ગાંધીનગર : રાજયમાં આગામી 48 કલાક દરમિયાન રાજયમાં તાપમાનમાં વધારો થશે અને ઠંડી ઘટવાની છે. એટલે કે બે દિવસ માટે રાજયમાં ઠંડી ઘટેલી રહેશે. જયારે આજે શુક્રવારે અમરેલીમાં 11.2 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. રાજયના વિવિધ શહેરોમાં ગરમીનો પારો 30થી 33 ડિગ્રી સુધી પહોચ્યો હતો. અમરેલીમાં મહત્તમ તાપમાન 31 ડિ.સે. અને ભૂજમાં 33 ડિ.સે.ગરમી નોંધાવવા પામી છે.
રાજયમાં આજે શુક્રવારે ઠંડીનો ચમકારો ઘટયો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં ઊંચુ તાપમાન નોંધાવવા પામ્યુ છે. અમરેલીમાં ઠંડીની અસર વર્તાઈ રહી છે. આજે પણ સતત બીજા દિવસે રાજયની સૌથી વધુ ઠંડી 11.2 ડિ.સે. અમરેલીમાં જ નોંધાવવા પામી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ , રાજયમાં આગામી 48 કલાક દરમિયાન 2થી 3 ડિગ્રી જેટલી ઠંડી ઘટશે અને તાપમાન વધવાનું છે. રાજયના વિવિધ શહેરોમાં ગરમીનો પારો સરેરાશ 30 થી 33 ડિ.સે..ની આસપાસ રહ્યો હતો.
હવામાન વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી ભૂજમાં 16 ડિ.સે.,નલિયામાં 15 ડિ.સે.,કંડલા પોર્ટ પર 17 ડિ.સે.,કંડલા એરપોર્ટ પર 14 ડિ.સે., અમરેલી 11 ડિ.સે., ભાવનગરમાં 14 ડિ.સે.,રાજકોટમાં 15 ડિ.સે.,સુરેન્દ્રનગરમાં 15 ડિ.સે.,મહુવામાં 13 ડિ.સે., અમદાવાદમાં 14 ડિ.સે.,ડીસામાં 14 ડિ.સે., ગાંધીનગરમાં 13 ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં 15 ડિ.સે.,વડોદરામાં 11 ડિ.સે.,અને સુરતમાં 18 ડિ.સે. અને દમણમાં 13 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યું છે.