સુરત (SURAT)) શહેરમાં બળાત્કારની ઘટનામાં બદનામ થયેલ ડુમસ (DUMAS) વિસ્તારમાં ફરી એક માસૂમના જીવન સાથે રમત થઇ છે. જેમાં 20 વર્ષના નરાધમે 11 વર્ષની કિશોરીની એકલતાનો લાભ ઉઠાવ્યો તો હતો અને તેનું મોઢું દબાવી એક રૂમમાં ખેંચી જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
સુરતના ડુમસ પોલીસ (POLICE) મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસ શક્રિય થઇ ગઈ હતી. હિંમત કરીને ભોગ બનનાર માસુમની માતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના જ પાડોશમાં રહેતો વિમલેશે તેની 11 વર્ષની કિશોરી પર બળજબરી (FORCEFULLY) કરી દુષ્કર્મ આચર્યું છે. એટલું જ નહીં પણ સાથે ધમકી પણ આપી છે કે જો કોઈને વાત કહેશે તો તેના માતા પિતાને જાનથી મારી નાખશે. જો કે ફરિયાદના આધારે ડુમસ પોલીસએ ગુનો નોંધી નરાધમ વિમલેશની ગણતરીના કલાકોમાં ધરપકડ (ARREST) કરી લીધી હતી.
ડુમસ પોલીસના જણાવ્યા મુજબ માતાની ફરિયાદની હકીકતના આધારે તેમની જ કોલોનીમાં રહેતો 20 વર્ષીય વિમલેશ એક દુકાન ચલાવે છે ત્યારે 11 વર્ષીય કિશોરી રાત્રી દરમિયાન દુકાન પર ગઈ હતી. જો કે વિમલેશે કિશોરીની એકલતાનો લાભ લઈ તેનું મોઢું દબાવી તેને એક રૂમમાં ખેંચીને લઇ ગયો હતો. બાદમાં તેના દુષ્કર્મનો ભોગ બનવા પહેલા કિશોરી ભાગી ન જાય તે માટે એક દોરડી વડે તેના હાથ બાંધી દીધા હતા..
હાથ બાંધ્યા બાદ બેરહેમીપૂર્વક નરાધમે તેની સાથે દુષ્કર્મ (Rape) આચરી માસૂમનું કૌમાર્ય તો તોડી નાખ્યું પણ જો આ વાત કોઈ ને કહેશે તો તેના માતા પિતાને જાનથી મારી નાખશે તેવી તેને ધમકી પણ આપી હતી, અને તેવું કેહી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસ સૂત્રો મુજબ કિશોરી હેમખેમ બાંધેલા હાથને છોડાવી પોતાના ઘરે પહોંચી ગઈ હતી. કિશોરીને આવવામાં મોડું થતાં તેની માતાએ તેની પુચ્છા કરી પરંતુ ગભરાયેલી કિશોરીએ માતાને કંઈ પણ કેહવા વગર સુઈ ગઈ હતી.બીજા દિવસે માતાએ તેને હિબકેલી હાલતમાં જોઈ તેને શાંતીથી પૂછતાં સમગ્ર હકીકત જણાવી હતી. જે જાણીને માતાના પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી. માતાએ કિશોરીના પિતાને પણ સમગ્ર હકીકત જણાવતા માતા પિતા અને સ્થાનિકોએ ડુમસ પોલીસ મથકમાં નરાધમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.
ઘટનાની જાણ થતા પોલીસ તુરંત શક્રિય થઇ ગઈ હતી, અને નરાધમ વિમલેશની ગણતરીના કલાકમાં ધરપકડ કરી લીધી હતી. નોંધનીય છે કે વિમલેશ અગાઉ પણ અન્ય એક કિશોરી સાથે છેડતી કરી ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે, જો કે લોકોએ તેને માત્ર ઠપકો આપી છોડી મુક્યો હતો.