SURAT

ટેરેસ પર ચઢી જીવના જોખમે રિલ્સ બનાવતા સુરતના યુવાનોનો વિડીયો વાઇરલ

સુરત: સુરત (Surat) સોશિયલ મીડિયામાં (Social Media) રાતો રાત છવાઈ જવા માટે યુવાનો જીવનાં જોખમે રિલ્સ (Reels) બનાવતા હોવાનો વિડીયો (Video) વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. વેસુ વિસ્તારના એક શોપિંગ સેન્ટરના ધાબા પર બે યુવકો સેલ્ફી લેતા અને રિલ્સ બનાવતાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.

  • સોશિયલ મીડિયામાં વધુમાં વધુ લાઈક્સ મેળવવાના ચક્કરમાં યુવકો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે
  • વીડિયો સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ધ ગ્રાન્ડ પ્લાઝા નામની બિલ્ડીંગની ટેરેસ પર નો હોવાનું બહાર આવ્યું

આ વીડિયો વાઈરલ થયા પછી સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આવા જોખમી સ્ટંટ કે રિલ્સ અને શોર્ટ વીડિયો બનાવતા યુવકો સામે કડક પગલાં ભરાવવા જોઈએ. સોશિયલ મીડિયામાં રાતોરાત પોપ્યુલર થઇ જવા યુવકો આવી કરતૂત કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વધુમાં વધુ લાઈક્સ મેળવવાના ચક્કરમાં યુવકો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. ભૂતકાળમાં રિલ્સના ચક્કરમાં અનેક યુવાનોએ જીવ ગુમાવ્યાં છે. આ વીડિયો સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ધ ગ્રાન્ડ પ્લાઝા નામની બિલ્ડીંગની ટેરેસ પર નો હોવાનું બહાર આવ્યું છે. આટલી ઊંચી બિલ્ડીંગના ધાબા પરથી યુવાનો રિલ્સ બનાવતા હોય અથવા ફોટોગ્રાફી કરતા હોય આ બાબત સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં તંત્ર દોડતું થઈ ગયું છે. હાલ આ યુવકો કોણ છે તે અંગેની જાણ થઈ નથી.

રિલ્સ બનાવતા લોકો માટે આ પ્રકારનો વીડિયો લાલબતી સમાન
આવા વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઇ રહ્યાં છે. સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવતા લોકો માટે આ પ્રકારનો વીડિયો લાલબતી સમાન છે. આવી રીતે જીવનું જોખમ લઈને રિલ્સ કે ફોટોગ્રાફી કરવી યોગ્ય ન હોવાનું પોલીસ દ્વારા વારંવાર કહેવામાં આવ્યું છે. થોડીક પણ બેદરકારી યુવાનોનો જીવ પણ લઇ શકે છે.

Most Popular

To Top