ગાંધીનગર : ગુજરાતમાં હવે ધીરે ધીરે ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. ખાસ કરીને રાજકોટ અને સુરત ગમરીનો પારો 37 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. હવામાન વિભાગના અહેવાલ મુજબ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો તાપમાન નોંધપાત્ર વધારો નોંધાયો હતો, જ્યારે અન્ય વિસ્તારો ખાસ ફેરફાર જોવા મળ્યો નથી.
દિવસનું તાપમાન અનેક સ્થળોએ સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. રાજ્ય સૌથી વધુ મહત્તમ તાપમાન 37 ડિ.સે. રાજકોટ અને સુરત નોંધાયું હતું. બીજી તરફ રાત્રિના તાપમાન સૌરાષ્ટ્રના કેટલાક ભાગો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને નલિયા લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ એકલા નલિયા ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.
રાજ્યના અન્ય શહેરો ગરમીનો પ્રભાવ વધુ જોવા મળ્યો છે. ભૂજ, નલિયા, કંડલા બંદર, કંડલા વિમાનમથક, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, મહુવા, ડીસા અને વડોદરા 35 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ 34 ડિગ્રી, ગાંધીનગર અને દમણ 33 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 32 ડિગ્રી નોંધાયું. ભાવનગર અને ગાંધીનગર તાપમાન 33 ડિગ્રી આસપાસ રહ્યું હતું. હવામાન વિભાગે આગામી દિવસો પણ શુષ્ક હવામાન યથાવત્ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. દિવસ દરમિયાન ગરમી વધારો અને રાત્રે કેટલાક વિસ્તારો ઠંડીનો અહેસાસ – આવી બેવડી ઋતુની પરિસ્થિતિ રાજ્ય સ્પષ્ટ જોવા મળી રહી છે.
રાજ્યના જુદા જુદા શહેરોનું તાપમાન
ભૂજ 35 ડિ.સે. નલિયા 35 ડિ.સે.
કંડલા પોર્ટ 35 ડિ.સે. કંડલા એરપોર્ટ
પર 35 ડિ.સે. અમરેલી 35 ડિ.સે.
ભાવનગર 33 ડિ.સે. પોરબંદર 35 ડિ.સે.
રાજકોટ 37 ડિ.સે. સુરેન્દ્રનગર 35 ડિ.સે.
મહુવા 35 ડિ.સે. અમદાવાદ 34 ડિ.સે.
ડીસા 35 ડિ.સે. ગાંધીનગર 33 ડિ.સે.
વિદ્યાનગર 32 ડિ.સે. વડોદરા 35 ડિ.સે.
સુરત 37 ડિ.સે. દમણ 33 ડિ.સે.