India

અફેરની શંકાએ ઘરમાં જ રક્તરંજિત ખેલ

પત્ની અને મિત્રને ડિનર પર બોલાવી ગોળી મારી”: 7 વર્ષના બાળક સામે ડબલ મર્ડરથી હડકંપ


ઉત્તર પ્રદેશના નોઈડા નજીક ગાઝિયાબાદ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ પોતાની પત્ની અને નજીકના મિત્રને ઘરમાં બોલાવી ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધા. આ હૃદયદ્રાવક ઘટના તેમના 7 વર્ષના દીકરાની સામે બની હતી, જેના કારણે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

માહિતી અનુસાર, આરોપી વ્યક્તિને પોતાની પત્ની અને મિત્ર વચ્ચે ગેરકાયદેસર સંબંધ હોવાનો શંકા હતી ,કહેવાય છે કે આ સંબંધ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યો હતો અને પત્ની પતિને છોડી દેવાની તૈયારીમાં હતી. આ વાતથી ગુસ્સે ભરાયેલા આરોપીએ પહેલેથી જ હત્યાનો પ્લાન બનાવી લીધો હતો.

ઘટનાના દિવસે આરોપીએ પોતાના મિત્રને ઘેર ડિનર માટે બોલાવ્યો હતો. દરમિયાન કોઈ બાબતે વિવાદ વધતા તેણે બંને પર ગોળીબાર કર્યો હતો. ગોળી વાગતા બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ સમગ્ર ઘટના દરમિયાન ઘરમાં હાજર 7 વર્ષના બાળકએ બધું પોતાની આંખે જોયું, જેના કારણે તે ભારે આઘાતમાં છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. આરોપી ઘટનાના તરત બાદ ફરાર થઈ ગયો હતો, જેને પકડવા માટે પોલીસની અનેક ટીમો બનાવીને શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને મૃતક મિત્ર વચ્ચે ઘણા વર્ષોથી ઓળખાણ હતી. આ ઘટનાએ પરિવારિક વિવાદો કેટલા ખતરનાક સ્વરૂપ લઈ શકે છે તે ફરી એકવાર સાબિત કર્યું છે. હાલ તો પોલીસે કેસ દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને આક્રોશનું વાતાવરણ ઊભું કર્યું છે.

Most Popular

To Top