Technology

વોટ્સએપમાં ટેક્નિકલ ગડબડ? મેસેજ ડિલે અને એપ હેંગથી યુઝર્સ પરેશાન

છેલ્લા કેટલાક દિવસોથી WhatsAppના ઘણા યુઝર્સ ટેક્નિકલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવામાં વિલંબ થવો તેમ જ એપ્લિકેશન થોડા સેકન્ડ માટે હેંગ થઈ જવી જેવી સમસ્યાઓ સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ અનેક યુઝર્સે આ મુદ્દે ફરિયાદો વ્યક્ત કરી છે, જોકે આ સમસ્યાનો દરેક યુઝર્સને અનુભવ થયો નથી. અમુક યુઝર્સોએ જયારે એકબીજાને પૂછ્યું કે શું તેમને પણ આવી જ મુશ્કેલી આવી રહી છે, અને ઘણા લોકોએ સમાન અનુભવ શેર કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર, મેસેજ સેન્ડ અને રિસીવમાં અડચણો સાથે એપ હેંગ થવાની ફરિયાદો વધી રહી છે, પરંતુ સર્વિસ ટ્રેક કરતી વેબસાઇટ્સ પર કોઈ મોટા પાયે ડાઉનટાઈમ નોંધાયો નથી. એટલે કે, વૈશ્વિક સ્તરે સર્વિસ બંધ છે એવું માનવું યોગ્ય નથી.

હાલ સુધી Meta Platforms અથવા વોટ્સએપ તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જોકે, વોટ્સએપના FAQ મુજબ આવી સમસ્યાઓ પાછળ ઇન્ટરનેટ કનેક્ટિવિટી, નેટવર્ક કવરેજ, સામેની વ્યક્તિનો ફોન બંધ હોવો કે એપ અપડેટ ન હોવા જેવા સામાન્ય કારણો જવાબદાર હોઈ શકે છે. યુઝર્સને સલાહ આપવામાં આવી છે કે તેઓ વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન અપડેટ રાખે, મોબાઇલની ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરે, ઇન્ટરનેટ કનેક્શન ચેક કરે અને જરૂરી હોય તો ફોન રિસ્ટાર્ટ કરે. સામાન્ય રીતે આ પગલાંઓથી મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ મળી જાય છે.

Most Popular

To Top