Comments

મીથેન ઉત્સર્જન ઓછું કરવા એલપીજી પર વેરો લગાવો

Move toward low-methane economy

સમસ્ત જીવિત પદાર્થોના જીવનમાં કાર્બન અને હાઈડ્રોજન તત્ત્વ રહે છે અને તેમનાં મૃત્યુ બાદ આ ઓર્ગેનિક પદાર્થ સડવા લાગે છે. જો આસપાસ ઓક્સીજન હોય તો શરીરનું કાર્બન કાર્બન ડાઈઓક્સાઈડ (Co2) બનીને ઉત્સર્જિત થાય છે અને પદાર્થમાં હાઈડ્રોજન, પાણી  (H2O) બનીને સમાપ્ત થાય છે. પણ જો સડતા સમયે આસપાસ ઓક્સીજન ઉપલબ્ધ નહીં હોય તો આ જ કાર્બન અને હાઈડ્રોજન આપસમાં મળીને મીથેન ગેસ (CH4) બનીને બહાર નીકળે છે. કાર્બન ડાઈઓક્સાઈડની સરખામણીમાં મીથેન ગેસથી ધરતીના તાપમાનમાં વધુ વધારો થાય છે.

ધરતીથી જે ગરમીનાં કિરણો નીકળે છે જો તે સીધાં અવકાશમાં પહોંચે છે તો ધરતીનું તાપમાન નથી વધતું. તેની વિપરીત જો વાયુમંડળમાં આ કિરણો રોકાઈ જાય  તો વાયુમંડળ ગરમ થઈ જાય છે. મીથેનના પરમાણુઓમાં હલચલ વધુ હોય છે એટલે કાર્બન ડાઈઓક્સાઈડની સરખામણીમાં મીથેન ગેસથી ધરતીનું તાપમાન 28થી 80 ગણા વધુ વધે છે. એટલે હાલમાં જ પૂરા થયેલા કોપ-26 સંમેલનમાં લગભગ 100 દેશો વચ્ચે સંમતિ બની હતી કે તેઓ મીથેનના ઉત્સર્જનને ઓછું કરશે. ધાનના ખેતરોથી મીથેન ભારી માત્રામાં ઉત્સર્જિત થાય છે. જ્યારે ખેતરમાં ભરાયેલા પાણીમાં લાંબા સમય સુધી ભરાયેલું રહે છે ધરતીની સપાટી પર પાંદડાઓ અને જમીનની અંદરના કીડાઓ સડવા લાગે છે અને સડીને પહેલાં પાણીમાં ઉપલબ્ધ ઓક્સીજનને શોષી લે છે.

ત્યાર બાદ તેમના સડવાથી મીથેન બનવા લાગે છે. પ્રાણીઓની પાચનક્રિયામાં પણ તેમના પેટથી મીથેન ગેસ ઉત્સર્જિત થાય છે. માંસાહારી ભોજનના ઉત્પાદનમાં મીથેન ગેસ વધુ ઉત્પન્ન થાય છે કારણ કે તેમાં પશુઓને મારીને જ માંસાહારી ભોજન બને છે. પ્રાણીઓના મળ-મૂત્ર અને ગોબરના સડવાથી પણ મીથેન ગેસ બને છે. મોટી જળવીજ પરિયોજનાઓનાં તળાવોમાં જે પાછળથી પાંદડાંઓ અને મૃત પશુઓના શબ તણાઈને આવે છે તે પણ તળાવની સપાટી પર સ્થિર થઈ સડવા લાગે છે. સપાટી પર હાજર ઓક્સીજન ટૂંક સમયમાં સમાપ્ત થાય છે અને મીથેન ગેસ નીકળવા લાગે છે.

