Sports

ટીમ ઇન્ડિયાની ભૂંડી હાર બાદ ચાહકો ખફા, ધોનીને યાદ કર્યા

નવી દિલ્હી: ભારત (India) અને ઇંગ્લેન્ડ (Englund) વચ્ચે રમાયેલી સેમીફાઈનલ (Semifinal) માં ભારતનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું. જેના કારણે ઇંગ્લેન્ડ એક પણ વિકેટ ગુમાવ્યા વિના જ ભારતે આપેલો ટાર્ગેટ ખુબ જ સરળતાથી એચીવ કરી લીધો અને સેમીફાઈનલમાં ભારતની કારમી હાર થઇ. ભારત હારતા જ ચાહકો ખેલાડીઓ પર રોષે ભરાયા છે અને સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યું છે.

ભારતનો બોલરો નિષ્ફળ
ભારતના તમામ બોલર ઈંગ્લેન્ડના ઓપનરો સામે નિષ્ફળ પુરવાર થયા હતા. ઈંગ્લેન્ડના ઓપનર એલેક્સ હેલ્સે ફિફ્ટી ફટકારી હતી ઈંગ્લેન્ડે વિકેટ ગુમાવ્યા વિના 11મી ઓવરમાં 100નો સ્કોર પાર કરી લીધો હતો. કેપ્ટન જોસ બટલરે પણ અર્ધસદી મારી હતી. બંને ઓપનરોની ફિફ્ટીની મદદથી ઈંગ્લેન્ડે માત્ર 16મી ઓવરમાં 169 રનનો ટાર્ગેટ ખૂબ જ સરળતાથી હાંસલ કરી લીધો હતો. એલેક્સ હેલ્સે અણનમ 86 અને કેપ્ટન જોસ બટલરે અણનમ 80 રન બનાવ્યા હતા. ભારતની 10 વિકેટથી શરમજનક હાર થઈ હતી. આ સાથે જ T-20 વર્લ્ડકપના ફાઈનલ મુકાબલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવાનું વિશ્વભરના કરોડો ચાહકોનું સપનું ચકનાચુર થઈ ગયું હતું. હવે 13મી નવેમ્બરે મેલબોર્નમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાશે.

ગત વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું
આ પહેલા ગત વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. આ હારથી સમગ્ર દેશનો એ ઘા ફરી એકવાર તાજો થઈ ગયો છે. ભારતીય ટીમ ચોથી વખત સેમીફાઈનલમાં પહોંચી છે અને બીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય અમે 2007માં ચેમ્પિયન બન્યા હતા અને 2014માં શ્રીલંકાએ ફાઇનલમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું.

રોહિત શર્માએ હાર માટે બોલરોને જવાબદાર ઠેરવ્યા
મેચ બાદ બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા રોહિત શર્માએ કહ્યું કે તે નિરાશાજનક છે. રોહિતે કહ્યું કે અમે સારી બેટિંગ કરી હતી, પરંતુ આજે અમારી બોલિંગ સારી નહોતી. નોક આઉટમાં પ્રેશર ખૂબ મહત્વનું છે. તે ખેલાડીઓના વ્યક્તિગત પ્રદર્શન પર આધાર રાખે છે. અમે ખેલાડીઓને અલગથી આ શીખવી શકતા નથી. તેણે સ્પષ્ટ કહ્યું કે કેટલાક ખેલાડીઓ દબાણને કેવી રીતે હેન્ડલ કરવું તે જાણે છે અને કેટલાક નથી. બોલરો વિશે વાત કરતા તેણે કહ્યું કે ભુવનેશ્વરને તેની પ્રથમ ઓવરમાં જ વિકેટમાંથી મદદ મળી રહી હતી. પરંતુ અમે સારી લાઇન અને લેન્થ બોલિંગ કરી ન હતી. અમે પ્રથમ મેચમાં પુનરાગમન જોયું. તે મેચમાં કરવા માટે સારું પાત્ર બતાવ્યું, પરંતુ આજે વસ્તુઓ અમારા પક્ષમાં નથી ગઈ.

ચાહકોએ માહીને યાદ કર્યા
ભારતની T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં કારમી હાર બાદ તમામને માહીની યાદ આવી. સોશિયલ મીડિયા પર મહેન્દ્ર સિંહ ધોનીનો T20 વર્લ્ડ કપ જીતેલો ટ્રોફી સાથેનો ફોટો શેર કરી રહ્યા છે. એક ફેન્સે લખ્યું હતું કે, કોઈ પૂછે તો બતા દેના, એક આદમી થા જો સ્ટમ્પ કે પીછે સે મેચ પલટ દેતા થા’.

Most Popular

To Top