સુરત(Surat): કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ (Textile) કમિશનર દ્વારા નવી ટેક્સટાઇલ પોલિસી (Textile Policy) તૈયાર કરતાં પહેલાં પ્રોજેક્ટેડ (Projected) ડેટા કલેક્શન (Data Collection) માટે બેઠકો યોજવાનું શરૂ કર્યું છે.
આજે ફિઆસ્વી અને ચેમ્બર ઓફ કોમર્સ સાથે ટેક્સટાઇલ કમિશનર કચેરીના અધિકારીઓ દ્વારા ઓનલાઇન (Online) બેઠક યોજી 2027માં પાવરલૂમ (Powerlooms) ઉદ્યોગની સ્થિતિ કેવી હશે, તેની માહિતી મેળવવા સરકારે અપગ્રેડેશનને લાગતાં પ્રોજેક્ટેડ ડેટાની માંગ કરી હતી. ચેમ્બર અને ફિઆસ્વી સહિત સંગઠનોએ સુરતમાં આગામી 5 વર્ષમાં 2.64 લાખ લૂમ્સ નવા ઉમેરાવાનો અંદાજ રજૂ કર્યો હતો. સુરતમાં અત્યારે 6.15 લાખ શટલ લૂમ્સ છે. એમાં આગામી 5 વર્ષમાં 1 લાખ નવા લૂમ્સ ઉમેરાશે. 60,000 વોટરજેટ યુનિટ છે એમાં 1,20,000 યુનિટ નવા ઉમેરાશે. અત્યારે 15,000 રેપિયર મશીન છે તે સંખ્યા 2027માં 60,000 થઇ શકે છે. હાલના 1000 એરજેટની સંખ્યા 2027માં વધીને 6,000 થઈ શકે છે.
દેશના ટેક્સટાઇલ સેક્ટરમાં સરકારને 2022માં 32,000 કરોડની આવક જીએસટી થકી થઈ રહી છે આ આવક 2027માં ટેકનોલોજી અપગ્રેડેશન થકી 79,626 કરોડ થઈ શકે છે.પાવર લૂમ્સ સેક્ટરમાં 2027 સુધીમાં સુરતના વિવિંગ ઉદ્યોગની ટર્ન ઓવર પ્રોજેક્ટેડ સેલ્સ વેલ્યુ 1,41,428 કરોડ થઈ શકે છે. ચેમ્બર ઓફ કોમર્સ, ફિઆસ્વી સહિત દેશના અલગ અલગ ટેક્સટાઈલ સંગઠન સાથે કેન્દ્રિય ટેક્સટાઈલ કમિશનર દ્વારા ઈન્ડિયા ઓન ફ્યુચર ઓફ પાવરલૂમ્સ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા વિષય પર મિટિંગનું આયોજન કરાયું હતું.આ મિટિંગમાં ચેમ્બર, ફિઆસ્વી લુધિયાણા, કલકત્તા, બનારસ, વારાણસી, ભિવંડી, માલેગાંવ,ઈરોડ, તિરુપુરના ટેક્સટાઇલ સંગઠનો જોડાયા હતાં.