મીથેનના આ ઉત્સર્જનને અટકાવતા આર્થિક વિકાસના કાર્યને વધારવું શક્ય છે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં કહેવાયું છે કે મીથેન ગેસના ઉત્સર્જનને ઓછું કરતા આર્થિક વિકાસને વધારવું શક્ય છે. જેમ ધાનના ખેતરમાં જો પાણી સતત ભરવામાં ન આવે અને અમુક દિવસ ભર્યા બાદ તે 2-4 દિવસ માટે કાઢી નાંખવામાં આવે  અને ફરીથી ભરવામાં આવે તો નવા પાણીમાં ઓક્સીજન હોય છે અને મીથેનનું  ઉત્સર્જન સમાપ્ત થાય છે. પ્રાણીઓના સંબંધમાં જાણવા મળ્યું હતું કે ગાયની સરખામણીમાં બળદ વધુ મીથેન ઉત્સર્જિત કર છે.

જો આપણે ઓછી મીથેન અને વધુ દૂધ દેનાર પ્રજાતિઓની ગાય અને ભેંસમાં વધારો કરીએ તો મીથેન ઉત્સર્જન ઓછું કરી શકાય છે. જો આપણે શાકાહારી ભોજન  અપનાવીએ તો મીથેન ઉત્સર્જન ઓછું થઈ જશે. જો આપણે ગોબરથી ગેસ બનાવીએ તો ઉત્સર્જિત મીથેનથી ચૂલો અને બત્તી સળગાવી શકીએ છીએ. તો તે મીથેન કાર્બન ડાયોક્સાઈડના રૂપમાં ઉત્સર્જિત થશે અને પર્યાવરણને ઓછું નુકસાન કરશે.જળવિદ્યુતની જગ્યાએ સોલર ઊર્જાને પ્રોત્સાહન આપીએ તો પણ આ તળાવોથી ઉત્સર્જિત થનાર મીથેન પર રોક લગાવી શકીએ છીએ.

આ લાભદાયક સૂચનોને લાગુ કરવામાં સરકારે પોતાની વેરા નીતિમાં સુધાર કરવો પડશે. ધાનનાં ખેતરોથી ઉત્સર્જન ઓછું કરવા પાણીની કિંમત સિંચિત ક્ષેત્રના સ્થાને આયતનના હિસાબે વસૂલ કરવી જોઈએ. ત્યારે ખેડૂત પાણીને અટકાવી અટકાવીને સિંચાઈ કરી શકશે. પ્રાણીઓની પ્રજાતિઓ પર શોધ કરવા સરકારે રોકાણ કરવું પડશે. શાકાહારને પ્રોત્સાહિત કરવા માંસાહારના ઉત્પાદન પર ભારી વેરો લગાડે. એલપીજીની કિંમત વધારે તો ખેડૂત માટે ગોબર ગેસ બનાવવું લાભપ્રદ બની જશે.

આ સમસ્ત વેરા સુધારાઓથી દેશના સામાન્ય માણસ પર ભાર પડશે . પણ જો વસૂલ કરાયેલા વેરાને સરકારી ઉપયોગ કરવાના સ્થાને જનતાને રોકડ વહેંચણી કરવામાં આવે તો તે ભારી નહીં પડે. જેમ કે માની લો દેશમાં 40 કરોડ લોકો ચોખા ખાય છે. જો આપણે આયતન મુજબ પાણી વેચીએ તો તેના પર માની લો 25 રૂપિયા પ્રતિવર્ષનો ભાર પડે છે અને સરકારને 1 હજાર કરોડ રૂપિયાનું રાજસ્વ મળે છે. જો આ 1 હજાર કરોડ રૂપિયાને દેશની 130 કરોડ વસતીને 7 રૂપિયા પ્રતિ વ્યક્તિના હિસાબે વહેંચી દઈએ તો સમગ્ર જનતા પર ભાર નહીં પડે. અંતર એટલું હશે કે જે જનતા ચોખા ખાય છે તેને 25 રૂપિયા વેરો આપવો પડશે અને મળશે 7 રૂપિયા. જ્યારે જે જનતા ચોખા નથી ખાતી તેને મફતમાં 7 રૂ. મળશે. આ પ્રમાણે આપણે આર્થિક વિકાસની હાનિ વગર મીથેન ઉત્સર્જન ઓછું કરી શકીએ છીએ. સરકારે કોપ-26 માં મીથેન સમજૂતી પર સહી નથી કરી તે છતાં ઉપરોક્ત નીતિઓને લાગુ તો કરવી જ જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top