National

ગ્વાલિયરમાં ભયાનક માર્ગ અકસ્માત: ઓટો રીક્ષા અને બસની ટક્કર : 12 આંગણવાડી મહિલા સહિત 13ના મોત

મધ્ય પ્રદેશ(mp)ના ગ્વાલિયરમાં એક મોટો માર્ગ અકસ્માત (road accident) થયો છે. ગ્વાલિયરમાં મંગળવારે સવારે બસ અને ઓટો રીક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, આ અકસ્માતમાં 13 લોકોનાં મોત (13 death) નીપજ્યાં છે. આ સાથે જ રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય (4 lack rs help) આપવાની જાહેરાત કરી છે. 

અકસ્માત એટલો ભયાનક હતો કે સમાચારો વાયુવેગે પ્રસરવા લાગ્યા હતા, અને માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહોને બહાર કાઢવાનું કામ કર્યું હતું. જાણવા મળ્યું છે ક મૃતકોમાં 12 મહિલાઓનો સમાવેશ છે અને તેમાં એક ઓટો ડ્રાઈવર શામેલ છે. મળતી માહિતી મુજબ ગ્વાલિયરના પુરાની છાવણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસ અને ઓટો વચ્ચે ભારે ટક્કર થઈ હતી. 

કહેવામાં આવી રહ્યું છે કે મૃતક મહિલાઓ આંગણવાડી માટે ભોજન બનાવતી હતી. આ તમામે પોતાનું કામ પૂરું કરી બે ઓટો રિક્ષાથી ઘરે પરત ફરી રહ્યા હતા, પરંતુ એક ઓટો માર્ગમાં તૂટી ગયો હતો અને તે બધા એક જ રિક્ષામાં બેઠા હતા, ઓટો રિક્ષા આગળ વધતી જતાં તે બસ સાથે ટકરાઈ હતી અને રિક્ષામાં સવાર તમામ મહિલાઓમાં મૃત્યુ પામ્યા હતા. મુખ્યમંત્રીએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. 

ગ્વાલિયર જિલ્લા પોલીસ અધિક્ષક (એસપી) અમિત સંઘીએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે આંગણવાડી સેન્ટરમાં રસોઈ બનાવતી 12 મહિલાઓ કામ પછી ઓટો રિક્ષામાં સવાર થઈને ઘરે પરત ફરી રહી હતી. ત્યારબાદ સવારે સાત વાગ્યાની આસપાસ શહેરના પુરાની છાવણી વિસ્તારમાં એક બસ ઓટો રિક્ષાને ટકરાઈ હતી. તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં નવ મહિલાઓ અને ઓટો ડ્રાઈવર (પુરુષો) નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. 

ઇજાગ્રસ્ત ત્રણેય મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું. જેથી મૃતકોના મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top