ગાંધીનગર : રાજયમાં આજે સોમવારે રાજયમાં કચ્છના નલિયામાં ઠંડીમાં વધારો થયો છે. ખાસ કરીને રાજયમાં આજે સોમવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. કચ્છના નલિયામાં ઠંડીનો પારો 11 ડિગ્રીએ પહોંચી ગયો હતો. રાજયમાં દક્ષિણ ગુજરાત – સૌરાષ્ટ્ર – કચ્છમાં સામાન્ય કરતાં ઓછું તાપમાન નોંધાયુ છે. એટલે કે ઠંડીનો પારો નીચે ગગડી ગયો હતો. આજે સોમવારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહયો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ , રાજયમાં 2થી 3 ડિગ્રી જેટલી ઠંડી વધશે.રાજયના વિવિધ શહેરોમાં ગરમીનો પારો સરેરાશ 29 ડિ.સે.ની આસપાસ રહ્યો હતો.
હવામાન વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી ભૂજમાં 15 ડિ.સે.,નલિયામાં 11 ડિ.સે., કંડલા પોર્ટ પર 17 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 14 ડિ.સે., અમરેલી ડિ.સે. ભાવનગરમાં 16 ડિ.સે., રાજકોટમાં 13 ડિ.સે.,સુરેન્દ્રનગરમાં 15 ડિ.સે., મહુવામાં 14 ડિ.સે., અમદાવાદમાં 16 ડિ.સે., ડીસામાં 14 ડિ.સે., ગાંધીનગરમાં 15 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 15 ડિ.સે., વડોદરામાં 13 ડિ.સે.,અને સુરતમાં 20 ડિ.સે. અને દમણમાં 17 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાવવા પામ્યું છે.