Editorial

લશ્કરે તૈયબા, જૈશ એ મોહંમદ અને ISIS જેવા આતંકી સંગઠનોએ તેમનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવુ જોઇએ

એ દિવસ હતો 22 એપ્રિલ 2025 જ્યારે કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં પર્યટકો હાજર હતા. તેઓ કાશ્મીરને કુદરતે આપેલી બક્ષીસની મોજ માણી રહ્યાં હતા ત્યારે જ એક ખૂણામાંથી ધડાધડ ફટાકડા ફૂટવાનો અવાજ શરુ થઇ ગયો. જો કે આ અવાજ ફટાકડાનો ન હતો. આતંકવાદીઓ ગોળીબાર કરી રહ્યાં હતા. આતંકવાદીઓએ પર્યટકો અને સ્થાનિકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં કુલ 37 લોકોનાં મોત થયા હતાં. મૃતકોમાં બે વિદેશી નાગરિક પણ હતા. મૃતકોમાં ત્રણ સ્થાનિક અને બાકીના ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઓડિસા સહિત અન્ય રાજ્યોના નાગરિક હતા.

આતંકવાદી સંગઠન TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું આતંકવાદી સંગઠન છે. અહીં મહિલાઓને છોડી દેવામાં આવી હતી પરંતુ તમામ પાસે મુસ્લિમ હોવાના પુરાવા માંગવામાં આવ્યા હતાં. તેમને કલમો પઢવાનું કહેવામાં આવ્યું હતું જે લોકો તેમ નહીં કરી શક્યા તેમને તેમની પત્નીની સામે જ ગોળી મારવામાં આવી હતી. આતંકવાદીઓ જાણતા હતાં કે જેમની પર તેઓ હુમલો કરવાના છે તેમની પાસે હથિયાર નથી. તેઓ સામનો કરવાની સ્થિતિમાં નથી એટલે આવા લોકોને ગોળી મારીને લશ્કરે તોઇબાએ તેની મર્દાનગી સાબિત કરી હતી.

ખરેખર તો સંતાઇને હુમલો કરનારાઓ માટે મર્દ શબ્દનો પ્રયોગ કરવો પણ ખોટો છે. આવા લોકોને હિજડા જ કહી શકાય કારણ કે તેઓ પાછળથી સંતાઇને હુમલો કરે છે. માત્ર પુરુષનું શરીર ધારણ કરી લેવાથી મર્દ નથી થઇ જવાતું મર્દ બનવા માટે હિંમત, ઇમાન અને તાકાત ત્રણે ત્રણની જરુર પડે છે. જો આવા જ હુમલાઓ કરવાનું હોય તો લશ્કરે તોઇબાએ તેનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવું જોઇએ. આવો જ હુમલો આજે ઓસ્ટ્રેલિયામાં થયો હતો. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા બોન્ડી બીચ પર રવિવારે (14 ડિસેમ્બર) અંધાધૂંધ ગોળીબારની ઘટના બની હતી.

જેમાં એક શૂટર સહિત 12 લોકોના મોત થયા હતા. આ હુમલો બીચ પર તહેવાર મનાવી રહેલા લોકો પર સંતાઇને કરવામાં આવ્યો હતો. જો કે અહીં એક હથિયાર વગરનો મર્દ માણસ હથિયારધારી હિજડા જેવા આતંકવાદીનો સામનો કરતો જોવા મળ્યો હતો. અહીંના વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક સ્થાનિક વ્યક્તિએ શૂટરને પાછળથી પકડી લીધો હતો. આ વીડિયોમાં એક વ્યક્તિ ગોળીબાર દરમિયાન એક કાર પાછળ છૂપાયેલો નજરે આવી રહ્યો છે. ત્યારે હુમલાખોર પાર્કિંગ એરિયામાં બંદૂક સાથે ગોળીબાર કરતો નજરે આવી રહ્યો છે.

