National

આરોગ્ય મંત્રાલયનો મોટો નિર્ણય: કોરોનાથી સાજા થયાના ત્રણ મહિના પછી લાગશે રસી

જો તમે કોરોના રસીનો પ્રથમ ડોઝ (CORONA VACCINE FIRST DOSE) લીધો છે અને તમને ચેપ લાગ્યો છે, તો પછી તમારે બીજા ડોઝ માટે ત્રણ મહિના (SECOND DOSE AFTER 3 MONTHS) રાહ જોવી પડશે. આરોગ્ય મંત્રાલય (MINISTRY OF HEALTH)ની નવી માર્ગદર્શિકા મુજબ, જો કોઈ વ્યક્તિને કોરોના ચેપ લાગે છે, તો તેના સ્વસ્થ થયાના ત્રણ મહિના પછી તેને રસીનો બીજો ડોઝ મળશે.

મંત્રાલય વતી કહેવામાં આવ્યું છે કે રસી પ્રશાસનના રાષ્ટ્રીય નિષ્ણાત જૂથની ભલામણનો સ્વીકાર કરવામાં આવ્યો છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વાતચીત બાદ નિર્ણય કરવામાં આવ્યો છે. મંત્રાલયની નવી માર્ગદર્શિકા (NEW GUIDELINES)માં જણાવાયું છે કે, રસી આપ્યાના 14 દિવસ પછી કોઈ વ્યક્તિ રક્તદાન (BLOOD DONATION) કરી શકે છે અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓને રસી લગાડવાની મંજૂરી આપવામાં આવી છે. માર્ગદર્શિકા જણાવે છે કે રસીકરણ પહેલાં રેપિડ એન્ટિજેન ટેસ્ટ (RAPID TEST)ની જરૂર રહેશે નહીં.

ગંભીર બીમારીના ભોગ બનેલા લોકોએ પણ રાહ જોવી પડશે

આરોગ્ય મંત્રાલયની નવી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ગંભીર બીમારીથી પીડાય છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે અને જો તે આઈસીયુમાં છે, તો આવા લોકોને પણ રસી માટે 4 થી 8 અઠવાડિયાની રાહ જોવી પડશે. થોડા દિવસો પહેલા સરકારે કોવિશિલ્ડ રસી વિશે કહ્યું હતું કે આ રસીના બીજા ડોઝમાં 12 થી 16 અઠવાડિયાનો તફાવત હોવો જોઈએ. સરકારે રસીના બે ડોઝ વચ્ચેનો અંતરાલ વધાર્યો અને ત્રણ મહિના કે તેથી વધુ સમયગાળા પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા લોકોને આ રસી આપવામાં આવે તેવી જાહેરાત થઇ હતી.

ભારતમાં રસીની તંગીને લીધે બીજા ડૉઝ માટેનો સમયગાળો લંબાવાયો એવી ચિંતાઓનો જવાબ આપતા નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઈમ્યુનોલોજીના ઇમ્યુનોલોજિસ્ટ રથે કહ્યું કે વેક્સિન ડૉઝિંગ એ સ્થિતિસ્થાપક છે. એક વાર ચાર સપ્તાહ પૂરાં થાય એટલે બીજો ડૉઝ છ મહિના સુધી જ્યારે વ્યવહારૂ હોય ત્યારે લઈ શકાય. જો એક મહિનાની અંદર બીજો ડૉઝ લેવાય તો કોઇ ખાસ બૂસ્ટ મળે નહીં. એટલે પહેલા ડૉઝ કે પછી ખરેખર કોરોના થયાને ચાર અઠવાડિયા થઈ ગયા હોય પછી ગમે ત્યારે બીજો ડૉઝ લઇ શકાય. કોરોના થયો હોય તો પહેલો કે બીજો ડૉઝ ચાર સપ્તાહ પછી જ લેવો.

Most Popular

To Top