નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના (BJP) સસ્પેન્ડેડ ધારાસભ્ય (Suspended MLA) રાજા સિંહ દ્વારા પયંગબર મોહમ્મદ વિશે કરવામાં આવેલી કથિત વાંધાજનક ટિપ્પણી સામે હૈદરાબાદમાં (Hyderabad) વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આ સિવાય દેશના ઘણા ભાગોમાંથી મુસ્લિમો પણ રાજા સિંહ વિરુદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ હૈદરાબાદમાં પણ મુસ્લિમોએ વિરોધ પ્રદર્શન દરમિયાન ‘સર તન સે જુડા કે’ના નારા લગાવ્યા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ રાજા સિંહ કેસ પર આવું નિવેદન આપ્યું છે, જેનાથી ગરમાટોનો માહોલ છવાયો છે.
અબુ આઝમીએ ગુરુવારે કહ્યું કે રાજા સિંહને જામીન મળ્યા બાદ જે હંગામો થયો તે લોકોની પ્રતિક્રિયા છે. જો મુસ્લિમો રસ્તા પર ઉતરે તો તમને વાંધો છે. જ્યારે બાળાસાહેબની પત્નીના પૂતળાને કાળું કરવામાં આવશે, શિવાજી મહારાજનું અપમાન થશે અને હિંદુઓ રસ્તા પર ઉતરશે, ત્યારે તે માન્ય ગણાશે. અને જો મુસ્લિમો પયગંબરના સન્માનમાં રસ્તા પર ઉતર્યા તો તે કેવી રીતે ખોટું થયું?
અબુ આઝમીએ વધુમાં કહ્યું કે, ‘પછી ભલે તે ઓવૈસી હોય કે અબુ આઝમી, જો કોઈ કોઈપણ ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરે છે તો તેને જેલમાં નાખો, એવો કાયદો બનાવો જોઈએ. વઘારામાં તેણે કહ્યું કે શું ભાજપમાં હિંમત છે? ભાજપે માત્ર દેશમાં હિન્દુ-મુસ્લિમ વિવાદ ઉભો કરવાનો છે. એ તેમનો હેતુ છે. તેથી જે લોકો નુપુર શર્માના સમર્થનમાં બોલી રહ્યા છે તેમને સુરક્ષા આપવામાં આવી રહી છે તે યોગ્ય છે.
અબુ આઝમીએ BMC કૌભાંડ પર પણ વાત કરી હતી
રાજા સિંહ કેસ સિવાય અબુ આઝમીએ BMCમાં થયેલા કથિત કૌભાંડો પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે “BMCમાં વર્ષોથી ખુલ્લું કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યાં જે પણ સત્તામાં જાય છે, તે મિલીભગતથી ભ્રષ્ટાચાર કરવા લાગે છે. BMCના તમામ ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ અને તેમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. અને આ ક્રિયા માત્ર નામ પર ન થવી જોઈએ.