ગાંધીનગર : ઉત્તર પૂર્વીય પવનના કારણે રાજયમાં હવે આજે રવિવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. આજે ઠંડીનો પારો વધુ નીચે ગગડી જવા સાથે કચ્છના નલિયામાં 10 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી છે. ખાસ કરીને આગામી સપ્તાહ દરમ્યાન રાજયમાં ઠંડીનો પારો હજુયે 2થી3 ડિગ્રી નીચે ગગડી જશે. જયારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં -કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં તાપમાન સામાન્ય કરતાં સ્હેજ ઉચું રહયું હતું.રાજયમાં હજુયે એક સપ્તાહ સુધી ઠંડીનો માહોલ યથાવત રહેશે.
આજે રવિવારે કચ્છના નલિયામાં ઠંડીનો પારો નીચે ગગડી જવા પામ્યો હતો. રાજયમાં અનેક ભાગોમાં હવે ઠંડી વધવાની છે. ખાસ કરીને આગામી એક સપ્તાહની અંદર ઠંડીનો પારો હજુયે નીચે ગગડી જશે.
હવામાન વિભાગના સુત્રોએ કહ્યું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી ભૂજમાં 14 ડિ.સે.,નલિયામાં 10 ડિ.સે.,કંડલા પોર્ટ પર 16 ડિ.સે.,કંડલા એરપોર્ટ પર 12 ડિ.સે., ભાવનગરમાં 17 ડિ.સે.,રાજકોટમાં 15 ડિ.સે.,સુરેન્દ્રનગરમાં 16 ડિ.સે.,મહુવામાં 15 ડિ.સે., કેશોદમાં 15 ડિ.સે., અમદાવાદમાં 15 ડિ.સે.,ડીસામાં 13 ડિ.સે., ગાંધીનગરમાં 13 ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં 15 ડિ.સે.,વડોદરામાં 14 ડિ.સે.,અને સુરતમાં 19 ડિ.સે.,અને દમણમાં 16 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યું છે.