National

ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયરને ઇંગ્લેન્ડ પ્રવાસમાં થયો કોરોના

હાલના ઈંગ્લેન્ડ પ્રવાસ (England tour) પર ગયેલા 23 ભારતીય ક્રિકેટરો (Team India)માંથી એક કોવિડ -19 પોઝિટિવ (Covid positive) હોવાનું જાણવા મળ્યું છે અને તે ગુરુવારે બાકીની ટીમ સાથે ડરહમ જશે નહીં. 

20 દિવસના વિરામ દરમિયાન, ખેલાડી કોરોના (Corona)ની પકડમાં આવી રહ્યા છે. બીસીસીઆઈ (BCCI)ના સેક્રેટરી જય શાહે તાજેતરમાં યુકે (UK)માં હાજર ભારતીય ટીમને એક ઈ-મેઇલ મોકલ્યો હતો, જેમાં કોવિડ -19 ના વધતા જતા કેસોની ચેતવણી આપી હતી. ઈંગ્લેન્ડ સામે આવતા મહિનાથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ (Test series) પહેલા ભારતીય ટીમે ડરહમમાં બાયોલોજિકલી સલામત (Bio-bubble) વાતાવરણમાં ભેગા થવું પડશે.

બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “હા, એક ખેલાડીએ પરીક્ષણ કર્યું છે જેમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, પરંતુ હાલમાં તેનામાં કોઈ લક્ષણો દેખાતા નથી, તે હાલમાં એક પરિચિતના ઘરે આઇસોલેશનમાં છે અને ગુરુવારે ડરહમમાં તે ટીમ સાથે રહેશે નહીં.” ‘યુકે પ્રવાસ પર ગયેલા તમામ સભ્યોએ ખેલાડીના નામ અંગે મૌન ધારણ કર્યું છે. જો કે અંગત સૂત્ર દ્વારા સ્ટાર પ્લેયર રિષભ પંતનું નામ સામે આવ્યું છે. તે સમજી શકાય છે કે ખેલાડીને ડેલ્ટા વેરિઅન્ટથી ચેપ લાગ્યો છે, જેના કારણે બ્રિટનમાં ચેપના કેસો વધી રહ્યા છે. ન્યુઝીલેન્ડ સામે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમ્યા બાદ ટીમ ઈન્ડિયા આ દિવસોમાં ત્રણ અઠવાડિયાના વિરામ પર છે. આ દરમિયાન ભારતના ઘણા ખેલાડીઓ બ્રિટનના જુદા જુદા સ્થળોએ પણ ગયા હતા. આ સમય દરમિયાન, તેને કોરોના દ્વારાચેપ લાગવાની સંભાવના છે. 

શાહે પોતાના પત્રમાં ખેલાડીઓને ગીચ વિસ્તારોમાં જવાનું ટાળવા કહ્યું હતું કારણ કે કોવિશિલ્ડ રસી ફક્ત ચેપને રોકી શકે છે, તે વાયરસ સામે સંપૂર્ણ પ્રતિરક્ષા આપતી નથી. વિરામ દરમિયાન મોટાભાગના ખેલાડીઓ લંડનમાં અથવા તેની આસપાસ રહેતા હતા અને તેમના પરિવાર સાથે સમય પસાર કર્યો હતો. કેટલાક તો ગ્રામીણ વિસ્તારોમાં પણ ગયા હતા. આ દરમિયાન જસપ્રિત બુમરાહ તેની પત્ની સાથે લંડનના વેમ્બલી સ્ટેડિયમ ખાતે યુરો કપ ફૂટબોલ મેચ જોવા માટે પહોંચ્યો હતો. મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ બિમ્બલ્ડનનો આનંદ માણ્યો હતો.

શાહે પોતાના પત્રમાં ખાસ લખ્યું હતું કે ખેલાડીઓએ અહીં તાજેતરમાં સમાપ્ત થયેલ વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપ અને યુરો ફૂટબોલ ચેમ્પિયનશીપમાં જવાનું ટાળવું જોઈએ. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે 4 ઓગસ્ટથી 5 ટેસ્ટની શ્રેણી રમવાની છે.

Most Popular

To Top