Muhammad Yunus બાંગ્લાદેશની અંતરિમ સરકારના સંભાળ્યા બાદ ઢાકા અને Pakistan વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. વિઝા નિયમોમાં છૂટછાટ અને બાંગ્લાદેશના દરિયાઈ માર્ગોમાં સરળ પ્રવેશ જેવી નીતિઓને કારણે ચર્ચા જાગી હતી.સુરક્ષા એજન્સીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે આ પગલાં ભવિષ્યમાં સુરક્ષાને પડકાર આપી શકે છે.
Tarique Rahman બાંગ્લાદેશના આગામી વડાપ્રધાન બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે, ત્યારે તેમનો પાકિસ્તાન પ્રત્યેનો અભિગમ શું રહેશે તે મુદ્દો ચર્ચામાં છે. ભૂતકાળમાં Bangladesh Nationalist Party (BNP) અને ભારત વચ્ચે સંબંધો “ક્યારે ગરમ, ક્યારે ઠંડા” રહ્યા હતા. 2001થી 2007 દરમિયાન BNP સરકાર પર આતંકી તત્વોને આશ્રય આપવાના આરોપો લાગ્યા હતા. પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ હોઈ શકે છે, કારણ કે Jamaat-e-Islami BNP સાથે ગઠબંધનમાં નથી.
વિશેષજ્ઞો માને છે કે તારીક રહેમાન “નેશન ફર્સ્ટ” નીતિ અપનાવશે. તેમનું સૂત્ર – “નોટ દિલ્હી, નોટ પિંડી… બાંગ્લાદેશ ફર્સ્ટ” એ સ્પષ્ટ સંદેશ આપે છે કે તેઓ દેશના હિતને પ્રથમ સ્થાન આપશે. તેઓ ભારત સાથે સંતુલિત સંબંધો જાળવી રાખતા પાકિસ્તાન સાથે પણ સામાન્ય રાજનૈતિક સંબંધો રાખી શકે છે, પરંતુ દેશની આંતરિક બાબતોમાં કોઈ બાહ્ય દખલને મંજૂરી નહીં આપે.છેલ્લા મહિનાઓમાં પાકિસ્તાન આર્મી અને Inter-Services Intelligence (ISI)ના પ્રતિનિધિઓની ઢાકાની મુલાકાતોએ ચર્ચા જગાવી હતી.સુરક્ષા વર્તુળોમાં શંકા વ્યક્ત થઈ હતી કે આ સંપર્કોનો હેતુ વ્યૂહાત્મક પ્રભાવ વધારવાનો હોઈ શકે છે.
હાલમાં તારીક રહેમાન સામે સૌથી મોટું પડકાર દેશની આંતરિક અશાંતિને શાંત કરવાનો છે. બાંગ્લાદેશની જનતા 1971 પૂર્વ જેવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે ઇચ્છે છે. આવા સંદેશ વચ્ચે તારીક રહેમાન માટે સંતુલિત અને રાષ્ટ્રીય હિત કેન્દ્રિત વિદેશ નીતિ અપનાવવી સૌથી મહત્વની કસોટી રહેશે.