયુક્ત ઉપક્રમ બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ (બીએપીએલ) સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનું ઉત્પાદન કરે છે જેને સબમરીન, જાહજ, વિમાન અથવા જમીન પરથી છોડી શકાય છે. ફિલીપાઈન્સ નૌકાદળને કાંઠા આધારીત જહાજ રોધી બ્રહ્મોસ મિસાઈલ આપવા માટે 374 મિલિયન ડોલરનો કરાર કરાયો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું, ‘ફિલીપાઈન્સને કાંઠા આધારિત જહાજ રોધી મિસાઈલ પદ્ધતિના પુરવઠા માટે 28 જાન્યુઆરી, 2022ના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ નેશનલ ડિફેન્સ ઓફ ધ રિપબ્લીક ઓફ ફિલીપાઈન્સ સાથે બીએપીએલએ કરાર સહી કર્યો હતો.’

વધુ પદ્ધતિઓ વિકસિત કરાઈ છે જેનો નિકાસ કરી શકાય છે.’ તો બીજી તરફ ભારતના તેજસ અને જેએફ-17ની સરખામણી કરીએ તો. તેજસ સંપૂર્ણ સ્વદેશી વિમાન છે. જેનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આપ્યું હતુ. તો પાકિસ્તાન પાસે જે યુદ્ધ વિમાન છે તે ચીન પાસેથી ખરીદવામાં આવ્યા છે. તેજસ રફાલની જેમ સિંગલ સીટર વિમાન છે. જ્યારે ટ્રેની વિમાનમાં બે સીટ છે. જ્યારે જેએફ-17માં સિંગલ અને બે સીટનો સમાવેશ થાય છે. તેજસ હવાથી હવા અને હવાથી જમીન પર મિસાઈલ છોડવામાં સક્ષમ છે. તેજસમાં એન્ટીશિપ મિસાઈલ, બોમ્બ અને રોકેટ પણ લગાવી શકાય છે. તેજસ એક વખતમાં 54 હજાર ફૂટની ઉંચાઈ પર ઉડાન ભરી શકે છે. જેમા ઈઝરાયનું મલ્ટી મોડ રડાર સિસ્ટમ ગોઠવવામાં આવી છે. જે દુશ્મનની આંખમાં આસાનીથી ધૂળ નાખી શકે છે. તેજસ 2 હજાર 222 કિલીમીટરની સ્પીડે ઉડાન ભરી શકે છે. ટેન્કની શ્રેણીની વાત કરીએ તો અર્જુન ટેન્ક વજ્ર ટેન્ક ગન દ્વારા 47 કિલોના ગોળાને 50 કિમી દૂર સુધી ફાયર કરી શકાશે. ગોળાને લક્ષ્યથી 10 મીટર સુધી વાળી શકાશે. 50 ટન વજનની એક ટેન્ક 70 કિમીની સ્પીડે ગતિ કરી શકે છે.

દક્ષિણ કોરીયા સાથે એલ એન્ડ ટીએ આ ગનનો પ્રોગામ ડિઝાઇન કર્યો છે. વજ્ર ટેન્કમાં કુલ 13 હજાર પાર્ટસ છે. જેને L&Tની 5 પ્લાન્ટ્સ સહિત કુલ 400 એસએમઇ કંપનીઓ તૈયાર કરે છે. એલ એન્ડ ટીના કુલ 9 પ્લાન્ટ છે છતાં 4500 કરોડના હાન્વ્યા ટેકનોલોજી સાથે થયેલા કરાર આધારિત 100 ટેન્ક બનાવવા પ્રાઇવેટ સેક્ટરમાં પ્રથમ આર્મડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરાયું છે. આ કોમ્પ્લેક્સમાં 13 હજાર પાર્ટસ અને સ્ટીલની પ્લેટ્સ એક છેડેથી અંદર આવે છે અને બીજા છેડેથી એસેમ્બલ થઇને કોમ્પ્લેક્સની બહાર નીકળે છે. અત્રે ઉલ્લેખનીય છે ઇસરો આ ક્ષેત્રમાં વર્ષોથી આગળ છે અને જુદા જુદા દેશના સેટેલાઇટ તરતા મૂકવા માટે ઇસરોને મોટા ઓર્ડર મળે છે. અત્યાર સુધી સંરક્ષણ સોદામાં ભારતનું નામ માત્ર ખરીદનાર દેશ તરીકે જ આવતું હતું જ્યારે હવે વેચનાર દેશ તરીકે આવ્યું છે. જો આ રીતે જ દેશમાં ઉત્પાદિત થયેલા શસ્ત્રો અન્ય દેશોને વેચવામાં આવશે તો ભારત માટે તે આવકનો શ્રેષ્ઠ સ્ત્રોત સાબિત થઇ શકશે.

Most Popular

To Top