બિગ બોસના પૂર્વ સ્પર્ધક સ્વામી ઓમ (swami om) વિશે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સ્વામી ઓમનું થોડા સમય પહેલા નિધન થયું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ બીમાર હતા, ત્રણ મહિના પહેલા કોરોના થયા બાદ તેમને દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેની સારવાર એઈમ્સ ખાતે ચાલી રહી હતી. હવે તેણે એનસીઆરના લોની સ્થિત ડીએલએફ અંકુર વિહારમાં અંતિમ શ્વાસ લીધા છે.
તેમના એક નજીકના મિત્ર મુકેશ જૈનના પુત્ર અર્જુન જૈને કહ્યું કે 15 દિવસ પહેલા તેમને લકવો થયો હતો, ત્યારબાદ તેની હાલત કથળી હતી અને થોડા સમય પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.
અર્જુન જૈને કહ્યું, સ્વામી ઓમ છેલ્લા કેટલાક મહિનાથી બીમાર હતા. કોરોનામાંથી સ્વસ્થ થયા પછી પણ, નબળાઇને કારણે તેને ચાલવામાં ઘણી મુશ્કેલી હતી. જે બાદ તેને તેના શરીરના અડધા ભાગમાં લકવો થયો હતો. 15 દિવસ પહેલા લકવાને લીધે તેની હાલત વધુ ખરાબ થઈ હતી. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.
વર્ષ 2017 માં ગોપનીયતા જેવા ગંભીર મુદ્દા પર સુપ્રીમ કોર્ટે સ્વામી ઓમ પર દસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, સ્વામી ઓમ બિગ બોસના સ્પર્ધી તરીકે ચર્ચામાં આવ્યા હતા. સ્વામી ઓમે અરજીમાં કહ્યું હતું કે હાઈકોર્ટ અને સુપ્રીમમાં જાજોની નિમણૂક કરતી વખતે સીજેઆઈ પાસેથી ભલામણ કેમ લેવામાં આવી છે? આના પર જ્યારે આ કેસ સીજેઆઈ ખેહાર અને જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની ખંડપીઠ સમક્ષ આવ્યો ત્યારે કોર્ટે કહ્યું કે તે પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો. પરંતુ આ અંગે સ્વામી ઓમે જવાબ આપ્યો કે તેઓ ‘બિગ બોસ’ દ્વારા પહેલાથી જ ઘણી પ્રસિદ્ધિ મેળવી ચૂક્યા છે. આ કેસમાં ગયા વર્ષે કોર્ટે તેમને 10 લાખ દંડની જગ્યાએ 8 અઠવાડિયામાં 5 લાખ રૂપિયા જમા કરવા જણાવ્યું હતું.