Sports

બીજી ટી-20માં 100 રનના લક્ષ્યાંક કબજે કરતાં ભારતીય ટીમને પરસેવો વળ્યો

નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા (Team India) અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે રમાયેલી બીજી વન-ડે (ODI) મેચ ખુબ જ રોમાન્ચથી ભરપૂર રહી. 100 રનનો મામૂલી ટાર્ગેટને ચેઝ કરવા મેદાને ઉતારેલી ભરતીય ટીમને કીવીએ રીતસરના પરસેવો છોડાવ્યો હોય તેવું કહી શકાય. જૉકે આ મેચની જીત (Win) સાથે સિરીઝ 1-1ની બરાબરી ઉપર આવી ગઈ છે. આજની આ બીજી મેચ કરો કે મરોની હતી.છેલ્લા બે બોલ શેષ હતા ત્યારે ભારતે ત્રણ રન બનવવાના હતા.અને સૂર્યા કુમાર યાદવે બાઉન્ડ્રીનો વિનિંગ શોર્ટ ફટકારીને ટીમને વિજઈ અપાવ્યો હતો.ટોસ જીતીને ભારતે પહેલી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.ત્યારે ન્યૂઝીલેન્ડે 20 ઓવારોમાં 9 વિકેટો ગુમાવીને 99 રનનો સ્કોર ભારતને આપ્યો હતો.

ન્યૂઝીલેન્ડે ભારતને ખુબ લોવર સ્કોર આપ્યો હતો
ન્યૂઝીલેન્ડે ભારતને ખુબ લોવર સ્કોર આપ્યો હતો. 20 ઓવરમાં ઘણો ઓછો સ્કોરિંગ મેચ જોવા મળી હતી. સ્કોર ઉપરથી અનુમાન લગાવી શકાય છે કે T20 ઇન્ટરનેશનલમાં પહેલીવાર ભારતે ઇનિંગ્સમાં એક પણ સિક્સ નથી ફટકારી શક્યું. પહેલો દાવ લઇને રમવા ઉતરેલ ન્યુઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 99 રન જ બનાવી શકી હતી. જવાબમાં ભારતીય ટીમ પણ આસાનીથી મેચ જીતી શકી ન હતી. જ્યાં ભારતીય સ્પિનરો જોવા મળ્યા હતા. તે જ સમયે, ન્યુઝીલેન્ડના સ્પિનરોએ પણ શાનદાર બોલિંગ કરી અને ભારતીય બેટ્સમેનોને આસાનીથી સ્કોર કરવા દીધા નહીં.

સ્કોર ચેઝ કરવા ઉતરેલ ભારતીય ટીમના  ટોપ ઓર્ડરે ફરી એકવાર નિરાશ કર્યો હતા શુભમન ગિલ 11, ઈશાન કિશન 19 અને રાહુલ ત્રિપાઠી 13 રન બનાવીને પેવેલિયન ભેગા થયા  હતા. આ પછી છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર વોશિંગ્ટન સુંદર અહીં કમનસીબે રનઆઉટ થયો હતો.

 રાંચીમાં પણ ભારતીય બેટ્સમેનો ન્યુઝીલેન્ડના સ્પિનરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા

કપ્તાન  હાર્દિક પંડ્યા અને વાઇસ કેપ્ટન સૂર્યકુમાર યાદવે ધીમે ધીમે ઇનિંગ્સને આગળ ધપાવી હતી અને રમતને છેલ્લે સુધી લઇ ગયા હતા. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ છેલ્લી ઓવરમાં આ મેચ પોતાના નામે કરી હતી. હાર્દિક પંડ્યા 15 અને સૂર્યકુમાર યાદવે 26 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમે જે રીતે આ નાના લક્ષ્યને બચાવવાનો પ્રયાસ કર્યો તેની પ્રશંસા કરવી પડશે. અગાઉ રાંચીમાં પણ ભારતીય બેટ્સમેનો ન્યુઝીલેન્ડના સ્પિનરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.

આ મેચમાં ભારત માટે બોલરોએ સારો દેખાવ 
મેચમાં ભારતના બોલરોએ સારો એફર્ટ લગાવ્યો હતો. છેલ્લી બે ઓવર નાખવા આવેલા અર્શદીપ સિંહે માત્ર 7 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ સિવાય કુલદીપ યાદવ, દીપક હુડા, યુઝવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યા અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ લીધી હતી. ન્યુઝીલેન્ડ તરફથી માઈકલ બ્રેસવેલ અને ઈશ સોઢીએ 1-1 વિકેટ લીધી હતી. તે જ સમયે ઈશાન કિશન અને વોશિંગ્ટન સુંદર રન આઉટ થઈને પેવેલિયન ભેગા કરી નાખ્યા હતા. હવે બુધવાર, 1 ફેબ્રુઆરીએ શ્રેણીની છેલ્લી મેચ યોજાશે.





 

Most Popular

To Top