Sports

ICC T20I રેન્કિંગ: કોહલી પાંચ સ્થાનના સુધારા સાથે ટોપ-10માં પહોંચ્યો, સૂર્યકુમાર યાદવને નુકસાન

નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાના (Team India) સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) ફરી ટોચના બેટ્સમેનો સાથે જોડાઈ ગયો છે. આઇસીસીના લેટેસ્ટ રેન્કિંગમાં વિરાટને પાંચ સ્થાનનો ફાયદો થયો છે. વિરાટ હવે નવમા સ્થાને આવી ગયો છે. આ સાથે જ સૂર્યકુમાર યાદવને એક સ્થાનનું નુકસાન થયું છે. હવે તે ત્રીજા સ્થાને સરકી ગયો છે. ન્યુઝીલેન્ડના ડેવોન કોનવેએ ઓસ્ટ્રેલિયા સામે 92 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને તે બીજા સ્થાને આવી ગયો છે. પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાને ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું.

આઇસીસી રેન્કિંગમાં કોહલીને આ ઈનિંગનો ફાયદો મળ્યો છે
વિરાટે પાકિસ્તાન સામે 53 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 6 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. વિરાટની આ દમદાર ઇનિંગના કારણે ભારતે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું હતું. આઇસીસી રેન્કિંગમાં કોહલીને આ ઈનિંગનો ફાયદો મળ્યો છે અને તે ટોપ-10 બેટ્સમેનોમાં પાછો ફર્યો છે. સાથે જ આ મેચમાં સૂર્યકુમાર યાદવ નિષ્ફળ રહ્યો હતો. તેણે 10 બોલમાં 15 રન ફટકાર્યા હતા અને હવે તે ત્રીજા સ્થાને સરકી ગયો છે.

બાબર આઝમના રેટિંગ પોઇન્ટ 849 છે
ઓસ્ટ્રેલિયા સામે અણનમ 92 રન ફટકારીને ન્યુઝીલેન્ડને વિજય અપાવનારો ડેવોન કોનવેને ત્રણ સ્થાનનો ફાયદો થતાં તે બીજા ક્રમે આવી ગયો છે. રિઝવાનના સ્થાને કોનવેને પણ તક છે અને તે ટોચનો ટી-20 બેટ્સમેન બની શકે છે. કોનવેના રેટિંગ પોઇન્ટ 831 છે, જ્યારે પ્રથમ સ્થાને રહેલા બાબર આઝમના રેટિંગ પોઇન્ટ 849 છે. કોનવેએ ફિન એલન સાથે મળીને ન્યૂઝીલેન્ડને શાનદાર શરૂઆત અપાવી હતી અને તેથી જ ન્યૂઝીલેન્ડની ટીમ યજમાન ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ રહી હતી.

ફિન એલનને પણ 17 સ્થાનનો ફાયદો થતાં તે 13માં ક્રમે
કોનવેએ ભારતના સૂર્યકુમાર યાદવ, પાકિસ્તાનના બાબર આઝમ અને દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામને પાછળ છોડી દીધા છે. હવે તે મોહમ્મદ રિઝવાનને પડકાર આપી રહ્યો છે. ન્યુઝીલેન્ડના ફિન એલનને પણ 17 સ્થાનનો ફાયદો થતાં તે 13માં ક્રમે પહોંચી ગયો છે.

Most Popular

To Top