SURAT

સુરતનાં ડુમસ બીચ પર નેશનલ ગેમ્સને લઇ પાલિકા કમિશ્નરે કરી આ તૈયારીઓ

સુરત: સુરત(Surat)ના આંગણે પહેલી વાર યોજાનાર બીચ(Beach) વોલીબોલ(VolleyBall), બીચ હેન્ડ બોલ(Beach hand ball), ટેબલ ટેનિસ(Table tennis) અને બેડમિન્ટન(Badminton) નેશનલ ગેમ્સ(National Games)ના આયોજનને પગલે તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. જેના ભાગરૂપે આજે સુરતના પ્રભારી સચિવ એમ. થેન્નારસન(M. Thennarson) સહિતના અધિકારીઓ દ્વારા ડુમસ(Dumas) સહિતના સ્થળોની વિઝીટ હાથ ધરવામાં આવી હતી. સુરત મ્યુનિસિપલ કમિશનર(Municipal Commissioner) બંછાનિધી પાની(Banchhanidhi Pani) સહિતના અધિકારીઓ સાથે નેશનલ ગેમ્સના આયોજન સંદર્ભે બપોર બાદ ઉચ્ચસ્તરીય બેઠકનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સાત વર્ષના લાંબા ગાળા બાદ દેશમાં નેશનલ ગેમ્સનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અલબત્ત, આ વર્ષે નેશનલ ગેમ્સના યજમાન તરીકે ગુજરાત રાજ્યની પસંદગી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગર સહિત સુરતમાં પણ અલગ અલગ 36 જેટલી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.

  • નેશનલ ગેમ્સના સ્થળ નિરીક્ષણ માટે ટીમ આજે સુરતમાં
  • ડુમસ બીચ ખાતે કરી સ્થળની મુલાકાત
  • બીચ પર બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલની રમત રમાશે
  • બીચ પર રમનાર મેચના સમય તેમજ હાઇટાઇડના સમય અંગે પણ ચર્ચા કરાઈ

સુરત શહેરમાં નેશનલ ગેમ્સના આયોજનના ભાગરૂપે બીચ વોલીબોલ, બીચ હેન્ડ બોલ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટનની સ્પર્ધામાં દેશભરના ખેલાડીઓ ભાગ લેશે. બીચ વોલીબોલ અને બીચ કેન્ડ બોલ માટે ડુમસની પસંદગી કરવામાં આવી હોવાને કારણે આજે સુરતના પ્રભારી સચિવ એમ. થેન્નારસન સહિત નેશનલ ગેમ્સના આયોજન સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સાઈટ વિઝીટ કરવામાં આવી હતી. આ અવસરે સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછાનીધિ પાની સહિત મનપાના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ડુમસ ખાતે સવારે ૧૦ કલાકે સ્થલ મુલાકાત કર્યા બાદ સ્પોર્ટ્સ કાર્નિવલનું જ્યાં આયોજન કરવામાં આવનાર છે તે ડીજી ગોયન્સા આઈકોનિક રોડની પણ મુલાકાત લેવામાં આવી હતી. બપોર બાદ સુડા ઓફિસ ખાતે થેન્નારસન સહિત મનપા કલેકટરના ઉચ્ચાધિકારીઓ ખાતે નેશનલ ગેમ્સના આયોજન સંદર્ભેની એક મહત્વપૂર્ણ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત ખાતે યોજાનાર ચારેય નેશનલ ગેઈમ્સના આયોજન માટેની તૈયારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

18થી 20 સપ્ટેમ્બરે પ્રિ-ઈવેન્ટનું આયોજન
સુરત મહાનગર પાલિકા દ્વારા નેશનલ ગેમ્સના આયોજન માટેની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આગામી 18મીથી 20મી સપ્ટેમ્બર દરમ્યાન સુરત ખાતે પ્રિ ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે. આ માટે મહાનગર પાલિકા દ્વારા અલગ અલગ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રિ-ઈવેન્ટની વિશેષ જવાબદારી સોંપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. આજે સુરત પ્રભારી થેન્નારસનની મુલાકાત દરમ્યાન સુરત શહેરમાં નેશનલ ગેઈમ્સના આયોજન અંગે કરવામાં આવેલી બેઠક દરમ્યાન પ્રિ-ઈવેન્ટ અંગેની પણ ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top