અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર શરૂ કરાયેલા સંયુક્ત હવાઈ હુમલાઓ બાદ સમગ્ર પશ્ચિમ એશિયામાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. શરૂઆતમાં ઈઝરાયલ દ્વારા પ્રિવેન્ટિવ સ્ટ્રાઈકની જાહેરાતથી થઈ. થોડા સમય બાદ અમેરિકાએ પણ સત્તાવાર રીતે પોતાની સંડોવણીની પુષ્ટિ કરી, જેના કારણે આ સંઘર્ષ પ્રાદેશિક સીમાઓ પાર કરી આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો વિષય બન્યો છે. ઈઝરાયલના રક્ષા મંત્રી Israel Katz એ સમગ્ર દેશમાં ‘વિશેષ અને સ્થાયી કટોકટી’ જાહેર કરી. Israel Defense Forces (આઈડીએફ)એ જણાવ્યું કે સંભવિત જવાબી હુમલાને ધ્યાનમાં રાખીને દેશભરમાં હવાઈ હુમલાના સાયરન સક્રિય કરાયા છે અને આવશ્યક સેવાઓ સિવાયની તમામ ગતિવિધિઓ પર રોક લગાવવામાં આવી છે. ઈઝરાયલે નાગરિક ઉડાનો માટે પોતાનું એરસ્પેસ પણ અસ્થાયી રીતે બંધ કરી દીધું છે.
અત્યાર સુધી શું થયું?
- ઈઝરાયલના રક્ષા મંત્રી Israel Katz એ દેશમાં ‘વિશેષ અને સ્થાયી કટોકટી’ જાહેર કરી.
- Donald Trump એ પોતાના પ્લેટફોર્મ પર વીડિયો સંદેશ આપી કહ્યું કે અમેરિકા આ અભિયાનમાં સામેલ છે અને ઈરાનની મિસાઈલ ક્ષમતાને નષ્ટ કરવાનું લક્ષ્ય છે.
- તેહરાન સહિત કરમાનશાહ, કોમ, લોરેસ્તાન, કરાઝ અને તબરીઝમાં જોરદાર વિસ્ફોટોની પુષ્ટિ સ્થાનિક મીડિયા દ્વારા કરવામાં આવી.
- ઈરાનનો દાવો છે કે એક કન્યાશાળાને નિશાન બનાવતાં 40 લોકોનાં મોત અને 48 લોકો ઘાયલ થયા.
ગલ્ફ દેશોમાં શું બન્યું?
- બહેરીનની રાજધાનીમાં આવેલા અમેરિકાના પાંચમા નૌકાકાફલા મથક નજીક ધડાકા સંભળાયા.
- કતારની રાજધાની દોહા સહિત કેટલાક ગલ્ફ દેશોએ જણાવ્યું કે ઈરાન તરફથી છોડાયેલી મિસાઈલોને આંતરવામાં આવી રહી છે.
- અનેક દેશોએ એરસ્પેસ પર નિયંત્રણ લાદ્યા અને ફ્લાઈટ રૂટ બદલી દીધા.
ઈઝરાયલ અને ઈરાનમાં હાલત
- Israel Defense Forces એ હવાઈ હુમલાના સાયરન વગાડીને નાગરિકોને સાવચેત કર્યા. આવશ્યક સેવાઓ સિવાયની ગતિવિધિઓ પર રોક.
- ઈરાનમાં ઇન્ટરનેટ સેવા લગભગ બંધ.Hospitals હાઈ એલર્ટ પર.
- અહેવાલો મુજબ, ઈરાનના સર્વોચ્ચ નેતા Ali Khamenei ને સુરક્ષિત સ્થળે ખસેડાયા.
- ઇઝરાયલી હુમલામાં ઈરાની રક્ષા મંત્રીના મોતનો દાવો:અમેરિકા સાથે મળીને 10 શહેરો પર હુમલો; ઈરાને ઇઝરાયલ અને દુબઈ પર 400 મિસાઇલો છોડી
યુદ્ધની શરૂઆત
• 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે ઈરાન સામે સૈનિક કાર્યવાહી શરૂ કરી.
• આ અભિયાનને “Operation Epic Fury” નામ આપવામાં આવ્યું.
• તેહરાન સહિત અનેક મહત્વપૂર્ણ સૈનિક અને પરમાણુ ઠેકાણાઓ પર ચોકસાઈપૂર્વક મિસાઈલ હુમલા કરાયા.
• ઈઝરાયલે દેશમાં રેડ અલર્ટ જાહેર કરીને નાગરિકોને સુરક્ષા શેલ્ટરમાં રહેવા સૂચના આપી.
ઈરાનના ટોચના નેતાઓ નિશાન પર
• ચોકસાઈપૂર્વકના હુમલામાં ઈરાનના સંરક્ષણ મંત્રી અમીર હાતમી માર્યા ગયા હોવાનો દાવો.
• ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના વડા મોહમ્મદ પાકપુર પણ ઠાર થયા હોવાના અહેવાલ.
• ઈરાનની ન્યાયપાલિકાના વડા ગુલામ-હુસૈન મોહસેની-એજેઈ પણ હુમલામાં મોતને ભેટ્યા હોવાની માહિતી.
• આ અંગે હજુ સુધી ઈરાન અથવા ઈઝરાયલ તરફથી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ઈરાનનો પલટવાર
• હુમલાના થોડા જ સમયમાં ઈરાને ઈઝરાયલ તરફ બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન હુમલા શરૂ કર્યા.
• તેલ અવીવ અને અન્ય શહેરોમાં સાયરન વાગ્યા; લોકો શેલ્ટરમાં ગયા.
• ઈરાને જાહેર કર્યું કે હવે તે કોઈ “રેડ લાઇન” નહીં માને.
ગલ્ફ દેશોમાં અસર
• ઈરાને અમેરિકન સૈનિક ઠેકાણાઓને નિશાન બનાવી કતાર, બહેરીન, યુએઈ અને સાઉદી અરેબિયા તરફ મિસાઈલ છોડ્યા.
• યુએઈના અબુ ધાબીમાં મિસાઈલના કાટમાળ પડવાથી એક નાગરિકનું મોત.
• અનેક મિસાઈલ હવાઈ રક્ષણ પ્રણાલી દ્વારા રોકી દેવામાં આવી.
નાગરિક નુકસાન
• તેહરાનમાં શાળા નજીક હુમલો થતાં અનેક બાળકોના મોત થયા હોવાના અહેવાલ.
• મોટી સંખ્યામાં લોકો ઘાયલ; હોસ્પિટલો હાઈ એલર્ટ પર.
• કેટલાક વિસ્તારોમાં વીજળી અને ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ.
એરસ્પેસ અને આંતરરાષ્ટ્રીય અસર
• ઈરાન, ઈઝરાયલ અને નજીકના દેશોએ પોતાનું એરસ્પેસ અસ્થાયી રીતે બંધ કર્યું.
• અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો રદ અથવા ડાયવર્ટ.
• વૈશ્વિક સ્તરે તણાવ વધ્યો; અનેક દેશોએ નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી.
હાલની સ્થિતિ
• બંને તરફથી હવાઈ અને મિસાઈલ હુમલા ચાલુ.
• સરહદ વિસ્તારોમાં સૈનિક તૈનાતી વધારાઈ.
• પરિસ્થિતિ અત્યંત ગંભીર અને અસ્થિર; આગામી કલાકો નિર્ણાયક બની શકે છે.