Gujarat

રાજ્યમાં 34 ડિગ્રીએ ગરમીનો અહેસાસ, ઠંડીની પાછી પાની

ગાંધીનગર: આજે રાજ્યમાં ઠંડીનો પારો ઘટયો અને બપોરે થોડી ગરમ હવા અનુભવાઈ રહી છે, જો કે શિયાળો હોવાની આદર્શ સ્થિતિથી અલગ છે. આ હવામાનનું વલણ “હીટ ટ્રાન્સિશન” તરફ છે, જ્યાં શિયાળાના ઠંડી લગભગ નરમ પડી રહી છે, ગરમીનો પારો ધીરે ધીરે વધી રહ્યો છે. બપોરે ગરમીનો અનુભવ વધી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને અન્ય ક્ષેત્રમા ઠંડી ઘટીને લગભગ 14°C સુધી પહોંચી છે. ઉત્તર પૂર્વી તરફથી હવા એવી રીતે ફૂંકાઈ રહી છે કે રાત્રે અને સવારે ઠંડી લાગતી હોવા છતાં બપોરે ગરમીનો અનુભવ થાય છે.

રાજ્યભરના હવામાનમાં આ ઋતુગત ફેરફાર દેખાઈ રહ્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આગામી દિવસોમા તાપમાન વધુ ઉંચુ રહેવાની શક્યતા છે. આજે દિવસ દરમ્યાન રાજયમાં સરેરાશ 29થી 34 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાયુ હતું. એકલા રાજકોટ શહેરમાં ગરમીનો પારો 34 ડિ.સે. રહ્યો હતો.

હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં આજે ભૂજમાં 17 ડિ.સે.,નલિયામાં 14 ડિ.સે., કંડલા પોર્ટ પર 19 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 16 ડિ.સે., અમરેલીમાં 16 ડિ.સે., ભાવનગરમાં 19 ડિ.સે., પોરબંદરમાં 14 ડિ.સે., રાજકોટમાં 18 ડિ.સે., સુરેન્દ્રનગરમા 20 ડિ.સે., મહુવામાં 17 ડિ.સે., કેશોદમાં 16 ડિ.સે., અમદાવાદમાં 19 ડિ.સે., ડીસામાં 16 ડિ.સે., ગાંધીનગરમાં 19 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 18 ડિ.સે., વડોદરામાં 18 ડિ.સે., સુરતમાં 19 ડિ.સે. અને દમણમાં 19 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાયું હતું.

Most Popular

To Top