શૂટર બીજી તરફ પલટતા જ કાર પાછળ છૂપાયેલા વ્યક્તિએ શૂટરને પાછળથી પકડી લીધો. ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થાય છે. જેમાં બહાદુર વ્યક્તિ શૂટર પાસેથી બંદૂક છીનવી લે છે. બંદૂક છીનવતા જ શૂટર પટકાય છે. વ્યક્તિ હુમલાખોર પર બંદૂક તાકે છે, જેના પછી શૂટર ભાગી જાય છે. તે વ્યક્તિ પીછો કરે છે. બાદમાં પોલીસ આવીને તેને પકડી લે છે. પોતાની જાતને પોતાની જ દુનિયામાં મર્દ હોવાનો દાવો કરતો આતંકવાદી બંદૂકનું નાળચું જોઇને ભાગી ગયો હતો. આ દ્રશ્ય જોઇને અમિતાભ બચ્ચનના અગ્નિપથ ફિલ્મનો એક ડાયલોગ યાદ આવી જાય છે.

‘ હે કાંચા સાલા બંદૂક ભી દિખાતા હૈ ઔર પીછે ભી હટતા હે’ આતંકવાદીઓના હાથમાં બંદૂક નહીં હોય તો તેઓ મહાભારતના પાત્ર શિખંડી જેવા છે તે આજે ઓસ્ટ્રેલિયામાં આતંકવાદીની બંદૂક ઝુંટવાયા પછીની હાલત પરથી સ્પષ્ટ કહી શકાય છે. બબ્બર ખાલસા પણ આતંકવાદી સંગઠન હતું પરંતુ તેઓ આવા બાયલા ન હતાં. તેઓ હુમલો કરતાં પહેલા જ કહી દેતા હતા કે અમે આ હુમલો કરવાના છે અને કરીને બતાવતા હતાં. આતંકવાદને કોઇકાળે સમર્થન નહીં કરી શકાય પરંતુ આ વાત એટલા માટે લખવી પડે છે કે આતંકવાદી હોવ તો પણ મર્દની જેમ હુમલો કરવો જોઇએ નામર્દની જેમ સંતાઇને નહીં.

મહાભારતનું યુદ્ધ થયું હતું તેને અધર્મ અને ધર્મ વચ્ચેનું યુદ્ધ માનવામાં આવ્યું હતું. તે સમયે નિયમ બન્યા હતા કે રથી રથી સાથે, મહારથી મહારથી સાથે અને અતિરથી અતિરથી સાથે લડશે તેમજ જેઓ રથ ઉપર સવાર નહીં હોય તેવા રથી અને જેઓ હથિયાર વિહોણા હોય તેમના પર હુમલો કરવો નહીં. યુદ્ધમાં પણ આ નિયમ બનાવવામાં આવ્યા હતાં પરંતુ હાલમાં આઇએસઆઇએસ હોય, હમાસ હોય, હુથી હોય, લશ્કરે તૈયબા હોય, જૈસ એ મોહંમદ હોય આ  તમામ આતંકવાદી સંગઠનના આતંકી બિનહથિયારી લોકો પર હુમલો કરવામાં માહેર છે.

આ સંગઠનોના કમાન્ડર પણ શિખંડી જેવા છે તેમનામાં એવી તાકાત જ નથી કે કોઇ મર્દનો સામનો કરી શકે. આ એવા સંગઠનો છે જેના કમાન્ડર સંતાઇને જિંદગી વિતાવે છે. લશ્કરે તોઇબા અને જૈશ એ મોહમંદના કમાન્ડરો પાકિસ્તાનમાં પણ ખુલ્લેઆમ ફરતા ગભરાઇ છે કારણ કે તેઓ કોઇનો સીધો સામનો કરવાની ક્ષમતા જ નથી ધરાવતા. જેમની પાસે હથિયાર નથી તેવા પર હથિયારથી હુમલો કરવો. સંતાઇને હુમલો કરવો. બોમ્બ પ્લાન્ટ કરવા આમાં કશે પણ મર્દાનગી દેખાતી નથી.

Most Popular

To Top