World

પાકિસ્તાની મૂળના લેખક તારિક ફતેહે લીધા અંતિમ શ્વાસ, “પોતાને ભારતનો પુત્ર અને પંજાબનો શેર કહેતા”

નવી દિલ્હી: પાકિસ્તાની (Pakistan) મૂળના કેનેડાના લેખક તેમજ સ્તંભકાર તારિક ફતેહે (Tariq Fateh) સોમવારના રોજ 73 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતાં. તેઓ છેલ્લાં કેટલાય સમયથી બિમાર (ill) હતા. તેઓના મૃત્યુ (Death) અંગેની જાણકારી તેઓની પુત્રી નતાશાએ આપી હતી. નતાશાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે “પંજાબના શેર, હિંદુસ્તાનના પુત્ર, કેનેડાના પ્રેમી, સચ્ચાઈના પરોપકારી, ન્યાય માટે લડનારા, દબાઈ ગયેલા અને કચડાઈ ગયેલાઓના અવાજ, તારિક ફતેહ હવે આ દુનિયામાં નથી રહ્યાં. તેઓની ક્રાંતિ એ તમામ લોકો સાથે હાલ પણ રહેશે જે લોકો તેઓને ઓળખકતા અને પ્રેમ કરતા હતા.”

તેઓના નિધનના સમાચાર સામે આવતા જ ફિલ્મ નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રીએ તારિક ફતેહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે માત્ર એક જ તારિક ફતેહ હતા. બહાદુર, વિનોદી, વિચારક, મહાન વક્તા અને નીડર યોદ્ધા. તારિક, મારા ભાઈ, તમને નજીકના મિત્ર તરીકે મળીને આનંદ થયો.

કોણ હતા તારિક ફતેહ?
20 નવેમ્બર 1949નાં રોજ જન્મેલ તારિક ફતેહનો જન્મ કરાંચીમાં થયો હતો પણ 1987માં તેઓ કેનેડા જતા રહ્યાં હતા અને ત્યારથી તેઓ ત્યાંજ હતા. તેમણે કરાચી યુનિવર્સિટીમાંથી બાયોકેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યો હતો, પરંતુ બાદમાં પત્રકારત્વમાં જોડાયા હતા. તારિક ફતેહની વાત કરીએ તો તેઓ પાકિસ્તાન અને આતંકવાદને લઈને અનેકોવાર ચર્ચામાં રહ્યાં હતા. તેઓ પોતાને હિંદુસ્તાનના પુત્ર કહેતા હતા. તેઓનો પરિવાર આમ તો મુંબઈનો હતો પણ આઝાની સમયે વિભાજનના સમયે તેઓ પાકિસ્તાન જતા રહ્યાં હતા. તેઓએ રિપોર્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ઉપરાંત તેઓ રેડિયો અને ટીવીમાં પણ કમેન્ટ્રી કરતા હતા.

તારિક ફતેહની ઓળખ પાકિસ્તાની મૂળના કેનેડિયન લેખક, પ્રસારણકર્તા અને બિનસાંપ્રદાયિક ઉદારવાદી કાર્યકર તરીકે થઈ હતી. તેમણે ઇસ્લામિક ઉગ્રવાદ સામે અવાજ ઉઠાવવાનું અને લખવાનું ચાલુ રાખ્યું હતું. ચેઈન્જ અ મિરાજ: ધ ટ્રેજિક ઈલ્લુઝન ઓફ એન ઈસ્લામિક સ્ટેટ તેમની પ્રખ્યાત કૃતિ છે. તેઓ સમલૈંગિક વ્યક્તિઓના સમાન અધિકારો અને હિતોના પક્ષમાં પણ હતા. આ સાથે તેણે બલૂચિસ્તાનમાં માનવાધિકારના હનન પર ઘણું લખ્યું અને બોલ્યાં હતા. તેઓ આઝાદ બલૂચિસ્તાનના સમર્થક તરીકે પણ જાણીતા હતા.

Most Popular

To Top