પારડી: કોરોના મહામારી (CORONA PANDEMIC)માં દર્દીઓ સાથે ઇન્જેક્શન (INJECTION)ના નામે છેતરપિંડી કરનાર શખ્સોને સુરત, મોરબી, અમદાવાદના આરોપીની ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે (SURAT CRIME BRANCH) ઝડપી પાડ્યા બાદ આવો જ એક કિસ્સો વલસાડ જિલ્લાના વાપી (VAPI)ની એક ખાનગી કોવિડ શ્રદ્ધા હોસ્પિટલ (COVID HOSPITAL) માં બન્યો છે. જ્યાં સારવાર લઇ રહેાલ કોરોના દર્દીના સબંધી પાસેથી ઓનલાઇન રૂપિયા (ONLINE CASH) પડાનાર વલસાડ પારડી સાંઢપોરના આરોપી હેમંત સાવરિયાને પારડી પોલીસે ઝડપી પાડ્યો હતો. દમણના દર્દીનો જીવ જતા આખરે પારડી ડુંગરીના સબંધીએ પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પારડીના ડુંગરી ગામે રહેતા ફરિયાદી હેમંત નાથુ પટેલ (રહે. ડુંગરી બેરવાડ ફળિયું, ઉદવાડા આરએસ) તેમના ભાણેજ જમાઈ દમણમાં રહેતા માર્ગેશ જયરામ પટેલને કોરોનાની બીમારી હોવાથી વાપી શ્રદ્ધા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. જ્યાં તબીબે દર્દીને ટોસિલિઝુમેબ (TOCILIZUMAB) નામના કોરોના ઇન્જેક્શન મંગાવ્યા હતા. ફરિયાદીએ હેમંત વાલજી સાવરિયા (રહે. લક્ષ્મીનારાયણ બિલ્ડીંગ, પારડી સાંઢપોર તારાબાગની સામે વલસાડ)ને ટોસિલિઝુમેબ નામના કોરોનાના ઇન્જેક્શનની વ્યવસ્થા કરી આપવા માટે સંપર્ક કર્યો હતો.
હેમંત સાવરિયાએ લાલચ આપી વિશ્વાસમાં લઇ 26 એપ્રિલના રોજ ઓનલાઇન રૂ. 42,500 જેટલી રકમ પોતાના ટ્રાન્સફર ખાતામાં લઇ વાયદા કરતો હતો. જો કે દર્દી માર્ગેશ પટેલને સમયસર ઇન્જેક્શન ન મળતા વાપીની શ્રદ્ધા હોસ્પિટલમાં ગત 2 મેના રોજ મૃત્યુ પામ્યો હતો. કોરોનાના ઇન્જેક્શનના નામે દર્દીઓના સબંધી પાસે ઓનલાઇન હજારો રૂપિયા પડાવી લઇ ઇન્જેક્શન પણ ન આપી અનેક લોકોના જીવ જૉખમમાં નાખનાર હેમંત સાવરિયાને પારડી પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી ઓનલાઇન સોસીયલ મીડિયા પર દર્દીઓને ઇન્જેક્શન મેળવવા માટે મોબાઈલ નંબર મૂકી સંપર્કમાં આવી પૈસા પડાવી લઇ છેતરપિંડી કરતો હતો.
વલસાડ જિલ્લામાં પ્રથમ કિસ્સો પારડી પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આરોપીનો મોબાઈલ ચેક કરતા અગાઉ પણ આરોપીએ લોકો પાસે રૂપિયા પડાવી લેતા આરોપીના મોબાઈલ પર મેસેજમાં લોકોએ બદદુવા પણ આપી હતી.