National

યુક્રેન યુદ્ધમાં મૃત્યુ પામેલા નવીનનો મૃતદેહ ભારત આવ્યો, દીકરાને જોઈ પિતાની થઇ આવી હાલત

બેંગલુર: યુક્રેનના ખાર્કિવમાં ગોળીબારમાં માર્યા ગયેલા નવીન શેખરપ્પા જ્ઞાનગૌદરનો મૃતદેહ સોમવારે વહેલી સવારે 3 વાગ્યે બેંગલુરુ પહોંચ્યો હતો. પુત્રના મૃતદેહને જોઈને પિતા શંકરપ્પા કોફિન પકડીને રડી પડ્યા હતા. કર્ણાટકનાં સીએમ બસવરાજ બોમાઈએ બેંગલુરુ એરપોર્ટ પર નવીન શેખરપ્પાના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી હતી.

યુક્રેનમાં ફાટી નીકળેલા ભીષણ યુદ્ધમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પા ગ્યાંગૌદરમનો મૃતદેહ આજે ભારત લાવવામાં આવ્યો હતો. નવીનના પાર્થિવ દેહને લઈ જતું વિમાન સવારે 3 વાગ્યે બેંગલુરુ એરપોર્ટ પર ઉતર્યું હતું, જ્યાં કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ નવીન શેખરપ્પાને શ્રદ્ધાંજલિ આપવા બેંગલુરુ એરપોર્ટ પર પહોંચ્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. મૃતદેહને ભારત પરત લાવવા માટે સંબંધીઓ સતત પ્રયાસ કરી રહ્યા હતા. આખરે આજે ૨૧ દિવસ બાદ મૃતદેહ ભારત આવ્યો. પરિવારના સભ્યોએ એરપોર્ટ પર મૃતકોને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યારબાદ મુખ્યમંત્રી બોમાઈએ મૃતદેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પૂજા બાદ મૃતદેહને દર્શન માટે રાખવામાં આવશે : પિતા
ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાના પિતાએ બેંગ્લોર એરપોર્ટ પર મીડિયાને કહ્યું, “સૌપ્રથમ પૂજા થશે, પછી મૃતદેહને દર્શન માટે રાખવામાં આવશે અને સાંજે તેના પાર્થિવ દેહને એસએસ હોસ્પિટલ દાવણગેરેમાં દાન કરવામાં આવશે.” નાનપણથી જ ડોક્ટર બનીને સમાજની સેવા કરવાનો તેનો ઈરાદો હતો પણ તેને અહીં મેડિકલ સીટ ન મળી શકી, પછી તેને યુક્રેન મોકલવો પડ્યો, તે ડોક્ટર બનવાનું સપનું તો પૂરું ન કરી શક્યો, પણ કમ સે કમ તેની પાસેથી કંઈક શરીર શીખવા માટે બાળકો આગળ આવી રહ્યા છે.તેથી અમે તેના શરીરનું દાન કરવાનો નિર્ણય લીધો છે.

ભોજન લેવા જતા મોત મળ્યું
નવીન ચલણ બદલાવવા અને ભોજન લાવવા બંકરમાંથી બહાર નીકળ્યો હતો ત્યારે તે બોંબમારાની ચપેટમાં આવી ગયો હતો જેમાં તેનું તાત્કાલિક મૃત્યુ થયું હતું. આ હુમલાના તુરંત બાદ યુક્રેનની એક મહિલાએ નવીનનો ફોન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ ફોનના માલિકનું મૃત્યુ થયું છે. નવીન ગવર્નરના ઘરની પાસે રહેતો હતો અને ભોજન માટે લાઈનમાં ઊભો હતો તે સમયે ગવર્નરના નિવાસ સ્થાન પર બોંબમારો થયો હતો જેમાં તેનું મૃત્યુ થયું હતું.

દીકરાના મોત બાદ પિતાનો આક્રોશ
રશિયન હવાઈ હુમલામાં યુક્રેનમાં જીવ ગુમાવનાર ભારતીય મેડિકલ સ્ટુડન્ટ નવીન શેખરપ્પાના પિતાએ પોતાની આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેઓએ દર્દ સાથે ગુસ્સામાં આવી આરોપ લગાવ્યો કે સારા માર્કસ હોવા છતાં તે રાજ્યમાં એક પણ મેડિકલ સીટ મળી નહિ. નવીનના પિતાએ કહ્યું કે અહીં મેડિકલ સીટ માટે કરોડો રૂપિયા ચૂકવવા પડે છે. પીયુસીમાં 97 ટકા માર્ક્સ મેળવ્યા બાદ પણ તેને રાજ્યની કોઈપણ મેડિકલ કોલેજમાં સીટ ન મળી. અંતે તેને યુક્રેનનો અભ્યાસ કરવા મોકલવામાં આવ્યો હતો. તેઓએ મેડિકલ કોલેજના પ્રવેશમાં ચાલી ભ્રષ્ટાચારની તપાસ કરવા પણ વિનંતી કરી હતી.

Most Popular

To Top