સુરત : લાજપોર જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. લાજપોર જેલમાં આવનાર આરોપીઓ (accused)ને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યાના આક્ષેપ સાથે બે આરોપીને નવી સિવિલ હોસ્પિટલ (hospital) લાવવામાં આવ્યા હતા. અહીં એક આરોપીનું સારવાર દરમિયાન મોત (death) નીપજ્યું હતું અને તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું હતું. જ્યારે અન્ય એક આરોપીને સારવાર માટે દાખલ કરાયો હોવાની વિગતો સાંપડી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કચ્છ-ભુજમાં રહેતા અને ત્યાં જ મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા આરોપી અસ્લમ ઇસ્માઇલ ચાકીને પાસા કરવામાં આવી હતી અને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. ત્રણ મહિનાથી લાજપોર જેલમાં જેલવાસ (jail) ભોગવતા અસ્લમની બે દિવસથી તબિયત ખરાબ થઇ હતી. અસલમને તાત્કાલિક સારવાર (treatment) માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જો કે, અસલમને વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. નવી સિવિલના ડોક્ટરોના કહેવા પ્રમાણે અસલમને હોજરીની બિમારી હતી અને હોજરીમાં ગંભીર ઇજા થઇ હોવાને કારણે મોત નીપજ્યું હતું.
અસલમના પરિવારજનોનો પણ નવી સિવિલ હોસ્પિટલ (new civil hospital) આવી પહોંચ્યા હતા. અહીં તેઓએ લાજપોર જેલના સત્તાધીશો (jail superintendent)ની સામે ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે, અસલમે મને બે દિવસ પહેલા ફોન કરીને કહ્યું હતું કે, મારી જેલમાં મારામારી થઈ છે મને પેટમાં અને હાથમાં સતત દુખાવો થાય છે. ત્યારબાદ મંગળવારે જેલમાંથી ફોન (call) કરી જાણ કરાઈ કે અસલમનું મોત થયું છે. અસલમને પેટના ભાગે માર મારવામાં આવ્યો હોવાથી તેને હોજરીમાં વાગ્યું હતું અને ત્યારબાદ મોત થયું છે. હાલ તો સચીન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
હોજરી ફાટી જવાથી મોત નીપજ્યું : ડો.ગોવેકર
ફોરેન્સિક પોસ્ટમોર્ટમ વિભાગ (pm dept)ના વડા ડો. ગોવેકરના જણાવ્યા પ્રમાણે પરિવારજનોના આક્ષેપ સાથે જ અસલમનું ફોરેન્સિક પીએમ કરાયું હતું. પ્રાથમિક રિપોર્ટમાં અસલમની હોજરી ફાટી ગઇ હતી અને તેના કારણે તેનું મોત નીપજ્યું હતું. હાલ તો બોડીના સેમ્પલો લઇને ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયા બાદ જ ખબર પડશે : જેલ સુપ્રી. નિનામા
લાજપોર જેલના સુપ્રીટેન્ડેન્ટ (superintendent) મનોજ નિનામાએ જણાવ્યું હતું કે, પોલીસે માર માર્યા હોવાના આક્ષેપો ઘણા બધા થાય છે. મૃતકના ભાઇના આક્ષેપ પ્રમાણે મૃતક અને અન્ય કેદીઓને બેરેકમાં જ માથાકૂટ હતી. પોલીસે કોઇ માર માર્યો નથી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયા બાદ જ મોત કેવી રીતે થયું તે બહાર આવશે.