National

પુલવામામાં સૈન્યનું મોટું એન્કાઉન્ટર : 1 પાકિસ્તાની સહિત 5 આતંકીઓ ઠાર માર્યા, 1 જવાન શહીદ

ગુરુવારે મોડી રાતથી જમ્મુ-કાશ્મીર (J&K)માં આતંકવાદીઓ (Terrorist) અને સુરક્ષા દળો (Indian Army) વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને એન્કાઉન્ટર (Encounter)માં ઠાર માર્યા છે. આ સાથે આતંકીઓનો એક મદદગાર (Helper) પણ ખતમ થઈ ગયો છે. જો કે એક જવાન પણ શહીદ થયો છે. 

આતંકીઓના નામથી તરખાટ મચાવનાર પુલવામામાં ઘણા સમયથી સેનાએ આતંકીઓ પર નજર રાખી હતી, ત્યારે હાલ સંઘર્ષમાં બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. સુરક્ષા દળોની સંયુક્ત ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં પોલીસ, સીઆરપીએફ અને આર્મીના 44-આરઆર (રાષ્ટ્રીય રાઇફલ્સ) શામેલ છે. કાશ્મીર ઝોનના આઈજી વિજય કુમારે જણાવ્યું કે પુલવામાના હાજિન રાજપોરા વિસ્તારમાં આ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જેમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા છે. કામગીરી હજી ચાલુ છે. આઈજીના નિવેદન પછી ટૂંક સમયમાં જ સુરક્ષા દળોએ બીજા આતંકવાદી અને આતંકવાદીઓના સહાયકને મારવામાં સફળતા મેળવી છે.

જણાવી દઈએ કે ગુપ્તચર એજન્સીઓને હાજીન રાજપોરા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાવવાની માહિતી મળી હતી. જે બાદ સુરક્ષા દળોએ મોડી રાત્રે તમામ બાજુથી વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકીઓને શરણાગતિ માટે કહ્યું હતું. જો કે આત્મસમર્પણ કરવાને બદલે આતંકીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવી ફાયરિંગ શરૂ કરી દીધી હતી. સામે સુરક્ષા દળોએ પણ ફાયરિંગનો યોગ્ય જવાબ આપ્યો હતો. જેમાં કલાકો સુધી ચાલેલા ફાયરિંગમાં એક જવાન ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં જવાનનું મોત નીપજ્યું હતું. સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓ અને તેના એક સહાયકને ઠાર માર્યા છે, જેની ઓળખ હજી થઈ નથી. આ પહેલા આતંકવાદીઓએ ગુરુવારે રાત્રે લગભગ 8:50 વાગ્યે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં લાજિબાલ નજીક પોલીસ ટીમમાં ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન એક સૈનિક ઘાયલ થયો હતો. તે જ સમયે, સુરક્ષા કર્મચારીઓ દ્વારા આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને આતંકીઓની શોધમાં કાર્યવાહી શરૂ કરી હતી.

આ પહેલા 30 જૂને જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ચિમ્મર વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે મુકાબલો થયો હતો. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા ત્રણ આતંકવાદીઓ ઠાર માર્યા ગયા હતા. જણાવી દઈએ કે સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળી હતી, ત્યારબાદ એક કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. 

Most Popular

To Top