હૈદરાબાદ: ઓસ્ટ્રેલિયા સામેની 3 ટી-20 મેચોની શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં વિજય મેળવી આજે ભારતે શ્રેણી 2-1થી કબજે કરી હતી. આ શ્રેણીને ટી-20 વર્લ્ડ કપ માટે બહુ મહત્વની માનવામાં આવી રહી હતી ત્યારે રોહિત શર્માના નેતૃત્વમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું, આજની મેચમાં સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીએ ઝડપથી રમતા અડધી સદી ફટકારી હતી.
કે એલ રાહુલ અને રોહિત વધુ રન બનાવી શકયા ન હતાં
કે એલ રાહુલ અને રોહિત વધુ રન બનાવી શકયા ન હતાં ત્યારબાદ આવેલા સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીએ 62 બોલ પર 104 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. અંતમાં હાર્દિક પંડયાએ 16 બોલ પર 25 રન બનાવી અણનમ રહ્યો હતો.
આ પહેલાં ટોસ જીતી ભારતે ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે આમંત્રીત કર્યા હતાં. કેમરન ગ્રીન અને ટીમ ડેવિડે વિસ્ફોટક અડધી સદી ફટકારી ઓસ્ટ્રેલિયાને 7 વિકેટ પર 186 રનના સ્કોર સુધી પહોંચાડ્યું હતું. ત્યારબાદ ભારતે 1 બોલ બાકી રહેતા 4 વિકેટના નુકસાન પર 187 રનનો લક્ષ્યાંક મેળવ્યો હતો.અક્ષર પટેલે શિસ્તબદ્ધ બોલિંગ કરી 33 રન આપી 3 વિકેટ ઝડપી હતી. આજે ભારતીય ખેલાડીઓએ નબળી ફિલ્ડીંગ કરી ઓસ્ટ્રેલિયાને વધારાના રન આપ્યા હતાં.
ડેનિયલ સેમ્સે અણનમ 28 રન: મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
યુઝવેન્દ્ર ચહલે (22 રન 1 વિકેટ) પણ સારી બોલિંગ કરી હતી. પણ ગ્રીને (52) વિસ્ફોટક શરૂઆત આપી હતી જ્યારે ટીમ ડેવિડે (54) અંતિમ ઓવરોમાં ઓસ્ટ્રેલિયાને સારો સ્કોર બનાવવામાં મદદ કરી હતી. આ ઉપરાંત જોષ ઈંગ્લિસ (24) અને ડેનિયલ સેમ્સે (અણનમ 28 રન) પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
કુલદીપ યાદવની હેટ્રીકની મદદથી ન્યૂઝીલેન્ડ-એ વિરૂદ્ધ ભારત-એનો વિજય
નવી દિલ્હી, તા. 25: ડાબોડી સ્પિનર કુલદીપ યાદવની ‘હેટ્રીક’ અને પૃથ્વી શૉના ઝડપી 77 રનની મદદથી ભારત-એએ રિવારે રમાયેલી બીજી બિનસત્તાવાર વન-ડેમાં ન્યૂઝીલેન્ડ-એ વિરૂદ્ધ ચાર વિકેટથી જીત મેળવી હતી અને 3 મેચોની શ્રેણી કબજે કરી હતી.ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડ-એની ટીમે 47 ઓવરમાં 219 રન બનાવ્યા હતાં. એક સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર 6 વિકેટ પર 210 રન હતો પણ કુલદીપે અંતિમ ચાર વિકેટ પાડી મહેમાન ટીમને 219 રન પર અટકાવી હતી. ત્યારબાદ ભારત-એે 34 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 222 રનનો લક્ષ્ય સહેલાઈથી મેળવી લીધો હતો.
આ મેચમાં સ્પિનર કુલદીપ યાદવે હેટ્રીક લીધી હતી અને સિલેક્ટર્સને જોરદાર જવાબ આપ્યો હતો જેમણે તેને ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમમાંથી બહાર રાખ્યો છે.