National

BMW હિટ એન્ડ રન કેસના આરોપીએ જે પબમાં દારૂ પીધો ત્યાં BMCનું બુલડોર ફર્યું

નવી દિલ્હી: મુંબઈના (Mumbai) બીએમડબલ્યુ વર્લી હિટ એન્ડ રન કેસમાં (BMW hit and run) મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ મોટો નિર્ણય લીધો છે. ત્યારે બુધવારે જુહુમાં જે પબમાં મિહિર શાહ (Mihir Shah) એક્સિડેન્ટ પહેલા ગયો હતો, તે પબ ઉપર બીએમસીએ બુલડોઝર ચલાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ BMCએ બારના ગેરકાયદેસર ભાગને સંપૂર્ણપણે તોડી પાડ્યો છે. તેમજ ઘટના બાદ બારમાં દરોડા પાડવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અકસ્માત કરનાર મિહિર શાહ શિવસેના નેતા રાજેશ શાહના પુત્ર છે. 24 વર્ષીય મિહિરની ગઈકાલે મંગળવારે સાંજે ધરપકડ કરવામાં આવી હતી. અકસ્માત બાદ મિહિર ત્રણ દિવસથી ફરાર હતો. જેના કારણે મિહિરને ટ્રેસ કરવા માટે પોલીસે તેના મિત્રનો ફોન ટ્રેક કર્યો હતો, ત્યારે મિહિરના મિત્રએ મિહિરના ફોન થોડા સમય માટે સ્વિચ ઓન કર્યો હતો. જેના કારણે મિહિરનો ફોન ટ્રેસ થઇ ગયો હતો અને તેની લોકેશનની માહિતી મળતા જ તેની ધરપકડ કરવામાં આવી હતી.

સ્પીડી બીએમ ડબલ્યુ કારે મહિલાનો જીવ લીધો હતો
અસલમાં ઘટના સોમવાર (8 જુલાઈ)ના રોજ બની હતી. જેમાં એક ઝડપી BMW કારે સ્કૂટરને ટક્કર મારી હતી, જેના કારણે એક મહિલાનું મોત થયું હતું. એટલું જ નહીં, કાર મહિલાને લગભગ 2 કિલોમીટર સુધી ઘસડીને લઇ ગઇ હતી. જ્યારે મહિલાની સાથે સ્કૂટર પર સવાર તેણીના પતિને સામાન્ય ઈજા થઈ હતી. ત્યારે ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચારી મચાવી દીધી હતી. તેમજ ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી અને મુંબઇ પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી હતી. પરંતુ ઘટનાનો મુખ્ય આરોપી મિહિર ફરાર થઇ હતો. જેને પકડવા માટે પોલીસે 11 ટીમો તૈયાર કરી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચ પણ સામેલ હતી.

મિહિરને લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે
મિહિર વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (LOC) પણ બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ રવિવારે સવારે મિહિર તેની BMW કાર લઈને બાંદ્રાના કલાનગર ગયો હતો અને કારને પાર્ક કરી હતી. ત્યાંથી તેણે તેના પિતા રાજેશ શાહને ફોન પર અકસ્માતની જાણ કરી હતી. જે બાદ તેણે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.

Most Popular

To Top