Sports

સુપર-8માં ટીમ ઇન્ડિયાની રનવર્ષા, ઝિમ્બાબ્વેને જીતવા આપ્યો 257 રનનો પહાડ સમો ટાર્ગેટ

ICC Men’s T20 World Cup ના સુપર-8 તબક્કામાં ઝિમ્બાબ્વેએ ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. ગ્રુપ-1ની આ મહત્વપૂર્ણ મેચ ચેન્નાઈના MA Chidambaram Stadium ખાતે સાંજે 7 વાગ્યે શરૂ થઈ. સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા ભારત માટે આ મુકાબલો જીતવો અત્યંત જરૂરી હતો. ભારતે ટોસ હારીને પહેલા બેટિંગ કરતાં જ આક્રમક અંદાજ અપનાવ્યો અને 20 ઓવરમાં 257 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો. ઇનિંગ્સના હીરો હાર્દિક પંડ્યા રહ્યા, જેમણે ફક્ત 23 બોલમાં ધમાકેદાર અડધી સદી ફટકારી. એક જ ઓવરમાં બે રન, ચેક ફોર અને સ્ક્વેર પાછળ છગ્ગો ફટકારી તેમણે પોતાની ફિફ્ટી પૂરી કરી અને ઝિમ્બાબ્વેના બોલરોને દબાણમાં મૂકી દીધા. ઓપનર અભિષેક શર્માએ પણ 26 બોલમાં અડધી સદી નોંધાવી. તેણે 30 બોલમાં 55 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થયો. ઈશાન કિશને 24 બોલમાં 38 રનનો ફાળો આપ્યો.

ભારતની ઇનિંગ્સ દરમિયાન નિયમિત અંતરે વિકેટો પડી હતી. પ્રથમ ફટકો સંજુ સેમસન (24) ના રૂપમાં પડ્યો, જેને બ્લેસિંગ મુઝારાબાનીએ આઉટ કર્યો. ત્યારબાદ ઈશાન કિશન અને પછી અભિષેક શર્મા પણ પેવેલિયન પરત ફર્યા. સૂર્યકુમાર યાદવ પણ એન્ગારવાના હાથેથી કેચ આઉટ થયો. 15 ઓવર પછી ભારતનો સ્કોર 4 વિકેટે 176 હતો, પરંતુ અંતિમ ઓવરોમાં હાર્દિક અને તિલક વર્માએ ઝડપ વધારીને સ્કોર 257 સુધી પહોંચાડ્યો. હવે ઝિમ્બાબ્વે સામે 258 રનનો કઠિન લક્ષ્યાંક છે. ભારત માટે આ મેચ જીતવી સેમિફાઇનલની આશા જીવંત રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની છે. .ભારત ફક્ત એક બાઉન્ડ્રીથી 18 વર્ષ જૂનો T20 વર્લ્ડ કપ રેકોર્ડ તોડવામાં ચૂકી ગયું .હાર્દિક પંડ્યાએ છેલ્લા બે બોલ પર છગ્ગા ફટકાર્યા અને ભારતે ઝિમ્બાબ્વેને જીત માટે 257 રનનો લક્ષ્યાંક આપ્યો. આજે બધા બેટ્સમેનોએ રન બનાવ્યા. ભારત તરફથી અભિષેક શર્મા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે 55 રનની ઇનિંગ રમી. જ્યારે હાર્દિક પંડ્યા 23 બોલમાં 50 રન બનાવીને અણનમ રહ્યો અને તિલક વર્મા 16 બોલમાં 44 રન બનાવીને અણનમ રહ્યો. ભારતે ચાલુ T20 વર્લ્ડ કપનો સૌથી વધુ સ્કોર બનાવ્યો છે અને તે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજો સૌથી વધુ સ્કોર છે. ભારતે તેની ઇનિંગમાં 17 છગ્ગા ફટકાર્યા છે.

Most Popular

To Top