નવી દિલ્હી : ઇંગ્લેન્ડ (England) પ્રવાસમાં ટેસ્ટ સીરિઝ (Test series) દરમિયાન જોરદાર પ્રદર્સન (Performance) કરીને ટીમ ઇન્ડિયા (Team India)એ ઇંગ્લેન્ડ પર 1-0ની સરસાઇ મેળવી લીધી છે. પાંચ મેચની આ ટેસ્ટ સીરિઝની બે મેચ પુરી થઇ ચુકી છે અને ત્રીજી મેચ લોર્ડસ (Lords)માં 25મીથી શરૂ થશે. ભારતે લોર્ડસ ટેસ્ટમાં જીત મેળવી છે જો કે કેપ્ટન વિરાટ કોહલી (captain kohli) અને અને બીસીસીઆઇ (BCCI)ના ટોચના અધિકારીઓએ આ દરમિયાન આગામી ટી-20 વર્લ્ડકપ (T-20 world cup) માટે રોડમેપ (road map) અંગે ચર્ચા કરી લીધી હતી. આ વર્લ્ડકપ કેપ્ટન કોહલી માટે એસિડ ટેસ્ટથી ઓછો નહીં હોય.
લોર્ડસ ટેસ્ટમાં મળેલા વિજયથી વિરાટ કોહલી પરનું પ્રેશર થોડું ઓછું જરૂર થયું છે, જો કે તે જાણે છે કે યુએઇમાં પરંપરાગત હરીફ પાકિસ્તાન સામેની મેચથી શરૂ થનારા ટી-20 વર્લ્ડકપ અભિયાનમાં ભારતીય ટીમના પ્રદર્શન પર તેની કેપ્ટનશિપનું ભાવિ તોળાયેલું રહેશે. એવું જાણવા મળ્યું છે કે લોર્ડસમાં બીજી ટેસ્ટ દરમિયાન જ બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કેપ્ટન કોહલી સાથે એક અનૌપચારિક બેઠક કરી હતી. જેમાં ટી-20 વર્લ્ડકપ સાથે જોડાયેલા વિવિધ પાસાંઓ પર ચર્ચા થઇ હતી. બીસીસીઆઇના એક સીનિયર અધિકારીએ પોતાનું નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે હાં બીસીસીઆઇના ટોચના અધિકારીઓએ કોહલી સાથે મુલાકાત કરી પણ તેમની વચ્ચે થયેલી ચર્ચા અંગે વિસ્તૃત માહિતી આપવી યોગ્ય નહીં ગણાય. ટી-20 વર્લ્ડકપ માટે ઘણો સમય બાકી છે અને ભારતે આઇપીએલ પહેલા કોઇ ટી-20 મેચ પણ નથી રમવાની તેથી ટૂર્નામેન્ટના રોડમેપ બાબતે તેઓએ ચર્ચા કરી હતી.
કોહલીના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમ આઇસીસીની ત્રણ ટૂર્નામેન્ટ હાર્યું છે
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ આઇસીસીની ત્રણ ટૂર્નામેન્ટમાં છેવાડે આવીને હારી છે. ભારતીય ટીમ આ વર્ષે જ આઇસીસી ડબલ્યુટીસી ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે હાર્યું હતું. આ પહેલા 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે પરાજીત થઇ હતી અને 2019ના વન ડે વર્લ્ડકપની સેમી ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે હારી હતી. ભારતીય ટીમ માટે આઇસીસી ટૂર્નામેન્ટની સેમી ફાઇનલ કે ફાઇનલ સુધી પહોંચીને હારી જવું મોટી ચિંતાનો વિષય છે.