Columns

તેરે કિરદાર કો ઇતના તો શરફ઼ હાસિલ હૈ તૂ નહીં થા તો કહાની મેં હક઼ીક઼ત કમ થી- ઇક઼બાલ અશહર

તારા પાત્રને આટલો શ્રેય તો મળે છે, તું નહીં હતો ત્યારે કહાણીમાં વાસ્તવિકતા ઓછી હતી. તારા કિરદારમાં એટલી ખૂબી તો છે કે આ કિરદાર વગર કહાણીમાં સાચી હકીકત ઓછી હતી. કેટલાક કિરદાર(પાત્ર કે ચરિત્ર) એવા હોય કે તેનાથી આખી કથા સાચી લાગે. કેટલીક કહાણીમાં હકીકત ઓછી ને કલ્પના વધુ હોય છે. કેટલીક કહાણી તો કલ્પનાના સહારે જ લખાતી હોય છે. જેના બધા પાત્રો પણ કાલ્પનિક હોય છે. કલ્પનાના સહારે લખાતી કહાણીમાં પણ કેટલાક પાત્ર એવા હોય છે જેના કારણે આખી કહાણી સાચી લાગે.

એ કિરદાર આખી કહાણીને કાલ્પનિક હોવા છતાં વાસ્તવિક બનાવી દે. આવા કિરદાર યુગપુરુષ જેવા હોય છે. એવા કિરદાર જે કહાણીમાં આવે તે કહાણીમાં સચ્ચાઈ આપમેળે આવી જાય. એ પાત્રને તમારે શ્રેય(શરફ઼) આપવું જ પડે. તેના કારણે આખી કહાણી સાચી સાબિત થાય. કેટલાક લોકો એવી રીતે જીવતા હોય છે કે તેમની આસપાસ આવી અનેક કહાણીઓ આકાર લેતી હોય છે. એ કહાણીના મુખ્ય કિરદારમાં એ હોય કે નહીં હોય તો પણ આખી કહાણી તેમની આસપાસ આકાર લેતી હોય છે. આવા લોકો યુગપુરુષ તરીકે ગણાતા હોય છે. તેમના થકી જ આખી કહાણી બનતી હોય છે. કોઈ લેખકની કલ્પનાથી લખાતી કહાણી પણ તેના જુદા જુદા પાત્ર પર નભતી હોય છે.

ઘણી વખત લેખકની કહાણીથી પણ તેનું પાત્ર આગળ નીકળી જતું હોય. લેખકના કાબૂમાં પણ એ પાત્ર નહીં રહે. લેખકની કલ્પનાથી પણ એ કિરદાર આગળ નીકળી જાય. ત્યારે લેખકે પણ એ પાત્રને તેની હેસિયત પ્રમાણે કથામાં જગા આપવી પડે. આવા કિરદારથી તેની કહાણીમાં પણ વાસ્તવિકતાની ઝલક જોવા મળે. કેટલાક કિરદાર જ એવા હોય કે જે વાસ્તવિક જીવનમાં હોય કે લેખકની કલ્પનાની દુનિયામાં હોય, તેની જગા સામર્થ્ય પ્રમાણે મેળવી લેતા હોય છે. તેના વગર કોઈ કહાણી સાચી નહીં લાગે. તેના વગર કોઈ કહાણી પૂરી નહીં થઈ શકે.

Most Popular

To Top