ગાંધીનગર : રાજ્યમાં MBBS અભ્યાસક્રમ માટે સરકારી મેડિકલ કોલેજોમાં વાર્ષિક ફી રૂ. ૨૫,૦૦૦ નક્કી કરવામાં આવેલી છે. જ્યારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી સંચાલિત કોલેજોમાં ગવર્નમેન્ટ ક્વોટા માટે રૂ. ૩.૭૫ લાખ, મેનેજમેન્ટ ક્વોટા માટે રૂ. ૧૨ લાખ અને NRI ક્વોટા માટે ૨૫,૦૦૦ અમેરિકન ડોલર અથવા સમકક્ષ ભારતીય ચલણ વાર્ષિક ફી નક્કી છે.
વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં સરકારી તેમજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી સંચાલિત કોલેજોમાં ફીમાં કોઈ વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી. ફી નક્કી કરવાની પ્રક્રિયા ગુજરાત પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશન કોલેજીઝ ઓર ઇન્સ્ટિટ્યુશન્સ (રેગ્યુલેશન ઓફ એડમિશન એન્ડ ફી ફિક્સેશન) એક્ટ-૨૦૦૭ની જોગવાઈ મુજબ ફી રેગ્યુલેશન કમિટી દ્વારા દર ત્રણ વર્ષે નક્કી કરવામાં આવે છે.