અમદાવાદ: ગુજરાત ATSએ એક મોટા ઓપરેશનમાં રાજકોટમાંથી (Rajkot) આતંકવાદી સંગઠન અલ કાયદા (Terrorist organization Al Qaeda) સાથે જોડાયેલા ત્રણ શકમંદોની ધરપકડ (Arrest) કરી છે. ગત મોડી રાતે ઓપરેશન કરીને ગુજરાત ATSને આ શખ્શો પાસેથી અલ કાયદાના પેમ્ફલેટ અને અન્ય સામગ્રી પણ મળી છે. ધરપકડ કરાયેલા શકમંદોનાં નામ અમાન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ છે. ATSએ તેમની પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે. એટીએસના જણાવ્યા અનુસાર ત્રણેય લાંબા સમયથી અલકાયદાના સંપર્કમાં હતા. તેઓ સંપૂર્ણપણે કટ્ટરપંથી બની ગયા છે. ધરપકડ કરાયેલા શકમંદો પશ્ચિમ બંગાળના રહેવાસી છે.
ગુજરાતમાં ફરી એક વખત આતંકી મોડ્યૂલ એક્ટિવ થયું છે. રાજકોટના સોનીબજારમાં ગોલ્ડ પોલીસની નોકરી કરતાં 3 શકમંદોની ATSએ ધરપકડ કરી છે. આ શકમંદો આતંકી સંગઠન અલકાયદાનાં ફંડિંગ અને સ્લીપર સેલમાં મદદ કરતું હતું. આ ઉપરાંત તેઓ ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર ફેલાવો કરવાનું કામ કરતા હતા.
રાજકોટના સોનીબજારમાં આ 3 શખ્શો છેલ્લાં 8 મહિનાથી નોકરી કરતાં હતા પણ સાથે જ તેઓ જમાતુલ મુજાહીદિન બાંગ્લાદેશ સંગઠન સાથે સંકળાયેલા હતા. આ મોડ્યૂલના માસ્ટર માઈન્ડ અબ્દુલ્લાને બાંગ્લાદેશ એન્ટી ટેરેરિસ્ટ ગ્રુપે ઝડપી લીધો હતો. ત્યાર પછી ગુજરાતમાં અલકાયદા માટે કામ કરતા આ ત્રણ શખ્શોના નામ સામે આવ્યાં હતા. એટીએસને તેમની પાસેથી એક પિસ્તોલ અને 10 કારતૂસ મળી આવ્યા છે. તેમજ ખુલાસો થયો છે કે આ હથિયાર તેમણે ત્યાંની લોકલ વ્યકિત પાસેથી ખરીદ્યા હતા.
PM મોદીની રાજકોટ મુલાકાત બાદ ATSની મોટી કાર્યવાહી
PM મોદીની રાજકોટ મુલાકાત બાદ ATSની આ મોટી કાર્યવાહી થઈ છે. પીએમ મોદી ગયા અઠવાડિયે જ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. એટીએસના અધિકારીઓએ તેમની પાસેથી ઘણી વસ્તુઓ રિકવર કરી છે. અધિકારીઓનું કહેવું છે કે તેઓ સર્વેલન્સમાંથી મળેલા ઇનપુટ પર પકડાયા હતા. વધુ તપાસમાં વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે. IPS દીપક ભરદાન ગુજરાતમાં ATSની કમાન સંભાળી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાતમાં ATSનું આ પાંચમું મોટું ઓપરેશન છે.