દુબઇ, તા. 10 (પીટીઆઇ) : તાજેતરમાં જ પૂર્ણ થયેલી પ્રથમ ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર ઇંગ્લીશ કેપ્ટન જો રૂટ અને ભારતના બીજા દાવમાં રિવર્સ સ્વિંગ વડે ત્રણ મહત્વની વિકેટ ઉપાડનાર જેમ્સ એન્ડરસનને આઇસીસી દ્વારા જાહેર કરાયેલા નવા ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. જો રૂટ બે ક્રમ ઉપર ચઢીને ત્રીજા જ્યારે બોલર્સ રેન્કિંગમાં જેમ્સ એન્ડરસન ત્રણ ક્રમ ઉપર ચઢીને ત્રીજા ક્રમે પહોંચ્યો છે. આઇસીસી રેન્કિંગ શરૂ થયા પછી એન્ડરસનને આ શ્રેષ્ઠ રેન્કિંગ મેળવ્યું છે. ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી એક ક્રમ નીચે ઉતરીને પાંચમા ક્રમે પહોંચી ગયો છે. ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહ એક ક્રમ ઉપર ચઢીને અનુક્રમે સાતમા અને આઠમા ક્રમે પહોંચ્યા છે.
બેટ્સમેન રેન્કિંગમાં કેન વિલિયમ્સને ટોચનું સ્થાન જ્યારે સ્ટીવ સ્મિથે બીજો ક્રમ જાળવી રાખ્યો છે, જ્યારે બોલર્સ રેન્કિંગમાં પેટ કમિન્સે ટોચનું સ્થાન અને સ્ટુઅર્ટ બ્રોડ બીજા સ્થાને યથાવત રહ્યા છે. ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત 700 રેટિંગ પોઇન્ટ મેળવનારો દેશનો પહેલો ફુલટાઇમ વિકેટકીપર બન્યો છે અને તેના કારણે તે બેટ્સમેન રેન્કિંગમાં 13માં ક્રમે જળવાઇ રહ્યો છે.
ટેસ્ટ રેન્કિંગ ટોપ ટેન બેટ્સમેન
ક્રમ ખેલાડી દેશ રેટિંગ
1 કેન વિલિયમ્સન ન્યુઝીલેન્ડ 919
2 સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા 891
3 જો રૂટ ઇંગ્લેન્ડ 883
4 માનર્સ લેબૂશેન ઓસ્ટ્રેલિયા 878
5 વિરાટ કોહલી ભારત 852
6 બાબર આઝમ પાકિસ્તાન 760
7 ચેતેશ્વર પુજારા ભારત 754
8 હેનરી નિકોલ્સ ન્યુઝીલેન્ડ 747
9 બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડ 746
10 ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા 724
ટેસ્ટ રેન્કિંગ ટોપ ટેન બોલર્સ
ક્રમ ખેલાડી દેશ રેટિંગ
1 કમિન્સ ઓસ્ટ્રેલિયા 908
2 બ્રોડ ઇંગ્લેન્ડ 830
3 જેમ્સ એન઼્ડરસન ઇંગ્લેન્ડ 826
4 નિલ વેગનર ન્યુઝીલેન્ડ 825
5 જોશ હેઝલવુડ ઓસ્ટ્રેલિયા 816
6 ટિમ સાઉધી ન્યુઝીલેન્ડ 811
7 રવિચંદ્રન અશ્વિન ભારત 771
8 જસપ્રીત બુમરાહ ભારત 769
9 કગિસો રબાડા દક્ષિણ આફ્રિકા 753
10 જેસન હોલ્ડર વેસ્ટઇન્ડિઝ 745